નેહા કક્કરને લગ્નમાં મળી આવી મોંઘી ગિફ્ટ, જાણો કપિલથી લઈને દીપિકા સુધી નેહાને શું-શું આપ્યું ગિફ્ટમાં

બોલિવુડ

30 ઓક્ટોબરે સિંગર નેહા કક્કરે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સાથે લગ્ન કર્યા હતા અને આ કપલે શીખ રિવાજો સાથે દિલ્હીના એક ગુરુદ્વારામાં સાત ફેરા લીધા હતા અને તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લગ્ન પછી નેહા કક્કરે તેનું પહેલું રિસેપ્શન દિલ્હીમાં કર્યું હતું, જેમાં ફિલ્મી દુનિયાના કેટલાક સ્ટાર્સ તેમજ રોહનપ્રીત અને નેહા કક્કરના કેટલાક મિત્રો શામેલ થયા હતા અને આ વેડિંગ રિસેપ્શનમાં નેહા કક્કર અને રોહનપ્રીતની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેમની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. નેહા કક્કરે કોરોના મહામારીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું જેના કારણે લગ્નમાં ઘણા મહેમાનો આવી શક્યા નહિં પરંતુ છતાં પણ નેહાના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નમાંના એક માનવામાં આવે છે.

જણાવી દઈએ કે નેહાના લગ્નમાં બોલિવૂડના ઘણા મોટા ચહેરાઓ જોવા મળ્યા ન હતા, પરંતુ જણાવી દઈએ કે નેહાએ બોલીવુડની તમામ હસ્તીઓને તેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું, જેમાં કેટલાક નામ શામેલ છે અને તે છે દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કપિલ શર્મા, કરીના કપૂર, સૈફ અલી ખાન, સોહા અલી ખાન ઉપરાંત અન્ય ઘણા નામ શામેલ છે, પરંતુ આ બધા સ્ટાર્સ કોરોના વાયરસને કારણે નેહાના લગ્નમાં આવી શક્યા ન હતા, પરંતુ તેઓએ નેહાને ઘણી બધી ગિફ્ટ જરૂર મોકલી છે. તો ચાલો જાણીએ આ સેલેબ્સની ગિફ્ટ્સ વિશે કે જેમણે નેહુપ્રીતને લગ્નમાં આપી છે.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આ દિવસોમાં તેમની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને સાથે કોરોના વાયરસને કારણે દીપિકા નેહાના લગ્નમાં પહોંચી શકી ન હતી પરંતુ દીપિકા અને રણવીરે નેહાને લગ્નની શુભેચ્છાઓ મોકલી હતી અને સાથે દીપિકાએ ભેટ તરીકે નેહાને લક્ઝરી વોચ સેટ આપ્યો છે, જેની કિંમત આશરે 8 લાખ રૂપિયા છે.

આલિયા ભટ્ટ: નેહા કક્કરે આલિયા ભટ્ટના ઘણા સુંદર ગીતોને તેના સુંદર અવાજથી શણગાર્યા છે. આલિયા ભટ્ટ પણ નેહાની ખુશીમાં જોડાઈ શકી ન હતી. રોપોર્ટસ અનુસાર આલિયાએ નેહાને વેડિંગ ગિફ્ટ તરીકે ડાયમંડ ઇયરિંગ્સ ગિફ્ટ કરી છે. આ ઇયરિંગ્સની કિંમત 3 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કાર્તિક આર્યન: કાર્તિક આર્યન પણ નેહાના લગ્નમાં આવી શક્યો ન હતો, પરંતુ તેણે નેહાને ડિઝાઇનર બેગ ગિફ્ટ તરીકે આપી છે, જેની કિંમત આશરે 4 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

ઉર્વશી રૌતેલા: ઉર્વશી રૌતેલાએ નેહાના લગ્નમાં સૌથી વધુ હેડલાઇન્સ બનાવી હતી અને ઉર્વશીએ જે નેહાના લગ્નમાં લહેંગો પહેર્યો હતો તે ખૂબ જ મોંઘો હતો. જણાવી દઈએ કે ઉર્વશીએ નેહાને વેડિંગ ગિફ્ટ તરીકે ઇયરિંગ્સ ગિફ્ટ કરી છે, જેની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે.

કપિલ શર્મા: કપિલ શર્મા અને નેહા વચ્ચે ખૂબ સારી બોન્ડિંગ છે અને કપિલ નેહાને પોતાની નાની બહેન માને છે. જણાવી દઈએ કે કપિલે નેહાને ગિફ્ટ તરીકે ઇયરિંગ્સ આપી હતી તો રોહનપ્રીતને પ્લેટિનમ ચેન આપી હતી.

સારા અલી ખાન: સારા અલી ખાન પણ નેહુપ્રિતના લગ્નમાં આવી શકી ન હતી પરંતુ તેણે નેહાને લગ્નની શુભેચ્છાઓ સાથે ખૂબ જ સુંદર ઇયરિંગ્સ ગિફ્ટ કરી છે, જેની કિંમત લગભગ ડોઢ લાખ રૂપિયા છે.

મનીષ પોલ: નેહાના લગ્નમાં મનીષ પોલ જોવા મળ્યા હતા અને મનીષે નેહાને એક વોચ સેટ ગિફ્ટ કર્યો છે, જેની કિંમત આશરે અઢી લાખ રૂપિયા છે.

હની સિંહ: હનીસિંહે પણ નેહા અને રોહનપ્રીતને અભિનંદન આપ્યા છે અને નેહા કક્કરને ખૂબ જ સુંદર નેકલેસ ગિફ્ટમાં આપ્યો છે, જેની કિંમત આશરે 5 લાખ રૂપિયા છે.

4 thoughts on “નેહા કક્કરને લગ્નમાં મળી આવી મોંઘી ગિફ્ટ, જાણો કપિલથી લઈને દીપિકા સુધી નેહાને શું-શું આપ્યું ગિફ્ટમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *