દેશમાં સૌથી મોંઘી કારના માલિક બન્યા મુકેશ અંબાણી, આટલા અધધધ કરોડની કિંમત વાળી ખરીધી આ કાર

વિશેષ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા અને ભારતની સાથે જ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની અમીરી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી અમીર લોકોમાંથી એક તો છે જ સાથે જ તે પોતાની સાથે જોડાયેલી દરેક ચીજ માટે પણ ચર્ચામાં રહે છે.

મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ હોય કે પછી તેમની કંપની હોય કે પછી તેમની કામ કરવાની પદ્ધતિ હોય કે પછી તેમનો પરિવાર દરેક હેડલાઇન્સનો ભાગ રહે છે. મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી કિંમતી ઘરોમાંથી એક છે. સાથે જ અંબાણીના કાર કલેક્શનમાં એકથી એક ચઢિયાતી ખૂબ જ કિંમતી કાર શામેલ છે.

કારની બાબતમાં હવે મુકેશ અંબાણીના નામે અન્ય એક સિદ્ધિ નોંધાઈ ગઈ છે. અંબાણી અને તેમના પરિવાર પાસે ઘણી લક્ઝરી અને કિંમતી કાર છે, જોકે હવે અંબાણીએ જે કાર ખરીદી છે તેણે તેમના નામે એક અન્ય મોટી સિદ્ધિ નોંધાવી છે.

અંબાણીએ તાજેતરમાં જ એક નવી કાર ખરીદી છે, જેની કિંમત લગભગ 13 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તે તેની સાથે ભારતના સૌથી મોંઘી કાર ધરાવતા વ્યક્તિ પણ બની ગયા છે. જણાવી દઈએ કે અંબાણીના ગેરેજમાં હવે નવી ચમકતી રોલ્સ રોયસ SUV કાર આવી ગઈ છે. આ કાર તેમની અત્યાર સુધીની કારોમાં સૌથી મોંઘી, લક્ઝરી અને ખાસ છે.

અંબાણીના કાર કલેક્શનમાં હવે અલ્ટ્રા-લક્ઝરી રોલ્સ રોયસ હેચબેક શામેલ થઈ ગઈ છે. સૌથી પહેલા તો આ કારને તેની કિંમત ખાસ બનાવે છે જે 13.14 કરોડ રૂપિયા છે. સાથે જ તેના ફીચર્સ પણ ખૂબ જ કમાલના છે. જણાવી દઈએ કે તે હવે દેશની સૌથી મોંઘી કાર બની ગઈ છે અને તેને ખરીદનાર મુકેશ સૌથી મોંઘી કાર વાળા ભારતીય બની ગયા છે.

VIP નંબર માટે ખર્ચ કર્યા 12 લાખ રૂપિયા: હવે જ્યારે અંબાણીએ 13 કરોડ રૂપિયાની કાર ખરીદી છે તો નંબર પણ ખાસ હોવા જોઈએ. માહિતી મુજબ, અંબાણીએ VIP નંબર માટે 12 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. કારનો નંબર “0001” જણાવવામાં આવી રહ્યો છે.

20 લાખ રૂપિયાનો ભર્યો ટેક્સ: અંબાણીએ આ લક્ઝરી અને ખૂબ જ કિંમતી કાર માટે રોડ સેફ્ટી ટેક્સ માટે 40,000 રૂપિયા અને 20 લાખ રૂપિયાનો એકીકૃત ટેક્સ ચૂકવ્યો છે. માહિતી મુજબ તેનું રજિસ્ટ્રેશન 30 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું અને તેનું રજિસ્ટ્રેશન 15 વર્ષ સુધી એટલે કે 30 જાન્યુઆરી, 2037 સુધી માન્ય છે. જણાવી દઈએ કે આ કંપનીની કાર અજય દેવગણ અને ભૂષક કુમાર પાસે પણ છે, જો કે તેની કિંમત આ કારથી ઓછી છે.