કપડાથી વધુ ઈયરિંગ, બેગ અને જૂતા પર ખર્ચ કરે છે બોલીવુડ અભિનેત્રીઓ, કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રીઓ તેમની ફેશન માટે જાણીતી છે. બોલિવૂડ અભિનેત્રીઓમાં ઘણીવાર સ્ટાઇલિશ અને એકબીજાથી અલગ દેખાવા માટે સ્પર્ધા રહે છે અને આ સ્પર્ધામાં તે કપડાથી લઈને પોતાના ઈયરિંગ્સ અને બેગ્સ પર લાખો રૂપિયા ખર્ચ કરે છે. આ ઈન્ડસ્ટ્રીમાં રહેવા માટે પોતાને સૌથી અલગ દેખાડવા પણ કોઈ લડાઈ થી ઓછું નથી. તમે અવારનવાર ઘણીવખત સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીઓના મોંઘા કપડાં, જૂતા અને બેગ વિશે ન જાણે કેટલી પોસ્ટ વાંચી હશે અને આ સમાચાર વાંચ્યા પછી તમે આશ્ચર્યચકિત પણ થયા હશો કારણ કે આ અભિનેત્રીઓની ફેશન એસેસરીઝની કિંમત લાખોમાં હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ગ્લેમર ઈંડસ્ટ્રીની તે દીવાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે મોંઘા બેગ, જૂતા કે ઈયરિંગ્સ પહેરીને ખૂબ હેડલાઈન્સ બનાવી હતી.

તાજેતરમાં જ ન્યૂ ઈયર પર સુહાનાએ જે ડ્રેસ પહેરી હતી તેની કિંમત 2,09,326.84 રૂપિયા હતી. આ ડ્રેસ BALMAIN બ્રાંડની હતી.

પ્રિયંકાએ નવા વર્ષ પર જે ડ્રેસ પહેરી હતી તેની કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હતી. સાધારણ દેખાતી આ ડ્રેસે પોતાની કિંમતને કારણે ખૂબ હેડલાઈન્સ બનાવી હતી.

કબીર સિંહ ફેમ કિયારા અડવાણી છેલ્લા દિવસોમાં પોતાના બૂટ્સને લઈને હેડલાઈન્સમાં રહી હતી. તેમણે ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશન દરમિયાન પરદા ના જે બૂટ્સ પહેર્યા હતા તેની કિંમત લગભગ 70 હજાર રૂપિયા હતી.

ફિલ્મ ‘છપાક’ ના પ્રમોશનમાં દીપિકા જ્યારે વ્યસ્ત હતી ત્યારે પિંક સૂટ સાથે એયરપોર્ટ પર સ્પોટ થઈ હતી ત્યારે તેના બેગે દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. દીપિકા પ્રખ્યાત બ્રાન્ડ યવેસ સેન્ટ લોરેન્ટની એક બેગ કેરી કરી હતી, જેની કિંમત લગભગ 2 લાખ 25 હજાર રૂપિયા હતી.

તાજેતરમાં જ આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટ પર યલો બેગ સાથે જોવા મળી હતી. આ બેગની કિંમત લગભગ 1,19,422 રૂપિયા છે. આ બેગ હિન્ડમર્ચ કંપનીની છે. સોનમ કપૂરને બોલિવૂડની ફેશન ક્વીન કહેવામાં આવે છે. સોનમે વ્હાઈટ સેન્ડલ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું જેની કિંમત 60 હજાર રૂપિયા હતી.

ફેશનની બાબતમાં બેબો પણ કોઈથી ઓછી નથી. ડાન્સ ઈન્ડિયા ડાન્સના એક એપિસોડમાં કરીના પોતાના નેકલેસને લઈને ચર્ચામાં હતી. આ એપિસોડમાં પ્રિયંકા મહેમાન તરીકે પહોંચી હતી. આ એપિસોડમાં કરીનાએ 38 લાખનો નેકલેસ પહેર્યો હતો.

બેગ્સની શોખીન પ્રિયંકાના આ ગોલ્ડ બોક્સ બેગની કિંમત 2,06,452 રૂપિયા છે. રેડ આઉટફિટ સાથે દીપિકાએ જે ઈયરિંગ્સ પહેરી છે તેની કિંમત લગભગ 12 હજાર રૂપિયા છે.

જાન્હવીના આ હેવી સ્નીકર્સની કિંમત 75 હજાર 213 રૂપિયા છે. કરીના કપૂરનો આ સ્ટનિંગ ગ્રીન એંડ બ્લેક ડ્રેસ 1,65,238 લાખ રૂપિયાનો છે.