બ્રેકઅપ પછી પોતાના ‘એક્સ’ ના બેસ્ટ ફ્રેંડ બની ગયા આ 8 સ્ટાર્સ, જાણો લિસ્ટમાં કોના-કોના નામ છે શામેલ

બોલિવુડ

અવારનવાર તમે જોયું હશે કે કોઈનું બ્રેકઅપ થઈ જાય તો તે લોકો એકબીજાથી નફરત કરવા લાગે છે. પ્રેમી અને પ્રેમિકા સંબંધ તૂટ્યા પછી એકબીજાનો ચેહરો જોવો પણ પસંદ નથી કરતા. જોકે દરેક જગ્યાએ આવું બને તે જરૂરી નથી. ખાસ કરીને બોલિવૂડમાં તો આવું બિલકુલ પણ નથી. અમે તમને કેટલાક એવા સ્ટાર્સનો પરિચય કરાવીએ જે બ્રેકઅપ પછી પોતાના ‘એક્સ’ ના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા.

ડીનો મોરિયા-બિપાશા બાસુ: આ લિસ્ટમાં પહેલું નામ અભિનેતા અને મોડલ ડીનો મોરિયા અને અભિનેત્રી બિપાશા બાસુનું છે. બંને એક સમયે મોડલ હતા. પ્રખ્યાત બ્રાન્ડ માટે મોડલિંગ કરનાર બંને સ્ટાર્સ એક સમયે એકબીજાને પ્રેમ કરતા હતા. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. તેઓ અવારનવાર એકબીજાને ડેટ કરતા જોવા મળ્યા હતા. જો કે, ત્યાર પછી બંને અલગ થઈ ગયા હતા. જોકે, બ્રેકઅપ પછી તેઓ બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા. ડિનો મોરિયા ગર્લફ્રેન્ડ બિપાશાના લગ્નમાં પણ આવ્યા હતા. બંને આજે પણ સારા મિત્રો છે. બંને એકબીજાનું આજે પણ ધ્યાન રાખે છે.

રણબીર કપૂર-દીપિકા પાદુકોણ: આ લિસ્ટમાં બીજું નામ પ્રખ્યાત અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણનું છે. બંને કલાકારોએ ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ દરમિયાન બંનેના વિચારો મળ્યા અને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. દીપિકા અને રણબીર બંને એક સમયે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પછી ધીમે ધીમે તેમના સંબંધમાં ખટાશ આવવા લાગી. 2 વર્ષ સુધી સાથે રહ્યા પછી બંનેએ અલગ રહેવાનો નિર્ણય લીધો હતો. જોકે બ્રેકઅપ દરમિયાન દીપિકાએ રણબીરને ચીટર પણ કહ્યું હતું. ત્યાર પછી થોડા વર્ષો પછી તેમની વચ્ચેનું અંતર સમાપ્ત થઈ ગયું. હવે આ બંને ખૂબ સારા મિત્રો છે. રણબીરના લગ્નમાં દીપિકાએ તેને ખાસ ગિફ્ટ પણ મોકલી હતી.

રિતિક રોશન-સુઝૈન ખાન: આ લિસ્ટમાં ત્રીજું નામ સુપરસ્ટાર રિતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝૈન ખાનનું છે. બંને એક સમયે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ હતા. બોલિવૂડમાં સફળતા મળ્યા પછી પણ રિતિક તેને ભૂલ્યો ન હતો. તેણે બાળપણના મિત્ર સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે સારો તાલમેલ હતો. તેમને બે પુત્રો પણ હતા. જો કે 14 વર્ષ પછી બંનેએ અચાનક જ અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેમના છૂટાછેડા થઈ ગયા પરંતુ તેમની મિત્રતાને કોઈ નુકસાન ન થયું. અત્યારે પણ બંને સાથે મળીને પોતાના બાળકોનું ધ્યાન રાખે છે. જ્યારે ફેમિલી ટાઈમ પસાર કરવાની વાત આવે છે ત્યારે બંને સાથે જોવા મળે છે.

સલમાન ખાન-કેટરિના કૈફ: આ લિસ્ટમાં બોલિવૂડના દબંગ સલમાન ખાન અને કેટરીના કૈફનું નામ પણ શામેલ છે. સલમાનને એશ્વર્યા સાથે બ્રેકઅપના ઘણા વર્ષો પછી કેટરીનાના રૂપમાં તેનો પ્રેમ મળ્યો હતો. સલમાન અને કેટ વચ્ચે ખૂબ પ્રેમ હતો. બંને સાથે રહેતા હતા. લગભગ 4 વર્ષ સાથે રહ્યા પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે છતાં પણ બંનેની મિત્રતા તૂટી નહિં. આ બંને આજે પણ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે. કોઈ પણ સુખ હોય કે દુઃખ, આ બંને એકબીજા સાથે જોવા મળતા નથી.