એકબીજાનો ચહેરો પણ જોવા નથી ઇચ્છતી બોલીવુડની આ અભિનેત્રીઓ, જાણો તેમની લડાઈનું કારણ

બોલિવુડ

આજે બોલીવુડમાં એક એક ચઢિયાતી અભિનેત્રીઓ છે પરંતુ જ્યારે વાત આવે છે તેમની વચ્ચેના સંબંધની તો કેટલીક અભિનેત્રીઓ ખૂબ સારા મિત્રો અને બહેનોની જેમ રહે છે, તો બીજી બાજુ કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમના સંબંધો બિલકુલ સારા નથી. આજે અમારી આ પોસ્ટમાં, અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.

દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ: આ બંને ખૂબ પ્રખ્યાત અભિનેત્રીઓ વચ્ચેના અણબનાવનું સૌથી મોટું કારણ રણવીર કપૂર છે. શરૂઆતમાં બંને વચ્ચેના સંબંધ ખૂબ સારા હતા, પરંતુ રણવીરની જિંદગીમાં કેટરીનાની એંટ્રી થતા જ તેણે દીપિકા સાથેનો સંબંધ સમાપ્ત કરી દીધો. અને આ પછી દીપિકા ડિપ્રેશનમાં પણ ચાલી ગઈ હતી. જો કે, હવે બંને એવું દેખાડે છે કે તેમના સંબંધોમાં ખટાસ ઓછી થઈ છે.

કરીના કપૂર અને પ્રિયંકા ચોપડા: ઘણીવાર, બંને અભિનેત્રીઓ એવું દેખાડે છે કે તેઓ હવે પોતાનો ભૂતકાળ ભૂલી ચુકી છે, પરંતુ આજે પણ તેમના મનમાં એક બીજા પ્રત્યે ખટાસ છે. અને આ બધાનું કારણ છે ફિલ્મ એતરાઝ, જેમાં બંનેએ સાથે કામ કર્યું હતું, પરંતુ જ્યાં એક બાજુ જ્યારે પ્રિયંકાની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી, તો બીજી તરફ કરીનાની ભૂમિકાની પ્રસંશા કરવામાં આવી ન હતી. સાથે જ કરીનાના એક્સ રહેલા શાહિદ કપૂર સાથે થોડા સમય માટે પ્રિયંકા રિલેશનશિપમાં પણ આવી હતી.

રાની મુખર્જી અને એશ્વર્યા રાય: તેમની વચ્ચેના અણબનાવનું સૌથી મોટું કારણ છે અભિષેક બચ્ચન. જેમ આપણે બધા જાણીએ છીએકે અભિષેક અને રાની ફિલ્મ બંટી બબલી પછી એક બીજાની નજીક આવી ગયા હતા અને તેમની ડેટિંગ પણ શરૂ થઈ ગઈ હતી. પછી એશ્વર્યાએ અભિષેકને રાની સાથે ફિલ્મો કરવાની ના પાડી અને પછી લગ્નમાં પણ રાની મુખર્જીને અભિષેકે બોલાવી ન હતી.

બિપાશા બાસુ અને કરીના કપૂર: અજનબી ફિલ્મમાં બંને અભિનેત્રીઓ એક સાથે જોવા મળી હતી. તે દિવસોમાં બિપાશા ઇન્ડસ્ટ્રીમાં નવી હતી અને તેમની વચ્ચે એવી લડાઈ થઈ કે કરીનાએ બિપાશાને સેટ પર જ થપ્પડ મારી હતી. અને આજ સુધી બંને એક સાથે જોવા મળ્યા નથી.

સોનમ કપૂર અને એશ્વર્યા રાય: તેમની વચ્ચેની દુશ્મની પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી છે. જણાવી દઈએ કે એશ્વર્યા પહેલા જે બ્રાન્ડને એંડોર્સ કરતી હતી પછી તે સોનમ કપૂરને આપવામાં આવી હતી. સોનમનું એશ્વર્યાને આંટી કહેવું પણ અપમાજનક લાગ્યું હતું, જેના કારણે તેણે સોનમ સાથે રેડ કાર્પેટ પર ચાલવાની પણ ના પાડી હતી.

અનુષ્કા શર્મા અને દીપિકા: જો તમને યાદ હોય તો, રણવીર સિંહ અને અનુષ્કા શર્મા ફિલ્મ બેન્ડ બાજા બારાતથી ખૂબ નજીક આવી ગયા હતા અને એકબીજાને ડેટ પણ કરી રહ્યા હતા. પરંતુ આ પછી રણવીર સિંહની જિંદગીમાં દીપિકાની એન્ટ્રી થઈ અને તેણે અનુષ્કાથી અંતર બનાવ્યું. આ પછી, તેમની વચ્ચે હંમેશાં ચાલનારું કોલ્ડ વોર આજે પણ ચાલુ છે.

રેખા અને જયા બચ્ચન: રેખા અને અમિતાભ બચ્ચનના પ્રેમની ચર્ચાઓ આજે હદથી વધુ પ્રખ્યાત છે. જ્યારે એક બાજુ રેખાને લાગે છે કે જયાને કારણે પોતાનો પ્રેમ ગુમાવ્યો પડ્યો, તો બીજી તરફ જયાને લાગે છે કે, રેખા તેનું ઘર તોડવાના પ્રયત્ન કરે છે. અને આ બધાને કારણે, આજે પણ જ્યારે તેઓ એક સાથે જોવા મળે છે, ત્યારે તેઓ હંમેશાં એકબીજાને અવગણે છે.

Leave a Reply

Your email address will not be published.