54 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે મિલિંદ સોમન, જાણો તેની ફિટનેસનું રહસ્ય

Uncategorized

કોરોના વાયરસથી બચવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે ફીટ અને તંદુરસ્ત રહેવું. તેથી તમે સારો ખોરાક લો અને વધુ એક્સરસાઈઝ કરો. જો તમને સમજાઈ રહ્યું નથી કે તમારે કેવો ખોરાક લેવો જોઈએ અને કેવી રીતે કસરત કરવી જોઈએ, તો તમે મિલિંદ સોમનના આ રૂટિનને ફોલો કરી શકો છો.

મિલિંદ સોમનનું ફિટનેસ સિક્રેટ: અભિનેતા-મોડલ મિલિંદ સોમન, જેની ઉંમર 54 વર્ષ છે, તે આ ઉંમરે પણ એકદમ ફિટ છે. તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તરબૂચની મદદથી એક્સરસાઈઝ કરતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને, તેમણે તેમના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય વિશે પણ જણાવ્યું છે. તેઓએ જણાવ્યું કે તેઓ સવારે ઉઠીને ઘણા બધા ફળો ખાય છે. મિલિંદ સોમાને તેનો આ વીડિયો ગુરુવારે મોટિવેશનના હેશટેગ સાથે શેર કર્યો છે.

ઘણાં બધાં ફળોનું સેવન કરે છે સોમન: પોતાના સ્વાસ્થ્યનું રહસ્ય જણાવતા મિલિંદે વીડિયોની સાથે લખ્યું હતું કે તડબૂચ સાથે તમે કેટલી ચીજો કરી શકો છો? ખાસ કરીને તેને ખાતા પહેલા. આ સિવાય તેમણે લખ્યું કે હું દરરોજ સવારે ફળો ખાવ છું, જે પણ મોસમી ફળ મળે છે. એક આખું તડબૂચ, એક આખું પપૈયું, 5-6 કેરી, કેટલાક કેળા, બધું એક સાથે. કેટલીકવાર મારે એક કલાક પણ થઈ જાય છે, અને ખાધા પછી છાલને હું મારા ચેહરા પર લગાવું છું. મિલિંદ તેના વીડિયોમાં એક તડબૂચ સાથે જોવા મળી રહ્યા છે જેના દ્વારા તે એક્સરસાઈઝ કરી રહ્યા છે. તેનો આ વીડિયો તેની પત્ની અંકિતા કુંવર દ્વારા શૂટ કરવામાં આવ્યો છે.

ફિટનેસ ફ્રીક છે મિલિંદ: જણાવી દઈએ કે મિલિંદ હંમેશા તેની ફિટ બોડી માટે જાણીતા છે. સોશ્યલ મીડિયા પર મિલિંદ ઘણી વખત એક્સરસાઈઝ કરતા અથવા ફીટનેસ ટીપ્સ જણાવતા પોસ્ટ્સ શેર કરતા રહે છે. આ પહેલા પણ, તેણે એક પોસ્ટ શેર કરતી વખતે લખ્યું હતું કે સામાન્ય રીતે હું ત્રણ પ્રકારના લોકોને જાણું છું. પ્રથમ એ લોકો જેમણે એક્સરસાઈઝ કરવાનું ચાલુ રાખ્યું હતું અને લોકડાઉન દરમિયાન ઘણી નવી ચીજો શીખી હતી. બીજા તે જે કંઇ નવું ન કરી શક્યા અને તેમની ખાવા-પીવાની અને એક્સરસાઈઝની ટેવ નબળી પડી. પરંતુ તેઓ શીખવા અને પાછા ફરવા માટે તૈયાર છે. ત્રીજા તે, જેઓ તંદુરસ્ત રહેવા માટે સખત મહેનતનું મહત્વ ક્યારેય નહીં સમજી શકે, પરંતુ મહામારી દરમિયાન મળેલી સીખ જીવનને બદલવા વાળી સીખ રહી છે અને હવે તે તંદુરસ્ત જીવનશૈલીની શોધમાં છે. મિલિંદે વધુમાં કહ્યું, “પ્રથમ બે કેટેગરીવાળા લોકોને હું કહીશ, જ્યારે તમે બહારનું જીવન શરૂ કરો ત્યારે થોડા ધીમા રહો. અને ત્રીજી કેટેગરીના લોકોને કહીશ, પરિવારમાં તમારું સ્વાગત છે.” મિલિંદ આ પોસ્ટમાં દોડતા જોવા મળી રહ્યા છે.

ફીટ અને સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે: જણાવી દઈએ કે કોરોના વાયરસથી બચવા માટે ફીટ અને સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા શરીરથી સ્વસ્થ છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહેશે. જેના કારણે વાયરસ તમારા શરીર પર વધારે અસર કરી શકશે નહીં. તેથી એક સારી લાઇફસ્ટાઈલને અપનાવવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.