જાણો શા માટે કરી હતી શ્રીરામે રામેશ્વરમમાં શિવલિંગની સ્થાપના

ધાર્મિક

રામેશ્વરમનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ચાર ધામો માંના એક રામેશ્વરમનો મહિમા વિશે બહુ ઓછા લોકો જાણે છે. શાસ્ત્રો અનુસાર રામેશ્વરમને પાપ મુક્તિ માટેનું શ્રેષ્ઠ ધામ જણાવ્યું છે. આજે અમે તમને આ ધામના કેટલાક રહસ્યો જણાવીશું, જેના વિશે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય.

ભગવાન રામ જાણતા હતા કે રાવણ શિવજીના પરમ ભક્ત છે: રામેશ્વરમ ધામ તમિલનાડુના રામાનાથપુરમ જિલ્લામાં સ્થિત છે. અહીં સ્થાપિત શિવલિંગની ગણતરી 12 જ્યોતિર્લિંગોમાં થાય છે. રામાયણ અનુસાર ભગવાન રામ એ જાણતા હતા કે રાવણ શિવના પરમ ભક્ત છે અને તેમને પ્રસન્ન કર્યા વગર રાવણ સાથેનું યુદ્ધ જીતી શકાય તેમ નથી, તેથી ભગવાન રામે સમુદ્ર કિનારે શિવલિંગ સ્થાપિત કરીને ભગવાન શિવની ઉપાસના કરી. આજે આ જ ધામ રામેશ્વરમ તરીકે ઓળખાય છે.

આ મંદિરમાં કુલ 24 મીઠા પાણીનાં કુવાઓ છે, એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ ભગવાન રામે તેના હાથ વડે કર્યું હતું, હવે આમાંના બે સુકાઈ ગયા છે પણ બાકીના આજે પણ હાજર છે. એવું કહેવામાં આવે છે કે આ પાણીથી સ્નાન કરવાથી, જન્મ-જન્મના પાપ ધોવાઈ જાય છે. અહિંનો મહિમા અપરંમપાર છે, જે વ્યક્તિ અહીં સંપૂર્ણ શ્રદ્ધા સાથે આવે છે, તેના બધા દુઃખ સમાપ્ત થાય છે.

યુદ્ધ પછી રામજી અહીં શિવલિંગની સ્થાપના કરવા માંગતા હતા, જેના માટે હનુમાનજીને કૈલાસ પર્વત પર મોકલવામાં આવ્યા હતા. તેમને આવવામાં વિલંબ થયો, જેના કારણે માતા સીતાએ ત્યાં રેતીનું શિવલિંગ સ્થાપિત કર્યું અને હનુમાનજીને આ જોઈને ખૂબ જ દુઃખ થયું. કેમ કે હનુમાનજી ખૂબ જ દૂરથી શિવલિંગ લઈને આવ્યા હતા, તેથી ભગવાન શ્રી રામે હનુમાનજીને રેતીનું શિવલિંગ કાઢીને નવું શિવલિંગ સ્થાપિત કરવા કહ્યું, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ હનુમાનજી ત્યાંથી તે શીવલિંગ કાઢી શક્યા નહીં. તેને જલ્દીથી તેની ભૂલનો અહેસાસ થઈ ગયો. શિવ પુરાણમાં પણ આ ધામનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.