ચોરીથી પ્લેનમાં અંદર ઘુસી ગયો ફેરિયા વાળો, અનોખી સ્ટાઈલમાં વેચવા લાગ્યો સામાન, જુવો પછી શું થયું

વિશેષ

આપણે જ્યારે પણ બસ કે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે ત્યાં અવારનવાર સામાન વેચતા ફેરિયા વાળા જોવા મળે છે. આ લોકો પોતાની આગવી સ્ટાઈલમાં સામાન વેચે છે. તેમની સામાન વેચવાની સ્ટાઈલ ખૂબ રમુજી હોય છે. તેમને જોઈને હાસ્ય અટકવાનું નામ નથી લેતું. જોકે તેમની પાસે અદ્ભુત માર્કેટિંગ સ્કિલ પણ હોય છે. જેમને માલ નથી જોઈતો તેઓ પણ તેમની સ્ટાઈલ જોઈને માલ ખરીદે છે.

કેટલાક લોકો આ ફેરિયાવાળાને એન્જોય કરે છે તો કેટલાક તેનાથી હેરાન પણ થાય છે. તેથી ઘણા લોકો પ્લેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ત્યાં આપણો સામનો આ ફેરિયાવાળા સાથે નથી થતો. તમે પણ ક્યારેય પ્લેનની અંદર કોઈને ખાવા-પીવાની ચીજો વેચતા જોયા નહિં હોય. પરંતુ આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.

જ્યારે પ્લેનની અંદર સામાન વેચવા લાગ્યો ફેરિયા વાળો: ખરેખર સોશિયલ મીડિયા પર આ દિવસોમાં પ્લેનની અંદર સામાન વેચતો એક ફેરિયાવાળો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિ પ્લેનની અંદર ચોરી છુપે ખાવા-પીવાનો સામાન વેચી રહ્યો છે. તેને પ્લેનની અંદર આવી પ્રવૃત્તિઓ કરતા જોઈને ત્યાં હાજર મુસાફરો હસવા લાગ્યા. સાથે જ આ વીડિયો જોયા પછી લોકો એ વાતથી આશ્ચર્યચકિત થઈ ગયા છે કે છેવટે આ ફેરિયાવાળો પ્લેનની અંદર કેવી રીતે ઘુસ્યો? અને કેવી રીતે પ્લેનનો સ્ટાફ તેને સામાન વેચવાની મંજૂરી આપી રહ્યો છે.

જણાવી દઈએ કે વીડિયોમાં જોવા મળી રહેલો આ વ્યક્તિ કોઈ ફેરિયાવાળો નથી. પરંતુ તે એક પ્લેનનો મુસાફર છે. તે પ્લેનમાં તેના સંબંધીઓ સાથે મજાક કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે ફેરિયાવાળો બનીને સામાન વેચ્યો અને દરેકને ખૂબ હસાવ્યા. હવે આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ બીજે બાલા છે. તે પોતાને એક્ટર કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bj Bala (@bjbala_kpy)

અહીં જુઓ પ્લેનમાં સામાન વેચતો ફેરિયાવાળો: આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકોને બંદાની એક્ટિંગ ખૂબ પસંદ આવી રહી છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ ઘણા લોકો તેને લાઈક પણ કરી ચુક્યા છે. વીડિયો પર દરેકના ફની રિએક્શન પણ આવી રહ્યા છે. જોકે તમને આ ફની વિડીયો કેવો લાગ્યો, અમને કમેન્ટ કરીને જણાવો.