સલમાનથી લઈને ગોવિંદા સુધી આ 7 સ્ટાર્સ છે રણબીરના સૌથી મોટા દુશ્મન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

રણબીર કપૂર કપૂર બોલિવૂડના ટોપ અભિનેતાઓમાંથી એક છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરે છે. રણબીર પોતાની પ્રોફેશનલ લાઈફ ઉપરાંત તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રણબીર વિશે કહેવામાં આવે છે કે તે જેટલી સારી મિત્રતા નિભાવે છે, તેટલી જ તાકાતથી દુશ્મની પણ રાખે છે. જ્યારે કોઈ એક વખત રણબીરના દિલમાંથી ઉતરી જાય છે, તો તે બીજી વખત તેને ભાવ નથી આપતા. તે પોતાના દુશ્મનોનો ચહેરો જોવો પણ પસંદ નથી કરતા. રણબીરના જીવનમાં ઘણા દુશ્મનો છે, જેમાંથી કેટલાક સાથે તો તે આજે પણ વેર રાખે છે. તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કોણ કોણ શામેલ છે.

ગોવિંદા: રણબીર જ્યારે ગોવિંદા સાથે જગ્ગા જાસૂસ ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે બંનેનો સંબંધ બગડી ગયો હતો. જોકે પછી રણબીરને ગોવિંદાની માફી માંગવી પડી હતી. હાલમાં બંનેના સંબંધ સામાન્ય છે.

અનુરાગ બાસુ: જગ્ગા જાસૂસ ફિલ્મ દરમિયાન જ રણબીરનો ફિલ્મ ડિરેક્ટર અનુરાગ બાસુ સાથે ઝઘડો થયો હતો. ખરેખર ફિલ્મને રિલીઝ થવામાં ખૂબ સમય લાગી રહ્યો હતો. આ વાતથી રણબીર અનુરાગ પર ખૂબ ગુસ્સે થયો હતો. બંનેના ઝઘડાના સમાચાર મીડિયામાં પણ ખૂબ ઉછળ્યા હતા.

સંજય લીલા ભણસાલી: પ્રખ્યાત ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી અને રણબીર કપૂર વચ્ચે પણ ઘણા લાંબા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યું છે. તાજેતરમાં સંજયે પોતાની આગામી ફિલ્મ બૈજુ બાવરા માટે રણબીરનો સંપર્ક કર્યો હતો. પરંતુ રણબીરે આ ફિલ્મમાં કામ કરવાની સ્પષ્ટ મનાઈ કરી હતી.

રણવીર સિંહ: બોલિવૂડમાં રણવીર સિંહ અને રણબીર કપૂર બંને એકબીજાના સૌથી મોટા કોમ્પટીશન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નંબર 1 પર આવવાની આ રેસમાં બંને વચ્ચે કોલ્ડ વોર ચાલતું રહે છે. જોકે બંને પબ્લિકલી આ વાતને ખુલીને શો નથી કરતા. તે એ બતાવવાના પ્રયત્નો કરે છે કે તેમની વચ્ચે બધું સામાન્ય છે.

કેટરિના કૈફ: એક સમય હતો જ્યારે રણબીર કપૂર અને કેટરિના કૈફ રિલેશનશિપમાં હતા. દરેકને લાગતું હતું કે બંને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. બંનેના મતભેદનું એક કારણ એ પણ હતું કે કેટરિના રણબીર સાથે ફિલ્મ જગ્ગા જાસૂસને પ્રમોટ કરવા ઈચ્છતી ન હતી.

ઋષિ કપૂર: આ નામ સાંભળીને તમને ખૂબ આશ્ચર્ય થયું હશે. પરંતુ આ સત્ય છે. એક સમય એવો પણ હતો જ્યારે રણબીર પોતાના પિતા ઋષિ કપૂરને પોતાના જીવનનો સૌથી મોટો વિલન માનતો હતો. આ વાત ત્યારની છે જ્યારે રણબીરની માતા નીતૂ કપૂર અને પિતા ઋષિ કપૂર વચ્ચે કડવાશ આવી ગઈ હતી. જોકે પછી તેમનો સંબંધ સારો થઈ ગયો.

સલમાન ખાન: સલમાન ખાન અને રણબીર કપૂર વચ્ચે દુશ્મનીનું સૌથી મોટું કારણ કેટરિના કૈફ છે. પહેલા સલમાન કેટરીનાને ડેટ કરતો હતો, પરંતુ પછી રણબીરે તેને છીનવી લીધી. કહેવાય છે કે એક વખત સલમાને રણબીરને થપ્પડ પણ મારી હતી.