વર્ષો પહેલા છુટાછેડા લઈને સંબંધ સમાપ્ત કરી ચુક્યા છે આ 5 સ્ટાર્સ, પરંતુ આજે પણ સાથે જોવા મળે છે, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જે છૂટાછેડા લઈ ચુક્યા છે, પરંતુ છતા પણ વિશેષ પ્રસંગો પર સાથે જોવા મળે છે. તેનું કારણ છે તેમના બાળકો. તેઓ ઘણીવાર તેમના બાળકોને સારા સંસ્કાર આપવા માટે સાથે જોવા મળે છે. તો ચાલો આજે તમને આવા જ કેટલાક છુટાછેડા લીધેલા સ્ટાર્સ વિશે જણાવીએ.

રિતિક રોશન અને સુઝૈન ખાન: બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશને વર્ષ 2000 માં અભિનેતા સંજય ખાનની પુત્રી સુઝૈન ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને બે પુત્ર રિહાન અને ઋદાનના માતા-પિતા બન્યા. કપલના વર્ષ 2014 માં છુટાછેડા થઈ ગયા, જોકે આજે પણ બંને મિત્રતાનો સંબંધ ધરાવે છે. ઘણીવાર રિતિક રોશન અને સુઝૈન ખાન એક સાથે પુત્રો માટે જોવા મળે છે. કેટલીકવાર બંને પિકનિક પર, તો ક્યારેક વેકેશન પર અને ક્યારેક આઉટિંગ પર સાથે જોવા મળે છે.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન: મલાઇકા અરોરા અને અરબાઝ ખાન વર્ષ 1998 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ પહેલા બંને કલાકારોએ એક બીજાને ડેટ કરી હતી. બંનેએ લગ્ન પછી સાથે લગભગ 19 વર્ષ પસાર કર્યા. વર્ષ 2017 માં મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈને સંબંધ સમાપ્ત કર્યો હતો. બંને પુત્ર અરહાનના માતા-પિતા છે. મલાઇકા તેના પુત્ર સાથે રહે છે, જોકે અરબાઝ ઘણી વાર તેના પુત્રને મળતા રહે છે.

આમિર ખાન અને રીના દત્તા: બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાને બે લગ્ન કર્યા છે. આજે તેની પત્ની કિરણ રાવ છે જેની સાથે તેમણે વર્ષ 2005 માં લગ્ન કર્યા હતા. આ પહેલા અભિનેતાએ વર્ષ 1986 માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંને બે બાળકો આયરા ખાન અને જુનેદ ખાનના માતા-પિતા બન્યા હતા. વર્ષ 2002 માં બંનેના છૂટાછેડા થયા હતા. બાળકોની કસ્ટડી રીનાને મળી હતી.પરંતુ બાળકો માટે રીના અને આમિર ઘણીવખત સાથે જોવા મળે છે.

ફરહાન અખ્તર અને અધુના: ફરહાન અખ્તરે વર્ષ 2000 માં અધુના સાથે લગ્ન કર્યા. બંનેએ લગભગ 16 વર્ષ સાથે પસાર કર્યા. ફરહાન અને અધુના બે પુત્રીના માતાપિતા બન્યા. લગ્નના 16 વર્ષ પછી, તેમના સંબંધ વર્ષ 2017 માં છૂટાછેડા સાથે સમાપ્ત થયા. છૂટાછેડા પછી પુત્રીઓની કસ્ટડી અધુનાને મળી હતી. જોકે ફરહાન પણ તેની પુત્રીઓથી દૂર નથી. તેની પૂર્વ પત્ની સાથે મળીને પુત્રીઓના કો-પેરેંટિંગમાં સંપૂર્ણ સાથ આપે છે. જણાવી દઈએ કે છૂટાછેડા પછી ફરહાન અભિનેત્રી શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે.

અર્જુન રામપાલ અને મેહર જેસીયા: જાણીતા અભિનેતા અર્જુન રામપાલે 1998 માં પૂર્વ મિસ ઇન્ડિયા અને સુપરમોડલ મેહર જેસિયા સાથે સાત ફેરા લીધા હતા. બંને બે પુત્રીના માતાપિતા બન્યા. પરંતુ 21 વર્ષ જુના આ લગ્ન વર્ષ 2019 માં તૂટી ગયા હતા. બંનેએ વર્ષ 2018 માં પરસ્પર સંમતિ સાથે અલગ થવાની ઘોષણા કરી હતી. વર્ષ 2019 માં બાન્દ્રા ફેમિલી કોર્ટથી તેને છૂટાછેડા મળી ગયા હતા. પરંતુ આજે પણ બંને તેમની પુત્રીઓની કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે. હાલમાં અર્જુન ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે રિલેશનમાં છે. લગ્ન કર્યા વગર બંને એક પુત્રના માતા પિતા બની ચુક્યા છે.