ખૂબ જ અસરકારક છે ઈલાયચીના આ ઉપાય, તેને કરવાથી માતા લક્ષમીના આશીર્વાદ વરસે છે તમારા ઘર પર

ધાર્મિક

નાની એલચીનો ઉપયોગ ઘણી પ્રકારની વાનગીઓમાં થાય છે અને ભોજનમાં તેને નાખવાથી ભોજનનો સ્વાદ વધે છે. ઘણા લોકો દૂધમાં પણ નાની એલચી નાખે છે. એલચીનો ઉપયોગ ભોજન ઉપરાંત ખાવા-પીવામાં પણ કરવામાં આવે છે. એલચીને પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને પૂજા દરમિયાન ભગવાનને પણ ચળાવામાં આવે છે. એલચીનો ઉપયોગ કરીને તમારું નસીબ પણ ચમકાવી શકાય છે. લાલ કિતાબમાં એલચી સાથે જોડાયેલા ઉપાય જણાવવમાં આવ્યા છે, જેને કરવાથી તમારું નસીબ જાગી જાય છે અને જે તમે મેળવવા ઈચ્છો છો તે તમને મળે છે. તેથી લાલ કિતાબમાં જણાવેલા એલચીના આ ઉપાય જરૂર કરો.

નોકરીમાં પ્રમોશન માટે: નોકરીમાં પ્રમોશન મેળવવા માટે, એલચીનો આ ઉપાય કરો. એલચીના આ ઉપાય હેઠળ પીળા કપડાની અંદર એલચીને બાંધી લો અને આ કપડાને રાત્રે સૂતી વખતે તમારા ઓશીકા નીચે રાખો. આ એલચીને સવારે પીપળાના ઝાડની નીચે રાખો. એલચીનો આ ઉપાય કરવાથી પ્રમોશન મળવામાં જે પણ સમસ્યા આવી રહિ છે તે દૂર થઈ જશે અને સરળતાથી તમને પ્રમોશન મળી જશે.

ધન લાભ માટે: દરેક વ્યક્તિન જીવનમાં વધુ પૈસા કમાવવા ઈચ્છે છે અને પૈસા કમાવવા માટે રાત-દિવસ મહેનત કરે છે. ઘણા લોકો પૈસા મેળવવા માટે ટોટકાનો સહારો લે છે. ટોટકાની મદદથી પૈસા મેળવવામાં જે સમસ્યા આવી રહી છે તે દૂર થઈ શકે છે અને સરળતાથી તમે અમીર બની શકો છો. પૈસા મેળવવા માટે તમે માત્ર 5 એલચી તમારા પર્સમાં રાખી દો. આ ઉપાય કરવાથી પૈસા સાથે જોડાયેલી સામ્સ્યા સમાપ્ત થઈ જશે.

સુંદર જીવનસાથી મેળવવા માટે: જે લોકો સાચા અને સુંદર જીવનસાથીની શોધમાં છે તે લોકોએ એલચીનો આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવાથી, તમને સાચો અને સુંદર જીવનસાથી મળશે. આ ઉપાય હેઠળ સોમવારે પીળું કાપડ લો અને તેમાં 5 એલચી ઉમેરો. આ કપડામાં 21 રૂપિયા રાખીને આ કાપડ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આ કરવાથી ટૂંક સમયમાં તમારા લગ્ન થઈ જશે અને તમને સાચો અને સુંદર જીવનસાથી મળશે.

સારા ગુણ મેળવવા માટે: પેપરમાં સારા ગુણ મેળવવા માટે અભ્યાસની સાથે સાથે લાલ કીતાબમાં જણાવેલ આ ઉપાય કરો. સારા ગુણ મેળવવા માટે સરસ્વતીના માતાના ચરણોમાં બે એલચી મૂકીને માતાની પૂજા કરો. પૂજા કર્યા પછી દૂધમાં એલચી નાખીને આ દૂધ ગરમ કરો અને આ દૂધ પીવો. આ કરવાથી, તમને પેપરમાં સારા ગુણ મળશે.