પરિવર સાથે આ લક્ઝુરિયસ ઘરમાં રહે છે એકતા કપૂર, જુવો તેમના લક્ઝુરિયસ ઘરની અંદરની ઝલક

Uncategorized

ટીવી ઇન્ડસ્ટ્રીની ક્વીન કહેવાતી એકતા કપૂર આજે 46 વર્ષની થઈ ગઈ છે. 7 જૂન 1975 ના રોજ એકતાનો જન્મ દિગ્ગઝ અભિનેતા જીતેન્દ્ર અને શોભા કપૂરના ઘરે થયો હતો. એકતા કપૂર બોલિવૂડના જાણીતા અભિનેતા તુષાર કપૂરની મોટી બહેન છે. એકતા લગભગ 20 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

46 વર્ષની થઈ ચૂકેલી એકતા કપૂર તેના પિતા જીતેન્દ્ર, માતા શોભા કપૂર, ભાઈ તુષાર કપૂર, ભત્રીજા લક્ષ્યા અને પુત્ર રવિ કપૂર સાથે મુંબઇના એક લક્ઝરી ઘરમાં રહે છે. તેમના સુંદર બંગલાનું નામ કૃષ્ણા છે, જ્યારે તેને પ્રેમ મિલન ના નામથી પણ ઓળખવામાં આવે છે. ચાલો આજે તમને એકતા કપૂરના સુંદર બંગલાની મુસાફરી કરાવીએ.

એકતાનો બંગલો અંદર અને બહાર બંને બાજુથી ખૂબ જ સુંદર દેખાય છે. આ તસવીરમાં ઘરનો ડાઈનિંગ એરિયા જોવા મળી રહ્યો છે. એકતાના ઘરનું ઈંટીરિયર ખૂબ જ સુંદર છે.

આ તસવીર જોવાથી લાગે છે કે, કદાચ આ તસવીર એકતાના બેડરૂમની હોઈ શકે. બેડ પર એકતા કપૂરનો ભત્રીજો લક્ષ્ય (તુષાર કપૂરનો પુત્ર) બેઠેલો છે. એકતાએ તેના ઘરની સજાવટ માટે સફેદ રંગનો વધુ ઉપયોગ કર્યો છે. સાથે જ ઘરની દિવાલોને પણ સફેદ રંગથી સજાવવામાં આવી છે.

એકતાના સંપૂર્ણ પરિવારને ભગવાન અને પોતાના ધર્મમાં ઉંડી શ્રદ્ધા છે. એકતા કપૂર ખૂબ જ ધાર્મિક છે. એકતાના ઘરમાં ગણેશજીનું ખૂબ ભવ્ય અને સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે દર વર્ષે ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ તસવીર તે સમયની છે. જેમાં તુષાર કપૂર અને જીતેન્દ્ર ભગવાન શ્રી ગણેશની ભક્તિમાં ડૂબેલા જોઇ શકાય છે.

જણાવી દઈએ કે એકતા દર શનિવારે શનિ મંદિર જાય છે અને દાન પુણ્યનું કાર્ય કરે છે. એકતા કપૂર તેના પરિવારની ખૂબ નજીક છે. એકતા તેના પરિવાર સાથે મળીને બધા તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે. એકતા કપૂર ન્યુમેરોલોજીમાં પણ ખૂબ વિશ્વાસ રાખે છે. તેણે તેની હેઠળ વર્ષ 2003 માં વીંટી પહેરવાનું શરૂ કર્યું હતું અને તે બ્રેસલેટ પણ પહેરે છે.

એક બોલીવુડ ફિલ્મને પ્રોડ્યૂસ કરી ચુકેલી એકતાએ પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત ‘માનો યા ના માનો’ સિરિયલથી કરી હતી. તે અત્યાર સુધીમાં 130 થી વધુ સિરીયલોને પ્રોડ્યૂસ કરી ચુકી છે. જેમાં મુખ્યત્વે ‘હમ પંચ’, ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર ઘર કી’, ‘કહિં કિસી રોઝ’, ‘કસૌટી જિંદગી કી’, ‘કહીં તો હોગા’, ‘કસમ સે’, ‘પવિત્ર સંબંધ’, ‘બડે અચ્છે લગતે હૈ’, ‘યે હૈ મોહબ્બતેં’, ‘જોધા અકબર’, ‘નાગીન’, ‘કુમકુમ ભાગ્ય’ અને ‘કુંડલી ભાગ્ય’ શામેલ છે.

46 વર્ષની ઉંમરમાં પણ કુંવારી, પરંતુ એક પુત્રની માતા: એક ઈન્ટરવ્યૂમાં એકતાએ કહ્યું હતું કે, “સૌથી મોટી સાઈડ ઈફેક્ટ એ છે કે તે લોકોને ધીરજહીન બનાવે છે. મને લાગે છે કે મારામાં ધીરજનો ખૂબ અભાવ છે તેથી મેં લગ્ન નથી કર્યા. જો તમને સુખી લગ્ન જીવન જોઈએ છે, તો તમારે ધીરજ રાખવી પડશે.” પરંતુ વર્ષ 2019 માં તે સરોગસી દ્વારા પુત્ર રવિ કપૂરની માતા બની હતી.