ફિલ્મ મેકર અને નિર્દેશક કરણ જોહર અને એકતા કપૂર બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. જ્યારે કરણ જોહરે ઘણી સુંદર ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું છે, તો એકતા કપૂરે ઘણી ટીવી સિરિયલો બનાવી છે. તેને ટીવીની ક્વીન પણ કહેવામાં આવે છે.
જણાવી દઈએ કે એકતા કપૂર અને કરણ જોહર બંને પોતપોતાના ક્ષેત્રમાં માસ્ટર છે. બંને સ્ટાર કિડ્સ છે અને બંને ખૂબ જ લોકપ્રિય બની ગયા છે. સાથે જ બંનેમાં એક વાત કોમન છે કે બંને બેચલર છે. આ ઉપરાંત બંને લગ્ન વગર માતા-પિતા પણ બની ચુક્યા છે.
નોંધપાત્ર છે કે કરણ જોહર 50 વર્ષના થઈ ચુક્યા છે, જો કે તે આ ઉંમરમાં પણ કુંવારા છે, સાથે જ 47 વર્ષની ઉંમરને પાર કરી ચૂકેલી એકતા કપૂર પણ કુંવારી છે. પરંતુ તમને જણાવી દઈએ કે બંનેએ ઘણી વખત એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કરણ જોહરે જાહેરમાં એકતા કપૂર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
કહેવાય છે કે એક સમયે કરણ અને એકતા રિલેશનશિપમાં હતા. બંને કલાકારો ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંને દુનિયાની સામે આવીને આ વાતનો સ્વીકાર કરી ચુક્યા છે, બંને એકબીજાના ખૂબ જ નજીકના મિત્રો છે. આ ઉપરાંત એવા પણ સમાચાર આવ્યા છે કે બંને રિલેશનશિપમાં પણ છે. બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા છે.
કરણ જોહર અને એકતા કપૂર એકબીજા સાથે લગ્ન કરવાની વાત પણ કહી ચુક્યા છે. તેમણે માન્યું હતું કે તે બંને એકબીજા માટે બનેલા છે અને એક બીજા માટે યોગ્ય છે. સાથે જ એક વખત પોતાના એક ઇન્ટરવ્યુમાં કરણે એકતા માટે કહ્યું હતું કે જો એકતા કપૂર અને મને બીજું કોઈ ન મળ્યું હોત, તો અમે બંનેએ લગ્ન કરી લીધાં હોત.
એક સમયે કરણ અને એકતા એકબીજાના સારા મિત્રો હતા. બંનેનો સંબંધ ખૂબ જ મજબૂત હતો પરંતુ પછી અચાનક જ બંને અલગ થઈ ગયા. આવું શા માટે થયું તેની પાછળનું કારણ બહાર આવી શક્યું નથી. જોકે આજે પણ બંને વચ્ચે સારો સંબંધ છે. તાજેતરમાં જ એકતા કરણના 50માં જન્મદિવસની ગ્રાન્ડ પાર્ટીમાં પણ શામેલ થઈ હતી.
નોંધપાત્ર વાત એ છે કે, એકતા કપૂર અને કરણ લગ્ન વગર જ માતા-પિતા બની ચુક્યા છે. કરણ સરોગસી દ્વારા પિતા બન્યા છે. તેમને બે બાળકો છે, એકનું નામ રૂહી જોહર અને એકનું નામ યશ જોહર.
સાથે જ એકતા કપૂરની વાત કરીએ તો એકતા કપૂર પણ લગ્ન કર્યા વગર જ માતા બની ગઈ છે. 47 વર્ષની થઈ ચુકેલી એકતા 43 વર્ષની ઉંમરમાં માતા બની હતી. એકતાના પુત્રનું નામ રવિ કપૂર છે. રવિનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.