ટીવી ક્વીન એકતા કપૂર છે આટલા અધધધ કરોડની સંપત્તિની માલિક, મોંઘી ગાડી અને બંગલા ઉપરાંત આ ચીજનો પણ છે શોખ

બોલિવુડ

7 જૂન, 1975ના રોજ મુંબઈમાં બોલિવૂડ સ્ટાર જિતેન્દ્રના ઘરે જન્મેલી એકતા કપૂરને ટીવીની ક્વીન કહેવામાં આવે છે. એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સની સર્વેસર્વા છે અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં જ એકતા કપૂરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પિતા જિતેન્દ્ર બોલિવૂડના મોટા સ્ટાર છે પરંતુ તેમણે પોતાની કારકિર્દી માટે નાનો પડદો પસંદ કર્યો. તેના પ્રોડક્શનમાં બનેલા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર ઘર કી’, ‘કસૌટી જિંદગી કી’ જેવા શોને જબરદસ્ત સફળતા મળી.

કરોડોનો બંગલામાં રહે છે એકતા કપૂર: એકતાએ પડદા પર સાસુ-વહુના સંબંધો અને ઘર-ઘરની સ્ટોરીઓને એવો લુક આપ્યો કે કોઈ ભૂલી ન શકે. આ પ્રકારની સિરિયલો બનાવીને એકતા ટીવીની કવીન બની અને કરોડોની સંપત્તિની માલિક બની ગઈ. એક રિપોર્ટનું માનીએ તો એકતા લગભગ 13 મિલિયન ડોલર એટલે કે 100 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. એકતા પોતાના માતા-પિતા સાથે જુહુમાં આવેલા ‘ક્રિષ્ના બંગલો’માં રહે છે.

આટલું જ નહીં, એકતા કપૂરે 2012માં મુંબઈમાં જ એક લક્ઝરી ઘર ખરીદ્યું હતું. આ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની કિંમત લગભગ 6.5 કરોડ રૂપિયા છે. જોકે એકતા આજે પણ તેના પિતા જીતેન્દ્ર અને માતા શોભા સાથે ‘ક્રિષ્નો બંગલો’માં રહે છે. આ બંગલાનું નામ ‘પ્રેમ મિલન’ પણ છે. આ બંગલો મુંબઈના ગુલમોહર એક્સ રોડ-5 જુહુમાં આવેલો છે.

બ્રાંડેડ ગાડીઓની શોખીન છે એકતા: એકતા કપૂરના શો પર સેટ જેટલા સુંદર હોય છે તેનાથી ઘણું વધારે સુંદર તેનું ઘર છે. ‘પ્રેમ મિલન’નું ઈન્ટિરિયર એટલું સુંદર છે કે જોનારા લોકો જોતા જ રહી જાય છે. બંગલામાં ગણેશજીનું એક મંદિર પણ છે. એકતા કપૂરના ઘરે ગણેશ ચતુર્થીએ ખૂબ જ મોટી પૂજા કરવામાં આવે છે અને આ પૂજામાં ઘણા સ્ટાર્સ શામેલ થાય છે. આ બંગલાની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે.

ઘર ઉપરાંત એકતાને કારનો પણ શોખ છે. તેમની પાસે 4 બ્રાન્ડના લક્ઝરી વાહનો છે. તેમાં મર્સિડીઝ, ઓડી, BMW અને ફોર્ડની કાર શામેલ છે. આ કારની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા આસપાસ છે. એકતા કપૂરનું ઘર જેટલું સુંદર છે તેટલી જ સુંદર તેની ઓફિસ છે.

એકતાની બાલાજી ટેલિફિલ્મ્સની ઓફિસ અંધેરીમાં આવેલી છે. ઓફિસમાં એન્ટ્રીમાં જ ગણેશ મંદિર છે. સીડીઓથી ઉપર જતાની સાથે જ ઓફિસની દિવાલ પર તિરુપતિ બાલાજીની તસવીર જોવા મળે છે. એકતા કપૂરને હનુમાનજી અને ગણેશજીમાં સૌથી વધુ શ્રદ્ધા છે. એકતા કપૂરની ઓફિસની અંદર એકતાની કેબિનની પાસે ગણેશજીનું મંદિર પણ છે. આ ઉપરાંત ઓફિસમાં એક મેમરી વોલ છે અને તેમના મિત્રોની સુંદર યાદોથી ભરેલી તસવીરો છે. એવોર્ડ્સ અને ટ્રોફી માટે પણ અલગ જગ્યા છે.

ફિલ્મો અને સિરિયલોથી કર્યું પડદા પર રાજ: એકતા કપૂર જ્યોતિષમાં પણ માને છે. તેની દરેક સિરિયલો પણ આ જ કારણસર ‘K’ થી શરૂ થાય છે. જોકે, ‘પવિત્ર રિશ્તા’ સાથે તેણે પોતાનો મુદ્દો થોડો બદલ્યો હતો. એકતા કપૂર 27 જાન્યુઆરી 2018ના રોજ સરોગસી દ્વારા એક પુત્રની માતા બની હતી. તેણે પોતાના પુત્રનું નામ પણ જ્યોતિષની સલાહ પછી રવિ રાખ્યું હતું. જોકે, જ્યોતિષે કહ્યું કે તેના નામમાં અંગ્રેજી ‘ઇ’ શબ્દ હોવો જરૂરી છે. ત્યાર પછી તેણે પુત્રનું નામ રવિ રાખ્યું.

ટીવી પર રાજ કરતી એકતા કપૂરે ફિલ્મોમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. એકતાએ ધ ડર્ટી પિક્ચર, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, શૂટ આઉટ એટ લોખંડવાલા, રાગિની એમએમએસ, ક્યા કૂલ હૈ હમ, લુટેરા અને ક્યા સુપર કૂલ હૈ હમ જેવી ફિલ્મો બનાવી છે જે પડદા પર હિટ પણ સાબિત થઈ છે. સાથે જ એકતા કપૂરે ટીવી પર ક્યોંકી સાસ ભી કભી બહુ થી, કસમ સે, કુમકુમ, બંદિની, બડે અચ્છે લગતે હૈં, યે હૈ મોહબ્બતેં જેવા પ્રસિદ્ધ શો બનાવ્યા જેને તેને નાના પડદાની રાણી બનાવી.