એશ્વર્યાના મોબાઈલ વોલપેપરમાં છે આ ખાસ વ્યક્તિની તસવીર, એયરપોર્ટ પરથી સામે આવ્યો વીડિયો, વીડિયોમાં જુવો એશ્વર્યાના મોબાઈલ વોલપેપર પર કોની તસવીર છે

બોલિવુડ

એશ્વર્યા રાય બચ્ચન આ નામ હિન્દી સિનેમામાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલું છે. એશ્વર્યા પહેલા વિશ્વ સુંદર હતી અને પછી થોડા વર્ષો પછી તેણે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. એશ્વર્યાએ પોતાની કારકિર્દીમાં ઘણું બધું મેળવ્યું છે. દેશ અને દુનિયામાં તેણે કરોડો ચાહકો બનાવ્યા છે અને અત્યારે પણ તેના જલવા અકબંધ છે.

એશ્વર્યા રાયની ગણતરી હિન્દી સિનેમાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે. સાથે જ તે હિન્દી સિનેમા ઇતિહાસની સૌથી સુંદર અભિનેત્રી પણ માનવામાં આવે છે. એશ્વર્યાને પ્રેમ કરનારા લોકોની કોઈ કમી નથી. તે જ્યાં પણ જાય છે, ચાહકો તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.

અવારનવાર સેલેબ્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળે છે. તાજેતરમાં જ એશ્વર્યા પણ એરપોર્ટ પર જોવા મળી હતી. તેના આ લુક પર ચાહકો ફિદા થઈ ગયા. સૌથી ખાસ વાત એ હતી કે એશ્વર્યા રાયે માંગમાં પતિ અભિષેક બચ્ચનના નામનું સિંદૂર લગાવ્યું હતું અને આંખો પર કાળા ચશ્મા લગાવ્યા હતા.

એશ્વર્યાના આ લુકે ચાહકોનું દિલ જીતી લીધું. એશ્વર્યાની આ સ્ટાઈલ જોઈને દરેક તેના દિવાના થઈ ગયા. શુક્રવારે 23 સપ્ટેમ્બરે એશ્વર્યા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં તે પોતાની અદ્દભુત સ્ટાઈલથી ધૂમ મચાવી રહી હતી. તેણે વ્હાઈટ કલરનું લાંબુ ઝેકેટ અને બ્લેક કલરનું ટ્રાઉઝર પહેર્યું હતું.

ચાહકોનું સૌથી વધુ ધ્યાન તેની માંગમાં ભરેલા સિંદૂર એ ખેંચ્યું. આ વખતે એશ્વર્યાની માંગ સૂની ન હતી. તેની માંગમાં સિંદૂર હતું. જેને જોઈને ચાહકોએ તેની ખૂબ પ્રસંશા કરી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રી પર સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એશ્વર્યાનો આ વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે એશ્વર્યાની માંગમાં સિંદૂર છે. પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એશ્વર્યાનો વીડિયો શેર કર્યો છે. તેને જોયા પછી ચાહકો ખૂબ જ કમેંટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

એશ્વર્યાના વીડિયોને 27 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સાથે જ ચાહકોએ ખૂબ કોમેન્ટ પણ કરી. એક યુઝરે લખ્યું કે, “જ્યારે તેણે પાછળ વળીને જોયું તો મન બહલી રહ્યું હતું”. એકે લખ્યુંકે, ‘પ્રખ્યાત અભિનેત્રી’. એક એશ્વર્યાને ‘ક્વીન’ જણાવી. સાથે જ એક ચાહકે એશ્વર્યા માટે લખ્યું કે, “આ વાસ્તવિક સુંદરતા છે”. સાથે જ એક વ્યક્તિએ એશ્વર્યાના ફોનના કવરને જોતા લખ્યું કે, ‘તેનું મોબાઈલ વોલપેપર #araadhyabachchan’.

વાત એશ્વર્યાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એશ્વર્યાની આગામી ફિલ્મ ‘પોનીયિન સેલ્વન’ છે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું. આ ફિલ્મ 500 કરોડમાં બની છે. તેની મદદથી એશ્વર્યા મોટા પડદા પર કમબેક કરી રહી છે. મણિરત્નમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. એશ્વર્યા તેની મેગા બજેટ ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે ચિયાન વિક્રમ, કાર્થી, જયમ રવિ, શોભિતા ધુલીપાલા અને પ્રકાશ રાજ જોવા મળશે.