મહાલક્ષ્મીના આ આઠ સ્વરૂપની પૂજા કરવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ, ક્યારેય નહિં આવે પૈસાની અછત

ધાર્મિક

સારું જીવન જીવવા માટે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે લોકો માતા લક્ષ્મીની પૂજા કરે છે. માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે અને આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ધન લાભ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે લક્ષ્મીજીનું માત્ર એક જ રૂપ નથી પરંતુ માતા લક્ષ્મીના અન્ય સ્વરૂપો પણ છે જેના વિશે ભાગ્યે જ તમે જાણતા હશો. માતા લક્ષ્મીના અન્ય સ્વરૂપોથી ધનની સાથે ખ્યાતિ, આરોગ્ય, ઉંમર વગેરે મળે છે. માતા લક્ષ્મીના અષ્ટલક્ષ્મી સ્વરૂપોની પૂજા કરવાથી મનુષ્યની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદથી ધન અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ લક્ષ્મી દેવીના અન્ય આઠ સ્વરૂપો વિશે.

ધનલક્ષ્મી: લક્ષ્મીજી આઠ સ્વરૂપોમાંથી એક અને પ્રથમ છે દેવી ધનલક્ષ્મી. એવું માનવામાં આવે છે કે માતાના આ સ્વરૂપની પૂજા-અર્ચના કરવાથી સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. સાથે જ તેમની પૂજાથી દેવું અને બધી આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. દેવી ધનલક્ષ્મીની પૂજા માટે ‘ૐ ધનલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

યશલક્ષ્મી: લક્ષ્મી માતાનું બીજું સ્વરૂપ છે યશલક્ષ્મી. તેની પૂજા કરવાથી તમને માન-સન્માન, કીર્તિ, મહિમા મળે છે. એવું માનવામાં આવે છે કે માતા યશલક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોમાં નમ્રતાનો ગુણ આવે છે અને તેમના શત્રુઓનો નાશ થાય છે. માતા યશલક્ષ્મીની પૂજા કરવા માટે ‘ૐ યશલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

આયુલક્ષ્મી: માતા લક્ષ્મીનું ત્રીજું સ્વરૂપ છે આયુલક્ષ્મી, આયુલક્ષ્મી માતાની પૂજા ભક્તો તેમના લાંબા આયુષ્ય માટે કરે છે. આયુલક્ષ્મી માતાની પૂજા કરવાથી ભક્તોને શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મળે છે. આયુલક્ષ્મી માતાની પૂજા કરવા માટે ‘ૐ આયુલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

વાહનલક્ષ્મી: લક્ષ્મી માતાનું ચોથું સ્વરૂપ છે વાહનલક્ષ્મી, એવું માનવામાં આવે છે કે જે વાહનની ઇચ્છા રાખતા ભક્તો એ માતા લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે વાહનલક્ષ્મી માતાની પૂજા કરવાથી શ્રેષ્ઠ અને ઇચ્છિત વાહન મળે છે. વાહનલક્ષ્મી માતાની પૂજા કરવા માટે ‘ૐ વાહનલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

સ્થિરલક્ષ્મી: માતા દેવી લક્ષ્મીનું પાંચમું સ્વરૂપ છે સ્થિરલક્ષ્મી, એવું માનવામાં આવે છે કે સ્થિરલક્ષ્મી માતાની પૂજા કરવાથી ઘરમાં હંમેશાં હુખ-સમૃદ્ધિ બની રહે છે. સ્થિરલક્ષ્મી માતાની પૂજા કરવા માટે ‘ૐ સ્થિરલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

સત્યલક્ષ્મી: માતા માતા લક્ષ્મીનું છઠ્ઠું સ્વરૂપ છે સત્યલક્ષ્મી, એવું માનવામાં આવે છે કે સુંદર અને સુશીલ પત્નીની ઇચ્છા રાખનાત વ્યક્તિએ માતા સત્યલક્ષ્મીની પૂજા કરવી જોઈએ. સત્યલક્ષ્મી માતાની પૂજા કરવા માટે ‘ૐ સત્યલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

સંતાનલક્ષ્મી: માતા લક્ષ્મીનું સાતમું સ્વરૂપ છે સંતાનલક્ષ્મી, તેની પૂજા કરવાથી સારા, સ્વસ્થ અને સુંદર બાળકોની પ્રાપ્તિ થાય છે. સંતાનલક્ષ્મી માતાની પૂજા કરવા માટે ‘ૐ સંતાનલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

ગૃહલક્ષ્મી: માતા લક્ષ્મીનું આઠમું સ્વરૂપ છે ગૃહલક્ષ્મી, તેમની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ગૃહસ્થની સમસ્યા નથી આવતી અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. ગૃહલક્ષ્મી માતાની પૂજા કરવા માટે ‘ૐ ગૃહલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.