દૂધના આ ટોટકા છે ખૂબ જ અસરકારક, તેની મદદથી દૂર થઈ જશે પૈસાની અછત

ધાર્મિક

આજે અમે તમને દૂધના કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેને કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે. લાલ કિતાબમાં જણાવેલા દૂધના આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને તેને કરવા ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ દૂધના ઉપાય વિશે.

ગ્રહને શાંત રાખવા માટે: ગ્રહોને શાંત રાખવા માટે દૂધનો આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ એક વાસણમાં દૂધ ભરો અને તેમાં કાળા તલ નાખો. ત્યાર પછી આ દૂધ શિવલિંગ પર ચળાવો. આ ઉપાય કરવાથી કોઈપન પ્રકારની સમસ્યા ઉત્પન્ન થશે નહિં.

ખરાબ નજર થાય દૂર: ખરાબ નજર લાગે ત્યારે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધ તમારી પાસે રાખી દો. સવારે આ દૂધ પીપળાના ઝાડ પર ચળાવી દો. આ કરવાથી ખરાબ નજર દૂર થઈ જશે.

કાર્યમાં સફળતા મેળવવા માટે: કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે, દૂધ સાથે જોડાયેલો આ ઉપાય કરો. દર સોમવારે શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચળાવો. આ કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આવી જ રીતે જે લોકોના લગ્નમાં અવરોધ આવી રહ્યો છે. તે લોકો પણ દર સોમવારે શિવલિંગ પર દૂધ ચળવો. તેમના ટૂંક સમયમાં જ લગ્ન થઈ જશે.

બીમારીથી છુટકારો મેળવવા માટે: કોઈ પણ બિમારીથી છૂટકારો મેળવવા માટે રાતના સમયે શિવજીને કાચું દૂધ ચળાવો અને ઘીનો દીવો પ્રગટાવો. આ ઉપાય માત્ર સોમવારે જ કરો. સાથે જ રોજ ઓછામાં ઓછા 108 વખત ૐ ઝૂં સઃ ના જાપ કરો. આ કરવાથી બીમારીથી છુટકારો મળશે અને શરીર સ્વસ્થ થઈ જશે.

ધન લાભ મેળવવા માટે: ધન લાભ મેળવવા માટે ગુરુવારે પીપળના ઝાડ પર દૂધ ચળાવો. ગુરુવારે લોખંડના વાસણમાં દૂધ, જળ, મધ અને ચંદન લો. ત્યાર પછી આ જળ પીપળાના ઝાડ પર ચળાવો. આ જળ ચળાવતી વખતે લક્ષ્મીજીના નામના જાપ કરો. આ ઉપાય સતત સાત ગુરુવાર સુધી કરો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત નહિં આવે.

ચંદ્ર ગ્રહને શાંત રાખવા માટે: કુંડળીમાં ચંદ્ર ગ્રહ ખરાબ દિશામાં ચાલવાથી ત્વચાના રોગો થાય છે. જે લોકોની કુંડળીમાં ચંદ્રની દિશા યોગ્ય ચાલી રહી નથી, તે લોકોએ દૂધનો આ ઉપાય કરવો જોઈએ. શુક્રવારે દૂધનું દાન કરો અને આ દિવસે દૂધ ન પીવો. આ ઉપરાંત શુક્રવારે કુવાની અંદર દૂધ નાખો. આ કરવાથી ચંદ્ર ગ્રહ શાંત રહેશે અને આ ગ્રહ તમારા પર ખરાબ અસર કરશે નહીં. ખરેખર શુક્રવારનો દિવસ અને દૂધ ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલા માનવામાં આવે છે. તેથી આ દિવસે દૂધનું દાન કરવું શુભ માનવામાં આવે છે.