તમારી ફેવરિટ હીરોઈનનો અભ્યાસ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, નંબર 4 એ તો માત્ર 5 સુધી જ અભ્યાસ કર્યો છે

બોલિવુડ

બોલિવૂડની લાઈફ ચમક-ધમકથી ભરેલી હોય છે. ત્યાં બધું સારું લાગે છે. ઘણા લોકોને તેમને જોઈને તેમના જેવું બનવાનું મન થાય છે. જો તમે પણ તમારા ફેવરિટ અભિનેતા અથવા અભિનેત્રી જેવા બનવા ઈચ્છો છો, તો તમને જણાવી દઈએ કે તેઓ કેટલો અભ્યાસ કરીને તમારા ફેવરિટ બન્યા છે. આજે અમે તમને બોલિવૂડની કેટલીક પ્રખ્યાત અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જે રીતે આ અભિનેત્રીઓ મીડિયા સામે અને ઇન્ટરવ્યુમાં ફટાફટ અંગ્રેજી બોલે છે, તેમના ચાહકોને એવું લાગે છે કે તેમણે ખૂબ અભ્યાસ કર્યો હશે. તમને લાગતું હશે કે આ અભિનેત્રીઓ તો જાણે દુનિયાની સૌથી સુંદર સ્કૂલ અને કોલેઝ માંથી ડિગ્રી મેળવીને આવી છે. જોકે બોલીવુડ એક એવી ઈંડસ્ટ્રી છે જ્યાં તમારો અભ્યાસ અને ડિગ્રી કરતા વધારે તમારું ટેલેંટ મહત્વ ધરાવે છે.

દીપિકા પાદુકોણ: આ લિસ્ટમાં સૌથી પહેલા દીપિકા પાદુકોણનું નામ આવે છે. દીપિકા આજે સુપરસ્ટાર છે અને તેની હાજરીથી જ ફિલ્મ હિટ બની જાય છે. દીપિકાની સુંદરતા, ડાંસ અને એક્ટિંગના દુનિયાભરના દરેક લોકો દિવાના છે. દીપિકાની માતા ઈચ્છતી હતી કે તે પહેલા તેનો અભ્યાસ પૂર્ણ કરે અને ત્યાર પછી જ કંઈક કરે. એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ ખુલાસો કર્યો હતો કે તે એક દિવસ તેની માતાનું સ્વપ્ન જરૂર પૂર્ણ કરશે. હાલમાં દીપિકા પાદુકોણ ગ્રેજ્યુએટ પણ નથી.

કરિશ્મા કપૂર: કપૂર પરિવારની પહેલી ફીમેલ સ્ટાર કરિશ્મા કપૂરે પણ વધારે અભ્યાસ કર્યો નથી. આ લિસ્ટમાં તેમનું નામ જોઇને તમને આશ્ચર્ય થયું હશે, પરંતુ આ સાચું છે. તેનાથી વધુ આશ્ચર્ય તમને હવે થશે કારણ કે કરિશ્મા એ માત્ર 5 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. કરિશ્મા તેની ફિલ્મો અને કામ પ્રત્યે એટલી આક્રમક હતી કે તેમણે પોતાનો અભ્યાસ 5 પાસ કરીને છોડી દીધો હતો.

કંગના રનૌત: બોલિવૂડની વિવાદિત ક્વીન કંગના રનૌતની વાત કરીએ તો તે તેની બેબાક સ્ટાઈલ અને ટ્વિટ માટે જાણીતી છે. તેની ફેશન પણ આશ્ચર્યજનક છે. તે તેની ફિલ્મોની પસંદગી માટે પણ જાણીતી છે. કંગના તેની સ્કૂલમાં જ ફેઈલ થઈ હતી. તે 12 ફેઈલ છે. સ્કૂલમાં ફેઈલ થયા પછી, તે તેની કારકીર્દિ બનાવવા માટે મોટા શહેર મુંબઈ તરફ નીકળી. કંગનાએ ઘણી વાર જણાવ્યું છે કે તેને અંગ્રેજીને કારણે વારંવાર અપમાનનો સામનો કરવો પડ્યો છે. જો આજે આપણે કંગનાનું ઇન્ટરવ્યૂ જોઈએ, તો એવું નહિં લાગે તે 12 ફેઈલ છે.

સોનમ કપૂર: સોનમ કપૂર પણ દેશમાં એક ફેશન આઇકોન છે, તે પણ એક ફિલ્મ પરિવારમાંથી આવે છે. તેણે પણ અભ્યાસને જરૂરી ન સમજ્યો. મુંબઈના આર્ય વિદ્યા મંદિરથી 12 સુધીનું શિક્ષણ મેળવ્યા પછી, તેણે આગળના અભ્યાસ માટે એડમિશન તો લીધું, પરંતુ તે ક્યારેય કોલેજ ગઈ નહિં. તેણે તેનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો અને ફિલ્મોમાં કામ કરવા લાગી.

આલિયા ભટ્ટ: યુવાનોમાં આલિયા ભટ્ટનો મોટો ક્રેઝ છે. આલિયાએ ખૂબ જ નાની ઉંમરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આલિયાએ 12 પછી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. પછી સતત કામ મળવાના કારણે તે સ્કૂલ ન ગઈ.

રાખી સાવંત: ટીવીની ડ્રામા ક્વીન રાખી સાવંત પણ આ લિસ્ટમાં શામેલ છે. રાખી સાવંતે કોલેજ સુધી અભ્યાસ કર્યો છે. તે ઘણીવાર હેડલાઇન્સ હોય છે. રાખી સાવંતે મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડી હતી, જેમાં તેમણે તેની શૈક્ષણિક લાયકાત નિરક્ષર લખી હતી.

Leave a Reply

Your email address will not be published.