અખરોટ ખાવાથી દૂર થાય છે ગંભીર શારીરિક સમસ્યાઓ, જાણો કેવી રીતે અને ક્યારે કરવું તેનું સેવન

હેલ્થ

કોરોના કાળે ભલે વ્યક્તિને કંઈ શિખડાવ્યું હોય કે ન શીખડાવ્યું હોય. પરંતુ સ્વાસ્થ્યને લઈને આજ સુધીમાં દરેક સાવચેત થઈ ગયા છે. વ્યક્તિ ભલે ગરીબ-અમીર કોઈ પણ હોય, તે પોતાના સ્વાસ્થ્યને લઈને સાવચેત થઈ ગયા છે. જોકે અંગ્રેજી માં એક મોટી સારી કહેવત પણ છે, “હેલ્થ ઈઝ વેલ્થ.” તો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે અખરોટ નો ઉપયોગ દૂર ભગાવી શકે છે કેંસર જેવી ગંભીર બીમારી? જણાવી દઈએ કે અખરોટ ડ્રાઈ ફ્રુટ્સ ની શ્રેણીમાં આવે છે. જેને ‘વિટામિનનો રાજા’ કહેવામાં આવે છે.

અખરોટમાં મળતા તત્વોની વાત કરીએ તો તેમાં ફાયબર, હેલ્ધી ફેટ, વિટામિન અને મિનરલ્સ ભરપુર માત્રામાં જોવા મળે છે. જે માત્ર આપણું મગજ જ મજબૂત બનાવતા નથી, પરંતુ મેમરી માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત વાત કરીએ તો ક્યાંકને ક્યાંક અખરોટનું સેવન આખા માનવ શરીર માટે ફાયદાકારક છે. તેનું દરરોજ સેવન કરવાથી ઘણી બિમારીઓથી છુટકારો પણ મળે છે. માત્ર ધ્યાન એ રાખો કે તમે અખરોટનું પલાળીને સેવન કરો.

સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનીએ તો અખરોટમાં ઓમેગા -3 ફેટી એસિડ હોય છે, જે હૃદયને સ્વસ્થ બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા દિલને મજબૂત બનાવવા ઈચ્છો છો તો અખરોટનું સેવન જરૂર કરો. અહીં વિશેષ વાત એ છે કે અખરોટને પલાળીને તેનું સેવન કરવામાં આવે તો તે વધારે ફાયદાકારક છે. હવે સામાન્ય વ્યક્તિનો સવાલ હોઈ શકે છે કે દરરોજ કેટલા અખરોટ ખાઈ શકાય છે. તે મોંઘા મળે છે. આવી સ્થિતિમાં જણાવી દઈએ કે મોંઘા-સસ્તાની કોઈ વાત નથી હોતી, કારણ કે જો તમે સ્વસ્થ રહેશો તો જ મસ્ત રહેશો અને સામાન્ય રીતે 2 પલાળેલા અખરોટનું જ સેવન કરવું જોઈએ. પછી જુઓ કે તમારા સ્વાસ્થ્યમાં કેવી રીતે પરિવર્તન આવે છે. અખરોટમાંથી મળતા પોષક તત્વોમાં પ્રોટીન, ચરબી, ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ શામેલ છે. આટલું જ નહીં, તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર, ઓમેગા -3 ફેટી એસિડ્સ, મોનોનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક પણ છે. જે શરીરને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

અખરોટ કઈ કઈ બિમારીઓથી બચાવે છે: કેટલાક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે અખરોટનું સેવન કરવાથી સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થઈ શકે છે. અખરોટમાં “પોલિફેનોલ ઇલાગિટૈનિન્સ” હોય છે જે ઘણા પ્રકારના કેન્સર સામે રક્ષણ મેળવવામાં મદદ કરે છે. અખરોટ ખાવાથી હોર્મોન્સ સાથે જોડાયેલા કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આટલું જ નહીં, અખરોટ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. આની પાછળનું કારણ એ છે કે ખરેખર અખરોટમાં “અલ્ફા-લિનોલેનિક એસિડ” હોય છે જે હાડકાંને મજબૂત બનાવવા માટે સક્ષમ છે. બીજી બાજુ જો તમે મોટાપાના શિકાર છો અથવા સતત વધતા વજનથી પરેશાન છો તો દરરોજ સવારે પલાળેલા અખરોટનું સેવન કરવાથી આ સમસ્યા પણ દૂર થઈ શકે છે.

આ ઉપરાંત અખરોટ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. આજે ભારતમાં ડાયાબિટીઝની સમસ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે ડાયાબિટીઝથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો અખરોટનો ઉપયોગ કરી શકાય છે. ઘણા સર્વે આ સૂચવે છે કે જે લોકો દરરોજ 2 થી 3 ચમચી અખરોટનું સેવન કરે છે તેમનામાં “ટાઇપ -2 ડાયાબિટીઝ” નું જોખમ ઘટી જાય છે. અખરોટ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે જે ડાયાબિટીઝનું જોખમ ઘટાડે છે. અખરોટ પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. જેનાથી કબજિયાત જેવા રોગોથી પણ છુટકારો મેળવી શકાય છે. આવી સ્થિતિમાં અખરોટને વિટામિનનો રાજ પણ કહી શકાય છે. એકંદરે, અખરોટનું સેવન નુકસાનકારક નથી. પછી કરો દરરોજ બે પલાળેલા અખરોટનું સેવન અને સ્વસ્થ રહેશે તમારું શરીર. આ વાતનું ધ્યાન રાખો કે જો તમે એલર્જી વગેરે છે તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.