ભગવાન શિવની દરેક મૂર્તિનું છે પોતાનું અલગ મહત્વ, જાણો કઈ મૂર્તિની પૂજા કરવાથી મળે છે કેવું ફળ

ધાર્મિક

જોકે દેવોના દેવ મહાદેવ દરેક રૂપમાં ફળદાયી છે, ભોલે બાબા તો તેના ભક્તોની એક પુકાર પણ સાંભળે છે અને થોડા પ્રયત્નોથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જે રીતે શાસ્ત્રોમાં દરેક દેવતા માટે વિશેષ પૂજાના નિયમ છે, તે જ રીતે ભગવાન શિવની પૂજા વિશે પણ ઘણા ધાર્મિક શાસ્ત્રોમાં મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી એક શ્રીલિંગ મહાપુરાણમાં ભગવાન શિવની વિવિધ છબીઓની પૂજાથી મળતા વિવિધ પરિણામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે અમે તમને તે જ વિષય વિશે જણાવી રહ્યા છીએ.

ખરેખર સામાન્ય રીતે ભગવાન શિવની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે, પરંતુ ભગવાન શિવની મૂર્તિપૂજાનું પણ તેનું પોતાનું મહત્વ છે. તેથી શ્રીલિંગ મહાપુરાણમાં ભગવાન શિવના વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ અને મૂર્તિની પૂજાથી મળતા લાભ વિશે જણવવામાં આવ્યું છે.

શિવજીની અર્ધનારીશ્વરના રૂપવાળી મૂર્તિની પૂજા કરવાથી સુખી વિવાહિત જીવન મળે છે. સાથે જ જે મૂર્તિમાં ભગવાન શિવ એક પગ, ચાર હાથ અને ત્રણ આંખો સાથે હાથમાં ત્રિશુલ લીધેલી હોય અને સાથે જ તેમની ઉત્તર દિશામાં ભગવાન વિષ્ણુ અને દક્ષિણ દિશામાં બ્રહ્મા જીની મૂર્તિ હોય, એવી મૂર્તિની પૂજા કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ મળે છે અને તે તમામ રોગોથી મુક્ત રહે છે.

ભગવાન શિવની માતા પાર્વતી અને કાર્તિકેય સાથેની મૂર્તિની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેને તમામ પ્રકારના ભૌતિક સુખ મળે છે. તે જ સમયે, ભગવાન શિવની અગ્નિસ્વરૂપ વાળી મૂર્તિ, જેમાં ત્રણ પગ, સાત હાથ અને બે માથા હોય, તેવી મૂર્તિની પૂજા કરવાથી વ્યક્તિને અન્ન અને ધનની પ્રપ્તિ થાય છે.

માતા પાર્વતી સાથે ભગવાન શિવની પોઠિયા પર બેઠેલી મૂર્તિની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થાય છે. સાથે જ જ્ઞાન આપનારી સ્થિતિમાં બેઠેલા ભગવાન શિવની મૂર્તિની પૂજા કરવાથી વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને કૈલાસ પર્વત પર માતા પાર્વતી, નંદી અને તમામ ગણોથી ઘેરાયેલી ભગવાન શિવની મૂર્તિની પૂજા કરવથી મનુષ્યને સમાજમાં ઉચિત માન-સમ્માન મળે છે.

માતા પાર્વતી સાથે નૃત્યની મુદ્રામાં હજારો હાથવાળી ભગવાન શિવની મૂર્તિની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં બધી સુખ-સુવિધા મળે છે. ચાર હાથ અને ત્રણ આંખો સાથે ગળામાં સાપ અને હાથમાં ડમરું ધારણ કરેલા, શિવજીની સફેદ રંગની મૂર્તિની પૂજા કરવાથી ધન-સંપત્તિ મળે છે.

કાળા અથવા લાલ રંગની શિવજીની મૂર્તિ જેમાં ત્રણ આંખોવાળા શિવજી, ચંદ્રને ગળામાં આભૂષણની જેમ ધારણ કરેલ હોય અને હાથમાં ગદા અને ડમરું હોય, તેવી મૂર્તિની પૂજા કરવાથી મનુષ્યના બધા દુઃખ દૂર થાય છે અને તેના અટકેલા કાર્યો પણ પૂર્ણ થાય છે. જે મૂર્તિમાં ભગવાન શંકર દૈત્ય નિકુંભની પીઠ પર બેસીને, તેના જમણા પગને તેમની પીઠ પર રાખેલો હોય અને તેમની ડાબી બજુમાં માતા પાર્વતી હોય, તેવી મૂર્તિની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય મળે છે. શરીર પર ભસ્મ લગાવીને ધ્યાનમાં બેઠેલા ભગવાન શિવની મૂર્તિની પૂજા કરવાથી વ્યક્તિના બધા દોષ અને પાપોનો નાશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.