નવરાત્રિમાં માતા દુર્ગા તમારી દરેક ઇચ્છા કરશે પૂર્ણ, બસ કરો આ ઉપાય, માતા દુર્ગા થશે પ્રસન્ન

Uncategorized

દેવી દુર્ગાની પૂજાનો સૌથી વિશેષ દિવસ નવરાત્રિ માનવામાં આવે છે. આ વખતે નવરાત્રી 17 ઓક્ટોબર 2020 થી શરૂ થશે. 25 ઓક્ટોબર સુધી માતા દૂર્ગાની પૂજા-અર્ચના કરવામાં આવશે. નવરાત્રિના 9 દિવસ સુધી ઘર-ઘરમાં દુર્ગાના નવ સ્વરૂપોની અલગ-અલગ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ માતા દુર્ગાને ખૂબ પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે જો સાચા મનથી નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે તો તેનાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે નવરાત્રીના શુભ દિવસોમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવા ઇચ્છો છો, તો તમે આ માટે કેટલાક ઉપાય અપનાવી શકો છો. જો તમે કેટલાક સરળ ઉપાય કરશો, તો માતા દુર્ગા પ્રસન્ન થશે અને તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરશે. તો નવરાત્રીમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય.

ઘરની મુશ્કેલીઓ દૂર કરવા: મોટાભાગે જોવા મળે છે કે ઘરમાં કોઈને કોઈ કારણસર કોઈ સમસ્યા થતી રહે છે. અવારનવાર કોઈને કોઈ વાત પર વિવાદ થતા રહે છે. જો તમે તમારા ઘરની મુશ્કેલીઓ દૂર કરવા ઇચ્છો છો તો નવરાત્રી દરમિયાન સોપારીના પાન પર કેસર રાખો, તે પછી તમે માતા દુર્ગા સમક્ષ દુર્ગા સ્તોત્ર અને દુર્ગાજીની નામાવલી ના પાઠ કરો. જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે, જેનાથી ઘરની બધી સમસ્યાઓ દૂર થશે. તમે આ ઉપાયને 9 દિવસ સુધી કરો.

પૈસા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે: જો આર્થિક સ્થિતિ ખરાબ ચાલી રહી છે. અનેક પ્રયત્નો કર્યા પછી પણ પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળી રહ્યો નથી, તો તમે નવરાત્રિના પહેલા દિવસથી લઈને પછીના 5 દિવસ સુધી દરરોજ સોપારીનાં પાન પર “હ્રીં” લખીને માતા દુર્ગાને અર્પણ કરો. જ્યારે નવરાત્રી પૂરી થઈ જાય, તે પછી તમે તે પાંદ તમારી તિજોરીમાં રાખો, તેનાથી પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

ઘરમાં પૈસાની આવક વધારવા માટે: જો તમારા ઘરમાં પૈસાની આવક બંધ થઈ ગઈ છે, જેના કારણે તમે ખૂબ પરેશાન છો, તો નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને સોપારીના પાન પર ગુલાબ રાખીને અર્પણ કરો. આ સરળ ઉપાય કરવાથી ઘરમાં પૈસાની આવક શરૂ થશે. માતા દુર્ગાને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના જરૂર કરો.

નોકરી અને ધંધામાં પ્રગતિ મેળવવા માટે: જો તમારે તમારી નોકરી કે ધંધામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે નવરાત્રિ દરમિયાન એક સોપારીનું પાન લઈને તેની બંને બાજુ સરસવનું તેલ લગાવીને તેને માતા દુર્ગાને અર્પણ કરો. આ પછી તમે રાત્રે સૂતી વખતે આ પાનને તમારા માથા નીચે રાખો. બીજે દિવસે સવારે જાગીને આ પાનને કોઈ દુર્ગા મંદિરની પાછળ રાખીને પાછા આવો. આ ઉપાય કરવાથી નોકરી અને ધંધામાં પ્રગતિ થવાની સંભાવના રહે છે અને તમામ અવરોધો દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published.