આ ડરને કારણે બોયફ્રેંડ ના નામનો ખુલાસો નથી કરી રહી ‘ગોપી બહૂ’, કહ્યું આ દિવસે કરશે લગ્ન

મનોરંજન

પ્રખ્યાત ટીવી રિયાલિટી શો બિગ બોસની 14 મી સીઝનનો ભાગ બનેલી નાના પડદાની જાણીતી અભિનેત્રી દેવવોલીના ભટ્ટાચારજી હાલમાં એક ખાસ કારણને લઈને હેડલાઇન્સમાં છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં દેવોલીના સાત ફેરા લઈને એકમાંથી બે થઈ શકે છે. તેના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી છે.

જણાવી દઈએ કે નાના પડદાની પ્રખ્યાત સીરીયલ ‘સાથ નિભાના સાથિયા’ માં ગોપી બહુનું પાત્ર નિભાવીને દેવવલીના ભટ્ટાચારજી ઘર ઘરમાં પ્રખ્યાત થઈ ચુકી હતી. સાથે જ થોડા દિવસો પહેલા બિગ બોસ 14 માં પણ જોવા મળી હતી. આ રિયાલિટી શોમાં ચાહકોને દેવોલીનાની બિંદાસ સ્ટાઈલ જોવા મળી હતી.

શો ‘સાથ નિભાના સાથિયા’ માં દેવોલીના ગોપી બહુની સરળ ભૂમિકામાં જોવા મળી હતી, ત્યારે રિયલ લાઈફમાં અભિનેત્રી ખૂબ જ બિંદાસ સ્ટાઈલની છે. તે બિગ બોસમાં એવોર્ડની નજીક પહોંચી શકી ન હતી પરંતુ દર્શકોએ તેને બિગ બોસના ઘરમાં ખૂબ પસંદ કરી હતી. તે ઘણીવાર સોશિયલ મીડિયા અને સમાચારોમાં હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાની પર્સનલ લાઈફ વિશે કેટલીક વિશેષ માહિતી ચાહકો સાથે શેર કરી છે.

પોતાના ઇન્ટરવ્યુમાં ટીવી અભિનેત્રી એ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે તેણે આ વર્ષે તેના લગ્નની તારીખ આગળ વધારી દીધી છે. આ અંગે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, હા, અમે આ વર્ષે લગ્ન કરવા જઇ રહ્યા હતા, પરંતુ તેને આવતા વર્ષ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. હું ઇચ્છું છું કે આ મહામારી સમાપ્ત થાય, જેથી હું આગળની યોજના બનાવી શકું. હાલમાં હું ખૂબ ખુશ છું, પરંતુ ચીજો ક્યારી બદલાઇ જાય તે આપણે જાણતા નથી. હું જીવન અને અલગ-અલગ પરિસ્થિતિઓને સમજવા માટે સમય કાઢવા ઈચ્છું છું. ભલે મારા સાથી સમજદાર અને મદદગાર છે, પરંતુ કોઈ નથી જાણતું કે ભવિષ્યમાં શું થઈ શકે છે? હું ચીજો છુપાવતી નથી. જો મે લગ્ન કરવાનો નિર્ણય લીધો તો હું દરેકને જણાવીશ.

દેવોલીના કોઈ સાથે રિલેશનમાં છે અને અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડના નામનો ખુલાસો કર્યો નથી. દેવોલીનાએ બિગ બોસ દરમિયાન જ કહ્યું હતું કે તે કોઈની સાથે રિલેશનમાં છે, જોકે અભિનેત્રીએ આજ સુધી તેના પ્રેમીના નામનો ખુલાસો કર્યો નથી. તેણે આગળ કહ્યું કે, હું અત્યારે મારા જીવનસાથીનું નામ જાહેર કરવા ઈચ્છતી નથી. તે પણ પોતાનું ના જાહેર કરવામાં આરામદાયક નથી કારણ કે તે આ ઈન્ડસ્ટ્રીના નથી.

તેના ઇન્ટરવ્યુમાં આગળ, દેવોલીનાએ કહ્યું, “જો તેનું નામ સામે આવ્યું તો લોકો તેને રિક્વેસ્ટ મોકલવાનું શરૂ કરશે. લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરવા ઈચ્છશે જે અમે અત્યારે ઈચ્છતા નથી. હું મારી જિંદગીને લઈને વધુ ખુલાસા કરવા ઈચ્છતિ નથી.”

દેવલેનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અભિનેત્રીને ટૂંક સમયમાં ચાહકો આકાશ ગોયલની મીની વેબ સિરીઝ ‘લંચ સ્ટોરીઝ’ ના ચેપ્ટર 2 માં જોશે. મળતી માહિતી મુજબ તેમાં તે મેડની ભૂમિકા નિભાવશે.