અનુષ્કા શર્માને કારણે આ સ્પર્ધકે જીત્યા 2 લાખ રૂપિયા, જાણો કેવી રીતે…

Uncategorized

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેના પ્રખ્યાત ટીવી શો કૌન બનેગા કરોડપતિથી દર્શકોમાં મનોરંજનનું કેન્દ્ર બનેલા છે. શોની આ 12 મી સીઝન અત્યાર સુધીમાં એકદમ જોવાલાયક રહી છે. કૌન બનેગા કરોડપતિ હંમેશાં તેના પ્રશ્નોને લઈને ચર્ચામાં રહે છે. ફરી એક વાર કેબીસી અમિતાભ બચ્ચને પૂછેલા એક સવાલના કારણે હેડલાઇન્સમાં છે.

તાજેતરના જ એક એપિસોડમાં ‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચને બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માને લગતો એક સવાલ પૂછ્યો છે. તાજેતરના એપિસોડમાં ઓશીન નામની એક સ્ત્રી સ્પર્ધક હોટ સીટ પર પહોંચી હતી. આ દરમિયાન તેની રમતમાં અમિતાભ બચ્ચને એક પ્રશ્ન અનુષ્કા શર્મા સાથે જોડાયેલો પુછ્યો. ચાલો આપણે જાણીએ કે તે પ્રશ્ન શું હતો, તેના વિકલ્પો શું હતા અને તેનો જવાબ શું હતો?

આ હતો અમિતાભ બચ્ચન દ્વારા ઓશીનને પૂછેલો સવાલ – વર્ષ 2020 ની વેબ સીરીઝ પાતાળ લોકનું સહ-નિર્માણ કઈ અભિનેત્રી એ કર્યું છે? તેના વિકલ્પો – એ.અનુષ્કા શર્મા, બી.દીપિકા પાદુકોણ, સી. પ્રિયંકા ચોપડા, ડી.દિયા મિર્ઝા. પ્રશ્નનો સાચો જવાબ હતો- એ. અનુષ્કા શર્મા ઓશીને ‘મહાનાયક’ દ્વારા પૂછેલા આ સવાલનો સાચો જવાબ આપ્યો. ઓશીને ખૂબ જ સુંદર રીતે રમત રમી અને તે તેની સુંદર રમતના ડીએમ પર કુલ 25 લાખ રૂપિયાની રકમ જીતવામાં સફળ રહી. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને ઓશીનને આ પ્રશ્ન 25 લાખ રૂપિયા માટે પૂછ્યો હતો, ઓશીને તેનો સાચો જવાબ આપીને આ રકમ પોતાના નામે કરી.

25 લાખ રૂપિયા જીત્યા પછી ઓશીન સામે 50 લાખ રૂપિયાનો સવાલ આવ્યો હતો. જોકે ઓશીન તેના જવાબથી અજાણ હતી, અને આવી સ્થિતિમાં, તેણે સમજદારી દેખાડીને રમત ક્વીટ કરવાનો નિર્ણય કર્યો. અને તણે 25 લાખ રૂપિયાની મોટી રકમ લઈને શો પરથી વિદાઈ લીધી. આ હતો 50 લાખ રૂપિયા સાથે જોડાયેલો પ્રશ્ન- ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર પૃથ્વી પર સૌથી મોટી સઝીવ વસ્તુ કઈ છે? તેનો સાચો જવાબ હતો- હની મશરૂમ.

જણાવી દઈએ કે આ સમયમાં જ્યારે અમિતાભ બચ્ચન કેબીસીમાં વ્યસ્ત છે તો આ સમયે અનુષ્કા શર્મા પોતાનો પ્રેગ્નેંસી પિરિયડ એન્જોય કરી રહી છે. ઓગસ્ટ મહિનામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ એક તસવીર શેર કરીને કહ્યું હતું કે તે જાન્યુઆરી 2021 માં માતા-પિતા બનવાના છે.

Leave a Reply

Your email address will not be published.