સલમાનથી લઈને એશ્વર્યા સુધી આ 7 સ્ટાર્સ માટે ખૂબ જ ખાસ છે દુબઈ, ખરીદ્યા છે કરોડોના ઘર, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ તેમની અમીરી માટે દુનિયાભરમાં જાણીતા છે. એવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમની ભારતમાં તો ઘણી પ્રોપર્ટી છે સાથે જ તેમણે વિદેશમાં પણ કરોડોના બંગલા અથવા ફ્લેટ ખરીદ્યા છે. ઘણીવાર જોવા મળે છે કે બોલિવૂડ સ્ટાર મોટાભાગે માલદીવ અથવા દુબઈ જાય છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેનો દુબઈ સાથે ખાસ લગાવ છે અને તેમણે દુબઈમાં ઘર પણ ખરીદ્યું છે. ચાલો આજે તમને બોલીવુડના કેટલાક એવા જ સ્ટાર્સ વિશે જણાવીએ જેની દુબઈમાં કરોડોની પ્રોપર્ટી છે.

શાહરૂખ ખાન: બોલિવૂડના બાદશાહ એટલે કે કિંગ ખાનને આખી દુનિયામાં ઓળખવામાં આવે છે. શાહરૂખ ખાનની દુબઇમાં પણ ઘણી ફેન ફોલોઇંગ છે, તો શાહરૂખ ખાનને પણ દુબઈ ખૂબ જ પસંદ છે. શાહરૂખનો મુંબઈમાં આવેલો બંગલો ‘મન્નત’ જ્યારે હેડલાઇન્સમાં રહે છે, તો શાહરૂખની દેશ-વિદેશમાં પણ ઘણી પ્રોપર્ટી છે. તેમનો દુબઈમાં પાન ઝુમેરહ શહેરમાં લક્ઝરી બંગલો છે. તેના આ બંગલામાં 6 બેડરૂમ છે.

શિલ્પા શેટ્ટી: બોલિવૂડની હિટ અને ફીટ અભિનેત્રીના લિસ્ટમાં પહેલા સ્થાને રહેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009 માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. રાજ કુંદ્રા એ જ પોતાની પત્ની શિલ્પાને દુબઈમાં વર્ષ 2010 માં લગ્નની પહેલી એનિવર્સરી પર દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ ‘બુર્જ ખલિફા’ ના 140 મા માળ પર એક ફ્લેટ ગિફ્ટ કર્યો હતો. જોકે શિલ્પાએ પછી તેને વેચી નાખ્યો હતો. અને પછી તેમણે દુબઈમાં પામ ઝુમેરાહમાં એક બંગલો ખરીદ્યો હતો.

એશ્વર્યા રાય બચ્ચન – અભિષેક બચ્ચન: બોલીવુદની પ્રખ્યાત કપલમાં શામેલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચને પણ દુબઈમાં એક લક્ઝુરિયસ બંગલો ખરીદ્યો છે. મળતી માહિતી મુજબ એશ્વર્યા અને અભિષેકનો લક્ઝરી બંગલો સેન્ચ્યુરી ફોલ્સ જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં છે. વર્ષ 2013 માં કપલે રિસોર્ટ સ્ટાઈલમાં બનેલો આ બંગલો ખરીદ્યો હતો.

સલમાન ખાન: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાને પણ દુબઈમાં એક લક્ઝુરિયસ ઘર ખરીદ્યું છે. અન્ય બોલીવુડ સ્ટાર્સની જેમ દુબઇ સલમાન ખાનને પણ ખૂબ પસંદ છે. સલમાન દુબઈને પોતાનું બીજું ઘર કહે છે. અવારનવાર સલમાન ખાન દુબઈ જતો રહે છે. સલમાન જ્યારે પણ દુબઈ જાય છે ત્યારે તે તેના પરિવાર અને મિત્રો સાથે તેના બંગલામાં રહે છે અને રજાઓનો આનંદ માણે છે. જણાવી દઇએ કે માત્ર સલમાન જ નહીં પરંતુ તેના નાના ભાઈ સોહેલે પણ દુબઈના બુર્જ પેસિફિકમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

અનિલ કપૂર: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પણ મુંબઇની સાથે દેશ-વિદેશમાં ઘણી સંપત્તિ છે. અનિલ કપૂર બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને ખૂબ જ અમીર અભિનેતાઓમાંના એક છે. મળતી માહિતી મુજબ વર્ષ 2017 માં અનિલ કપૂરે દુબઈમાં પોતાના માટે 2 બેડરૂમનો ફ્લેટ બુક કરાવ્યો હતો. અનિલ મુજબ તેની પત્નીની મદદથી આ શક્ય બન્યું હતું. અનિલ કપૂરે પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, એક અભિનેતા હોવાને કારણે તેને બિઝનેસની વધુ માહિતી નથી, પરંતુ તેની પત્ની સુનિતા કપૂર આ બાબતમાં સારી જાણકારી રાખે છે.

શર્લિન ચોપડા: બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી શર્લિન ચોપડાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. ઘણીવાર મોડ અને અભિનેત્રી રહી ચુકેલી શર્લિન ચોપડા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો અને વીડિયોથી ચાહકોને પોતાના દીવાના બનાવતી રહે છે. શર્લિન એ પણ દુબઈમાં ઘર ખરીદ્યું છે. શર્લિન ચોપરાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે દુનિયાની સૌથી ઉંચી અને સુંદર બિલ્ડિંગ બુર્જ ખલિફામાં ફ્લેટ ખરીદ્યો છે. જણાવી દઈએ કે, શર્લિન કામસૂત્ર 3 ડી, વજહ તુમ હો, દોસ્તી, રેડ સ્વસ્તિક જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.