ડ્રગ્સે આ સ્ટાર્સની જિંદગી બનાવી હતી નર્ક, નશાની હાલતમાં કોઈએ માંગી હતી ભીખ તો કોઈ ગયા હતા જેલ

બોલિવુડ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનનો કેસ હજી સુધી સોલ્વ થયો નથી. આ કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે ડ્રગ્સ લેતી હતી, અને આટલું જ નહિં પરંતુ તેના પર આ આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે સુશાંતની ચા-કૉફીમાં રિયા ડ્રગ્સ મિક્સ કરતી હતી. સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ચેટથી એક ડ્રગ એંગલ સામે આવ્યો છે, ત્યાર પછી ઘણા કલાકારોને એનસીબી દ્વારા સમન મિકલવામાં આવ્યું છે. આ મામલે દીપિકા પાદુકોણથી લઈને સારા અલી ખાન જેવી અભિનેત્રીઓની એનસીબી પૂછપરછ કરશે. આવું પહેલી વાર બન્યું નથી કે બોલિવૂડમાં વ્યસનને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોય. બોલિવૂડના એવા ઘણા સ્ટાર્સ જેમની વ્યસનના કારણે હાલત બગડી ગઈ હતી, એટલું જ નહીં, વ્યસનને કારણે, કોઈએ જેલની હવા ખાધી હતી તો કોઈને ભીખ માંગતા જોવા મળ્યા હતા.

સંજય દત્ત: સમાચારો અનુસાર, એવું કહેવામાં આવે છે કે સંજય દત્તે તમામ પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે. સંજય દત્તે ખુદ કહ્યું હતું કે તેમને લગભગ 10 વર્ષ સુધી ડ્રગ્સ લેવાની ખરાબ હતી. સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ માં પણ એક્ટરનો નશો દર્શાવવામાં આવ્યો છે. નશાની લતથી તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, જેની અસર તેની કારકિર્દીની સાથે તેની પર્સનલ લાઇફ પર પણ પડી હતી, એટલું જ નહીં, પરંતુ તેના વ્યસનને કારણે તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને અમેરિકાના પ્રખ્યાત રિહૈબ સેંટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંજય દત્તે ખૂબ જ મુશ્કેલીથી આ બધું છોડ્યું છે.

ફરદીન ખાન: તમને જણાવી દઈએ કે અભિનેતા ફરદીન ખાનની કોકિન સાથે ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 5 દિવસ સુધી તેને જેલની હવા ખાવી પડી હતી. ત્યાર પછી તે જામીન પર છુટી ગયા હતા.

પ્રતીક બબ્બર: હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા રાજ બબ્બર, પ્રિતિક બબ્બરના પિતા છે. તમને જણાવી દઈએ કે પ્રતીક બબ્બર આશરે 5 વર્ષ સુધી ડ્રગ્સના વ્યસનમાં રહ્યા હતા. પછી તે ખૂબ જ દ્રઢ સંકલ્પ સાથે આ ખરાબ ટેવમાંથી બહાર નીકળ્યા હતા.

રણબીર કપૂર: એક ઇન્ટરવ્યુ દરમિયાન ફિલ્મ અભિનેતા રણબીર કપૂરે પોતે જ કહ્યું હતું કે તેમને ડ્રગ્સ લેવાની ખરાબ લત હતી. સ્કુલના દિવસોથી જ તેણે ડ્રગ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે તે આ બધામાંથી બહાર આવી ગયા છે.

ગીતાંજલિ નાગપાલ: ગીતાંજલિ નાગપાલ 90 ના દાયકાની પ્રખ્યાત મોડેલ રહી ચુકી છે. તેને પણ ડ્રક્સ લેવાની ખરાબ લત લાગી હતી. ડ્રગ્સે તેમની હાલત એવી બનાવી દીધી હતી કે તેમણે ડ્રગ્સ મેળવવા માટે મેડનું કામ પણ કર્યું હતું, એટલું જ નહીં, પરંતુ સમાચારો અનુસાર એવું કહેવામાં આવે છે કે તેના છેલ્લા દિવસોમાં તે દિલ્હીની શેરીઓમાં ભીખ માંગતી પણ જોવા મળી હતી.

વિજય રાજ: અભિનેતા વિજય રાજની 2005 માં દુબઈ પોલીસે ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

હની સિંહ: પ્રખ્યાત રેપર હની સિંહ પણ ડ્રગ્સનો શિકાર બન્યા હતા. વ્યસનને કારણે તેની કારકિર્દી ચોપટ થઈ રહી હતી. તેમની હાલત એવી થઈ ગઈ હતી કે તેમને જોઈને તેમને ઓળખવા પણ ખૂબ મુશ્કેલ હતું, પરંતુ તેમણે રિહૈબ સેંટરમાં પોતાની ટ્રીટમેંટ કરાવી હતી, ત્યાર પછી તે આ ખરાબ લતથી બહાર આવ્યા હતા.

1 thought on “ડ્રગ્સે આ સ્ટાર્સની જિંદગી બનાવી હતી નર્ક, નશાની હાલતમાં કોઈએ માંગી હતી ભીખ તો કોઈ ગયા હતા જેલ

Leave a Reply

Your email address will not be published.