દુનિયામાં ન હોવા છતાં પણ આ રીતે લોકોની મદદ કરશે લતા મંગેશકર, સાકાર થયું તેમનું સપનું

બોલિવુડ

હિન્દી સિનેમાની ‘સ્વર કોકિલા’ તરીકે ઓળખીતા સિંગર લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી રહ્યાં. નોંધપાત્ર છે કે, આ વર્ષે 6 ફેબ્રુઆરીએ લતા દીદીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. જોકે તે ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે. જણવઈ દઈએ કે લતા મંગેશકર એક એવા સિંગર હતા જે માત્ર તેમના ગીતો માટે જ પ્રખ્યાત નથી પરંતુ તે પોતાની ઉદારતા માટે પણ પ્રખ્યાત હતા.

જ્યાં સુધી તે જીવિત હતા તેમણે ઘણા લોકોની મદદ કરી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ એક એવું સ્થાન મેળવ્યું છે જે દરેકના બસની વાત નથી. જો કે તેમનું એક એવું સપનું જે તેની આંખો સામે સાકાર ન થઈ શક્યું. પરંતુ હવે તેનો પરિવાર આ સપનું સાકાર કરવા જઈ રહ્યો છે.

સાકાર થયું લતા દીદીનું આ સપનું: ખરેખર લતા મંગેશકર જીવતા ઈચ્છતા હતા કે, તે એક વૃદ્ધાશ્રમ ખોલે, પરંતુ તે પહેલા જ તેમણે આ દુનિયા છોડી દીધી. આવી સ્થિતિમાં તેમના પરિવારે નક્કી કર્યું કે તેઓ લતા દીદીનું સપનું પૂર્ણ કરશે. આ વાતની માહિતી તેમણે પોતે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. હા.. લતા મંગેશકરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું કે તેનો પરિવાર હવે તેનું સપનું પૂરું કરવા જઈ રહ્યો છે.

આ પોસ્ટમાં લતા મંગેશકરની તસવીર પણ લગાવવામાં આવી છે અને સાથે જ લખવામાં આવ્યું કે, ‘સ્વર મૌલી’ એ ભારતની કોકિલા લતા મંગેશકરનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. સંગીત અને પરફોર્મિંગ આર્ટ્સ, સિનેમા અને થિયેટર ક્ષેત્રના લોકોને આ ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવશે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય વૃદ્ધાશ્રમ બનાવવાનો છે. આ મુખ્યત્વે તે કલાકારો માટે છે જેઓ વૃદ્ધ છે. સ્વર મૌલી ફાઉન્ડેશન એક બિનસાંપ્રદાયિક અને બિન-લાભકારી સંસ્થા છે.

જણાવી દઈએ કે ચાહકો પણ આ પોસ્ટને જોઈને પોતાના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, “જબ તક સાંસ હૈ, તબ તક દિલ કે પાસ રહોંગે” એકે લખ્યું કે, “આ ખૂબ જ સારું પગલું છે, થેંક્યુ દીદી” તો સાથે જ એક અન્ય એ લખ્યું કે, “મ્યુઝિક ઈંડસ્ટ્રીને લઈને તમારી જે સેવા છે તે તમારા ગયા પછી પણ અકબંધ છે. આ કારણે તમને પૂજવામાં આવે છે દીદી. લવ યૂ.”

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો લતા મંગેશકરના આ ફાઉન્ડેશન સાથે તેમની નાની બહેન ઉષા મંગેશકર, ભત્રીજી રચના શાહ સંગીતકાર મયુરેશ પાઈ, બોલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમ અને મધુર ભંડારકર જેવા સેલેબ્સ સભ્ય તરીકે જોડાયેલા છે.

92 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યું અલવિદા: જણાવી દઈએ કે, લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેને સૌથી વધુ ઓળખ ફિલ્મ ‘મહલ’ના ગીત ‘આયેગા આને વાલા’ થી મળી. આ ગીત દ્વારા લતા મંગેશકર રાતોરાત સુપરસ્ટાર બની ગયા, ત્યાર પછી તેમણે દુનિયાભરની 36 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીત ગાયા.

આ જ કારણસર લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત રત્ન પણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરે 6 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 8:12 વાગ્યે 92 વર્ષની ઉંમરમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.