શ્રાદ્ધ પક્ષમાં પિતૃનું સ્વપ્નમાં આવવાનો છે એક ખાસ અર્થ, જાણો તે તમને શું કહેવા ઈચ્છે છે

ધાર્મિક

આ વર્ષે 20 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયા છે. જે 6 ઓક્ટોબર સુધી ચાલશે. આવી સ્થિતિમાં આપણા પૂર્વજોને લઈને અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. એવું કહેવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજો પૃથ્વી પર તેમના વંશજોને મળવા માટે આવે છે. જ્યારે આપણે પૂર્વજોનું તર્પણ અને શ્રાદ્ધ કરીએ છીએ તો તે તેને ભોજન અને પાણીના રૂપમાં ગ્રહણ કરે છે.

પૂર્વજો શારીરિક રીતે આપણને મળીને કાંઈ કહેવામાં અસમર્થ હોય છે, તેથી તે ક્યારેક ક્યારેક સપનામાં આવીને પણ તેમના વંશજોને અલગ અલગ સંદેશ આપે છે. જો પિત્રુ પક્ષ દરમિયાન તમને પણ તમારા પૂર્વજો સ્વપ્નમાં દેખાય છો તો સમજો કે તે તમને કંઈક કહેવા ઈચ્છે છે. તે શું કહેવા ઈચ્છે છે આ વાત તે ચીજ પર આધાર રાખે છે કે તે તમારા સ્વપ્નમાં શું કરી રહ્યા હતા.

જો તમે તમારા પૂર્વજોને તમારા સપનામાં તમારી પાસેથી કંઈક માંગતા જુવો, અથવા તમને તેમના કપડાં ફાટેલા અને પગમાં જૂતા ચંપલ વગેરે ન દેખાય તો તમે પિતૃ પક્ષમાં તેની માંગેલી ચીજોનું દાન કરો. આમ કરવાથી તમારા પૂર્વજો તમારાથી સંતુષ્ટ થશે અને તમને આશીર્વાદ આપશે. તેમના આશીર્વાદથી તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં ક્યારેય કોઈ કમી નહીં આવે.

જો તમે સ્વપ્નમાં તમારા પૂર્વજોને ઝાડ પર અથવા ઝાડની નજીક બેઠેલા જુઓ, અથવા તે તમને ખૂબ નબળા દેખાય, તો સમજો કે તે કોઈ મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં તમારે જપ, તપ અને ધ્યાન કરી તેમના દુ:ખ દૂર કરવા જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે અને સુખ ખુશીમાં વધારો થશે.

જો તમે સ્વપ્નમાં તમારા પૂર્વજોને તમારા ઘરની આસપાસ ભટકતા જુવો તો સમજો કે તે હજી પણ તમારા પરિવાર સાથે મોહ માયા રાખે છે. તેનેઅ ત્યારે પણ તમારી યાદ આવે છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ ગાયને રોટલી ખવડાવવી જોઈએ. તેનાથી તેને ખુશી થશે.

જો તમે સપનામાં તમારા પૂર્વજોને ખુશ થતા જુઓ, અથવા તેમને તમારા માથા પર હાથ ફેરવતા જુઓ તો તે એક સારો સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારું શ્રાદ્ધ તેમના સુધી પહોંચી ચૂક્યું છે. તે તમારા આ કાર્યથી ખૂબ ખુશ છે. તે તમને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી પૃથ્વી પર આવી તમારા સ્વપ્નમાં આવ્યા છે.

જો તમે સપનામાં તમારા પિતૃને ગુસ્સે અથવા નારાજ થતા જુઓ છો તો તે સારો સંકેત નથી. તેનો અર્થ એ છે કે તે તમારાથી કોઈ વાતને લઈને નારાજ અને દુ:ખી છે. જે લોકોની કુંડળીમાં પિતૃ દોષ હોય છે, તેમના સપનામાં આ ચીજ ઘણીવાર થાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા પિતૃઓને ખુશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહિં તો તમારા જીવનમાં દુ:ખનું પૂર આવી શકે છે.

 

જો તમને તમારા પૂર્વજો સપનામાં ભટકતા અથવા નિર્જન વિસ્તારમાં ભટકતા દેખાય છે તો તેનો અર્થ એ છે કે તે મુક્તિ ઈચ્છે છે. આવી સ્થિતિમાં તમારે પૂજા પાઠ કરાવી તેને મુક્તિ અપાવવી જોઈએ. આમ કરવાથી તે તમને આશીર્વાદ આપશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે.