શ્રાવણ મહિનામાં આવે આવા સપના તો સમજો કે મળવાના છે ભગવાન શિવના અપાર આશીર્વાદ, જીવનમાં થશે બધું સારું

ધાર્મિક

શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. જો શ્રાવણ મહિનામાં સોમવારે મહાદેવની પૂજા કરવામાં આવે તો તેનું મહત્વ વધુ વધી જાય છે. ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવવા માટે ભક્તો શ્રાવણ મહિનામાં વિશેષ પૂજા-અર્ચના કરે છે. શ્રાવણ મહિનામાં સૃષ્ટિ શિવમય બની જાય છે અને ભક્તો મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે.

હિંદુ ધર્મમાં પણ શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન મહાદેવની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા નિયમ મુજબ કરવામાં આવે તો તેનાથી મહાદેવના આશીર્વાદ હંમેશા ભક્તો પર બની રહે છે. શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે વહેલી સવારથી જ શિવભક્તો મંદિરોમાં જઈને શિવલિંગ પર દૂધ, જળ અને બિલિપત્ર અર્પણ કરે છે.

પૌરાણિક માન્યતાઓ મુજબ જે ભક્ત સાચા મનથી શ્રાવણ સોમવારનું વ્રત કરે છે અને ભગવાન શિવની વિધિવત પૂજા કરે છે, તેમના પર મહાદેવની સાથે જ માતા પાર્વતી પણ પ્રસન્ન રહે છે. ભગવાન શિવને શ્રાવણ મહિનાના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવ શંભુ માતા પાર્વતી સાથે ધરતી પર બિરાજમાન થઈને, ધરતીના લોકોના દુઃખ-દર્દને સમજે છે અને તેમની ઈચ્છા પૂર્ણ કરે છે. આ કારણથી શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પણ જે ભક્તો પર પ્રસન્ન થાય છે તેમને વિશેષ સંકેતો દ્વારા આ ઈશારો પણ આપે છે. જે લોકો ખરેખર તેમના ભગવાન સાથે માનસિક અને આધ્યાત્મિક સંબંધ ધરાવે છે, તે લોકો આ સંકેતને સમજે છે, સાથે જ કેટલાક લોકો તેમની અવગણના પણ કરે છે. જો તમે શ્રાવણ મહિનામાં તમારા સપનામાં ભગવાન શિવ સાથે જોડાયેલી કેટલીક ચીજો જુવો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે જો શ્રાવણ મહિનામાં આ ચીજો સપનામાં જોવા મળે તો સમજવું કે ભગવાન શિવની અપાર કૃપા તેમના પર વરસવાની છે. તો ચાલો જાણીએ આ ચીજો કઈ છે.

ત્રિશૂલ: તમને જણાવી દઈએ કે પોતાના ભક્તોને મળવા માટે ભગવાન વાસ્તવિક રૂપમાં ન આવીને સપનામાં દર્શન આપે છે અથવા પછી તેમને સપનામાં કેટલાક સંકેતો દ્વારા જણાવે છે કે હવે તેમના દુઃખના દિવસો સમાપ્ત થવાના છે, હવે ઘણી બધી ખુશીઓનું આગમન થશે. આપણે બધાએ ભગવાન શિવના ચિત્રો અને મૂર્તિઓ જોઈ છે, જેમાં તેમની પાસે હંમેશા ત્રિશૂલ રહે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ત્રિશુલના ત્રણેય શંખને કામ, ક્રોધ અને લોભનું કારણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ બ્રહ્માંડમાં સુમેળ જાળવવા માટે ભગવાન શિવ ત્રિશૂલ ધારણ કરે છે. જો તમે શ્રાવણ મહિનામાં તમારા સપનામાં ત્રિશુલ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર ભગવાન શિવની કૃપા થઈ ગઈ છે અને તમારા બધા દુર્ગુણોનો નાશ થવા જઈ રહ્યો છે.

ડમરુ: શ્રાવણ મહિનામાં જો તમે પવિત્ર સ્વપ્નમાં ડમરુ જુવો છો તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ તમારા જીવનમાં સ્થિરતા આવવાની નિશાની છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં લગ્ન વગેરે જેવા કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે.

સાપ: શ્રાવણ મહિનામાં જો કોઈ વ્યક્તિ પોતાના સપનામાં નાગ દેવતાને જુવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સપનામાં નાગ દેવતાના દર્શન થવા ધન લાભ તરફ ઈશારો કરે છે.

નંદી: તમે લોકોએ જોયું હશે કે શિવલિંગની આસપાસ એક નંદી જરૂર હોય છે અને લોકો ભગવાન શિવની સાથે નંદીની પૂજા કરે છે અને તેમની પાસે મન્નત માંગે છે. ધાર્મિક માન્યતા મુજબ શિવ નંદીની સવારી કરે છે. શિવ પરિવારની પૂજા નંદી મહારાજ વગર અધૂરી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પવિત્ર શ્રાવણ મહિનાના સપનામાં નંદી જુવે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન શિવ તે વ્યક્તિ પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિને તેના કામમાં સફળતા મળવાની છે.