પગમાં સોનું પહેરવાની કરવામાં આવી છે મનાઈ, કરવો પડે છે આ સમસ્યાઓનો સામનો

ધાર્મિક

હિન્દુ ધર્મમાં સોનાનું ખૂબ મહત્વ છે અને તેને સૌથી પવિત્ર ધાતુ માનવામાં આવે છે. લગ્ન દરમિયાન મહિલાઓ સોનાના આભૂષણ જરૂર પહેરે છે. હિન્દુ ધર્મ અનુસાર, પરિણીત મહિલાઓએ સોનાના આભૂષણ જરૂર પહેરવા જોઇએ. સોનાના આભૂષણો પહેરવાથી ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને પૈસાની અછત થતી નથી.

હિન્દુ માન્યતાઓ અનુસાર સોનાની ધાતુ માત્ર કમરના ઉપરના ભાગમાં પહેરવાથી શુભ ફળ મળે છે. જો સોનાના આભૂષણો કમરથી નીચેના ભાગમાં પહેરવામાં આવે છે, તો તે અશુભ છે. આ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તેને સોનાનું અપમાન માનવામાં આવે છે. તેથી તમે ભૂલથી પણ કમરથી નીચે સોનું ન પહેરો અને પગમાં સોનાના આભૂષણ ન પહેરો.

ખરેખર ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને સોનું ખૂબ જ પ્રિય છે અને તેને લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેથી સોનાની પાયલ અને માછલી પહેરવાની હિંદૂ ધર્મમાં મનાઈ કરવામાં આવી છે. તેને પગમાં પહેરવાથી દેવતાઓનું અપમાન થાય છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે. તેથી સોનાને પગમાં ન પહેરવાની સલાહ આપવામાં આવે છે.

સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર: પગમાં સોનાના આભૂષણો પહેરવા સાથે ઘણા પ્રકારનાં નુકસાન જોડાયેલા છે. જે આ પ્રમાણે છે. એવું માનવામાં આવે છે કે સોનાના આભૂષણો શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. અને તેને પગમાં પહેરવાથી શરીર ગરમ રહે છે અને શરીરનું તાપમાન બગડે છે. જે લોકો પગમાં સોનાના આભુષણ પહેરે છે તેમના શરીરમાં ઉર્જાનો સંચાર પણ યોગ્ય રીતે નથી થતો.

સોનાની પાયલ પગમાં પહેરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થાય છે અને શરીર અનેક બીમારીઓથી ઘેરાયેલું રહે છે. તેથી તમારે ક્યારેય પણ પગમાં સોનાના આભૂષણ ન પહેરવા જોઈએ. તેને માત્ર હાથ, કમર અને ગળામાં જ પહેરવા જોઈએ.

પહેરો ચાંદી: પગમાં ચાંદીની ધાતુ પહેરવાથી શરીરને ઠંડક મળે છે. આ જ કારણ છે કે પગના આભૂષણ માત્ર ચાંદીની ધાતુથી જ બનાવવામાં આવે છે. કમરની ઉપર સોનાના અને કમરની નીચે ચાંદીના આભુષણ પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે અને બીમારીઓથી રક્ષણ થાય છે. સાથે જ શરીરમાં યોગ્ય રીતે આભુષણ પહેરવાથી શરીરમાં સમાન ઉર્જા ફ્લો રહે છે તેથી તમે જ્યારે પણ સોનાના આભૂષણ પહેરો ત્યારે આ વાતનું ધ્યાન રાખો.