દિવાળી પર ભૂલથી પણ ન કરો આ 4 ભૂલ, નથી આવતી ઘરમાં ખુશીઓ

ધાર્મિક

દિવાળી એ ખુશીનો તહેવાર છે. તેથી, તમારે પ્રયાસ કરવો જોઈએ કે આ દિવસે તમે દીવાઓ અને ફટાકડામાં આગ લગાવો સંબંધોમાં નહિં. દિવાળી પર લોકો ઘણીવાર કેટલીક ભૂલો કરે છે જેના કારણે દિવાળી પર તેમના ઘરે ખુશીઓ આવતી નથી. ચાલો આપણે જાણીએ કે તે ભૂલો કઈ છે.

બધા નિર્ણયો એકલા લેવા: દિવાળી પર એકલા નિર્ણય લેવાની ભૂલ ક્યારેય ના કરો. તમે જે પણ નિર્ણય લો તેમાં આખા પરિવારને શામેલ કરો. જેથી કોઈ એવું ન કહે કે ‘આવું કેમ લાવ્યા’, ‘મને પુછ્યું હોત તો’, ‘મને પસંદ નથી’, ‘તે ફલાણું કામ કેમ ન કર્યું’ વગેરે.
આવી કમેંટ દિવાળીનો મૂડ ખરાબ કરે છે. જ્યારે તમે બધાની સલાહ લો છો તો તેમને પણ અહેસાસ થાય છે કે ઘરમાં તેમનું મહત્વ છે. તેનાથી સંબંધમાં મધુરતા તો આવે છે સાથે સાથે જ તમારા કામ પણ બીજાની સલાહથી યોગ્ય રીતે થાય છે.

દારૂનું સેવન કરવું: દિવાળી પર પાર્ટી દરમિયાન ઘણા લોકો દારૂ પીતા હોય છે. દિવાળી પર દારૂનું સેવન ન કરવું જોઈએ. તેનાથી માત્ર લક્ષ્મીજી જ નારાજ થતા નથી, પરંતુ ઘરની દિવાળી પણ બગાડી શકે છે. દારૂના નશામાં લોકો લડાઈ-ઝગડા વધુ કરે છે. આ ઉપરાંત દારૂનું સેવન કરીને વાહન ચલાવવું અથવા ફટાકડા ફોડવા જીવલેણ બની શકે છે. દારૂનું સેવન કર્યા પછી મનુષ્યનું તેના શરીર પર નિયંત્રણ નથી હોતું. તેથી આ દિવસે પાર્ટી જરુર કરો, પરંતુ દારૂથી દૂર રહો.

ફટાકડાની લડાઇ: ફટાકડા વારંવાર દિવાળી પર લડાઈનું કારણ બને છે. વધુ ફટાકડા લાવવા, ઓછા લાવવા, ફોડતી વખતે પાડોશીઓનું ધ્યાન ન રાખવું વગેરે જેવી બાબતોથી લડાઈ થઈ શકે છે. તેથી તેનું પ્લાનિંગ પણ પહેલાથી કરી લેવું. ફટાકડા તમારા બજેટ પ્રમાણે લાવો. ઘરના દરેક સભ્યને ફટાકડા ફોડવાની સમાન તક આપો. સાવચેતી રાખવી. પડોશીઓ પાસેથી પરવાનગી પણ પહેલા લેવી. આ રીતે દિવાળી પર લડાઈની સંભાવના ઓછી થઈ જશે.

સંબંધીઓને અભિનંદન ન આપવા: આ સૌથી મોટી ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. દિવાળી પર તમારે તમારા બધા સંબંધીઓ અને મિત્રોને અભિનંદન આપવા જોઈએ. જો તમે કોઈને ભૂલી જાઓ છો, તો તેમને ખરાબ લાગે છે. આજકાલ, ફોન કોલ્સની સાથે, વોટ્સએપ પર ફોટા અને વીડિયો મોકલવાનો પણ એક જમનો છે. જો શક્ય હોય તો કોલ કે મેસેજની જગ્યાએ તેમના ઘરે જઈને વડીલોના આશીર્વાદ લઈને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવવી જોઈએ. જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી દિવાળી ખુશીઓથી ભરેલી રહેશે.

Leave a Reply

Your email address will not be published.