ભૂલથી પણ આ 5 ચીજો માથા પાસે રાખીને ન સૂવું જોઈએ, નહિં તો માતા લક્ષ્મી નારાજ થઈને તમારા ઘરેથી ચાલ્યા જશે

ધાર્મિક

આપણે બધા આપણું જીવન વધુ સારી રીતે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. જીવનમાં બધું વ્યવસ્થિત રીતે ચાલતું રહે. પરંતુ છતાં પણ ઘણી વખત એવું જોવા મળે છે કે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ રહે છે. ઘરમાં આર્થિક તંગી આવવા લાગે છે.

પરિવારમાં નાની-નાની વાતો પર વિવાદ થાય છે. આ ઉપરાંત પરિવારના સભ્યો બીમાર પણ થવા લાગે છે. શું તમે વિચાર્યું છે કે આ બધી સમસ્યાઓનું કારણ શું છે? ભલે તમે તેનાથી છુટકારો મેળવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યા હોય, પરંતુ આ સમસ્યાઓ તમારો પીછો છોડવાનું નામ નથી લઈ રહી. તો તમને જણાવી દઈએ કે આ બધાનો સંબંધ સૂવાની રીત સાથે છે. હા ખૂબ ઓછા લોકો આ વાત વિશે જાણે છે કે આ બધી સમસ્યાઓ વ્યક્તિના ઊંઘવાની રીત સાથે સંબંધિત છે. આજે આ આર્ટીકલ દ્વારા અમે તમને એવી 5 ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારે રાત્રે સૂતી વખતે તમારા માથા પાસે ન રાખવી જોઈએ, નહીં તો જીવનમાં ખરાબ થવામાં સમય લાગશે નહીં. તો ચાલો જાણીએ કઈ છે આ પાંચ ચીજો.

પુષ્તક માથા નીચે ન રાખો: વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે કોઈ પણ વ્યક્તિએ સમાચાર પત્ર, પુસ્તક અથવા મેગેઝિન માથા નીચે અથવા ઓશિકા નીચે રાખીને બિલકુલ ન સૂવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આવું કરે છે, તો તેના કારણે તે હંમેશા તણાવમાં જ ખોવાયેલા રહે છે, જેની અસર તેની સંપૂર્ણ દિનચર્યા પર પડે છે. આ કારણોસર, જ્યારે તમે રાત્રે સૂતા હોવ, ત્યારે તમારે સમાચાર અને પુસ્તકો ઉઠાવીને યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ.

હંમેશા દવાઓ દૂર રાખીને સૂવું જોઈએ: અવારનવાર એવું જોવામાં આવ્યું છે કે જે લોકો બીમાર હોય છે, તેઓ દવાઓને પોતાના માથા નીચે રાખીને સૂઈ જાય છે, પરંતુ આ રીત વાસ્તુશાસ્ત્ર મુજબ ખૂબ જ ખોટી જણાવવામાં આવી છે. તેનો અર્થ એ છે કે તમને દવાઓ ખૂબ પસંદ છે. આવી સ્થિતિમાં, દવા અને બીમારી જીવનભર તમારો પીછો છોડી શકતા નથી. જેના કારણે જીવનમાં નકારાત્મક ઉર્જાનો પણ સંચાર થવા લાગે છે. તેથી તમે સૂતા પહેલા દવાઓને તમારાથી થોડી દૂર કર્યા પછી જ સુવો.

ઇલેક્ટ્રોનિક ઉપકરણો દૂર રાખીને સૂવું જોઈએ: જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વર્તમાન સમયમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ અને લેપટોપ જીવનનો જરૂરી ભાગ બની ગયા છે. ઘણા લોકો એવા છે જે સૂતા પહેલા આ ચીજો સાથે ઘણો સમય પસાર કરે છે. ત્યાર પછી તેઓ તે ચીજો માથા પાસે રાખીને સૂઈ જાય છે. જો તમે પણ આવી ભૂલ કરો છો તો જલદી તેને બદલો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ ચીજોને માથા પર રાખીને સૂવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ ઈલેક્ટ્રોનિક ઉપકરણો એવા અદ્રશ્ય કિરણો બહાર કાઢે છે, જે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. તેથી તેમને દૂર રાખો, ત્યાર પછી સૂઈ જાઓ.

પાણીની બોટલ થોડી દૂર રાખીને સૂવું જોઈએ: ઘણા લોકોને એવી ટેવ હોય છે કે તેઓ રાત્રે સૂતી વખતે વારંવાર પાણી પીવે છે. આ કારણસર, તે અવારનવાર તેની બાજુમાં પાણીની બોટલ અથવા વાસણો રાખીને સૂઈ જાય છે. પરંતુ આ આદતને વાસ્તુશાસ્ત્રમાં ખોટી જણાવવામાં આવી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પાણીનો સંબંધ ચંદ્ર સાથે છે, તેથી તમારા માથા પાસે પાણી રાખીને સૂવાથી તમારા ચંદ્ર પર અસર થાય છે, જેના કારણે માનસિક તણાવ અને સમસ્યાઓ વધવા લાગે છે.

પર્સ તકિયા નીચે રાખીને સૂવું નહીં: ઘણા લોકોને એવી આદત હોય છે કે રાત્રે સૂતી વખતે તેઓ પોતાનું પર્સ તકિયા નીચે અથવા માથાની નીચે રાખીને સૂઈ જાય છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ આ રીતે સૂવું એ દર્શાવે છે કે તમે મર્યાદાથી વધુ લોભી છો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ રીતે સૂવે છે, તેના ઘરમાં બિનજરૂરી ખર્ચ વધી જાય છે, જેના કારણે પરિવારમાં આર્થિક સંકટ આવે છે. આટલું જ નહીં પરંતુ પાર્ટનર સાથે પણ તણાવ રહે છે. એટલા માટે તમે સૂતા પહેલા પર્સ દૂર રાખીને સૂઈ જાઓ.