ધનતેરસ પર ભૂલથી પણ ન કરો આ 2 ચીજો, નારાજ થઈ જાય છે માતા લક્ષ્મી, ઘરમાં આવે છે ગરીબી

ધાર્મિક

તહેવારોની સિઝન હવે શરૂ થઈ ગઈ છે. નવેમ્બરમાં હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહ્યો છે. દિવાળીનો આ તહેવાર સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈબીજ પર સમાપ્ત થાય છે. ધનતેરસ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની તેરસ તિથિએ ઉજવવામાં આવે છે. તે દિવાળીના બે દિવસ પહેલા આવે છે.

સમૃદ્ધિનો દિવસ હોય છે ધનતેરસ: જેમ કે નામ જ સૂચવે છે ધનતેરસ, ધન સાથે જોડાયેલો તહેવાર છે. આ દિવસે ભક્તો કુબેર, માતા લક્ષ્મી, ધન્વંતરી અને યમરાજની પૂજા કરે છે. સાથે જ ધનતેરસ પર ખરીદી પણ કરવામાં આવે છે. આ દિવસે લોકો સોનું, ચાંદી, ઘરેણાં, વાસણો જેવી ચીજો ખરીદે છે. સાથે જ ઘણા લોકો જમીન, મકાન અથવા વાહન જેવી ચીજો પણ ખરીદે છે. ધનતેરસનો દિવસ સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કંઈક નવી ચીજ ખરીદવાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેર આશીર્વાદ આપે છે.

ધનતેરસ પર ન કરો આ ભૂલ: ધનતેરસ પર તમે શું કરો છો અને શું નહીં તે ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે જ્યારે યોગ્ય ચીજો કરવાથી ધન લાભ થાય છે તો ખોટી ચીજો કરવાથી નુક્સાન પણ થાય છે. તેથી આ દિવસે તમારે બે વિશેષ ભૂલો કરવાથી બચવું જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમારે તેની કિંમત ચૂકવવી પડી શકે છે.

ઉધાર આપવા અથવા લેવાથી બચો: ધનતેરસના દિવસે ન તો ઉધાર આપવો જોઈએ કે ન લેવો જોઈએ. આમ કરવું અશુભ છે. ધનતેરસનો દિવસ સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઉધાર લેવા અથવા આપવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. એકવાર આવું થઈ જાય તો તમારે પૈસા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યાર પછી ઘરમાં હંમેશા પૈસાની અછત છવાયેલી રહે છે. પરિવારમાં પૈસાને લઈને પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. તેથી અમારી એ સલાહ રહેશે કે તમે ધનતેરસ પર ઉધાર આપવા અથવા લેવાથી બચો.

આ ચીજો ન ખરીદોઃ ધનતેરસના દિવસે ઘણા લોકો વાસણ ખરીદે છે. હવે આ દિવસે લોખંડ ન ખરીદવું જોઈએ એ તો દરેક જાણે છે, પરંતુ ધનતેરસ પર સ્ટીલના વાસણ ખરીદવાથી બચવું જોઈએ. ખરેખર સ્ટીલ પણ એક રીતે લોખંડનો જ ભાગ છે. લોખંડનો સંબંધ શનિ સાથે હોય છે. આવી સ્થિતિમાં તમારે આ દિવસે વાસણ ખરીદવા છે તો પિત્તળના વાસણ ખરીદો. જ્યારે પણ વાસણ ખરીદીને ઘરે લાવો તો તેમાં કંઈક મીઠું ભોજન અથવા ચોખા ભરો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

ધનતેરસના દિવસે ચાકુ, કાતર, કાચના વાસણો, તાંબુ, ચામડું અથવા કોઈપણ કાળા રંગની ચીજો ન ખરીદવી જોઈએ. માનવામાં આવે છે કે આવી ચીજો ધનતેરસ પર ઘરે લાવવાથી પરિવારમાં મુશ્કેલીઓ અને લડાઈ-ઝઘડા વધે છે. તેનાથી પારિવારિક સંબંધો બગડે છે. ઘરની આર્થિક સ્થિતિ નબળી બને છે. પૈસાના નુક્સાનનો સમય શરૂ થઈ જાય છે.