કરોડોમાં કમાણી કરતા હોવા છતા પણ વ્યર્થ ખર્ચ નથી કરતા આ 5 સ્ટાર, જાણો તેમાં તમારા આ 5 સ્ટાર્સ શામેલ છે કે નહિં

બોલિવુડ

આજના યુવાનોની સમસ્યા એ છે કે તેઓ પોતાની કમાણી કરતા વધુ ખર્ચ કરે છે. તેમના શોખ એટલા મોટા હોય છે કે લોન લઈને હપ્તામાં પૈસા ચુકવે છે. તેમના પર ‘આમદની અઠન્ની ઔર ખર્ચા રૂપૈયા’ વાળી કહેવત ખૂબ સારી રીતે બેસે છે. પરંતુ આજે અમે તમને તે બોલીવુડ સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમની આવક તો ખૂબ સારી છે પરંતુ ખર્ચ ખૂબ ઓછો કરે છે. તે એક નંબરના કંજૂસ છે.

કાજોલ: કાજોલ 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી છે. તે એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સાથે જ તેની વાર્ષિક આવક લગભગ 2 કરોડ રૂપિયાની આસપાસ છે. પરંતુ છતાં પણ તેને પૈસા ખર્ચ કરવાનું પસંદ નથી. તે દુકાનોમાં ભાવતાલ કરે છે. અન્ય સ્ટાર્સની જેમ મોંઘી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ નથી ખરીદતી. તેના ખાસ મિત્ર કરણ જોહર તેને ‘કંજૂસ’ કહીને બોલાવે છે. જોકે તેના પતિ અજય દેવગણને તેની પત્નીનું કંજૂસ હોવું સારું લાગે છે. તેના ઘણા પૈસા બચે છે.

સલમાન ખાન: સલમાન ખાન બોલિવૂડના સૌથી મોંઘા અભિનેતા છે. તે એક ફિલ્મ માટે 60 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તેમના ઘણા બિઝનેસ પણ છે. બિગ બોસ 16 માટે જ તેમણે 800 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જો કે આ બધું હોવા છતાં સલમાન સરળ જીવન અને ઉચ્ચ વિચાર રાખવામાં માને છે. તેઓ આજે પણ મોટા બંગલાને બદલે 2 BHK ફ્લેટમાં તેમના માતા-પિતા સાથે રહેવાનું પસંદ કરે છે. તેઓ મોંઘા ફોનનો પણ ઉપયોગ કરતા નથી. જોકે તે ચેરિટીમાં ક્યારેય કંજૂસાઈ નથી કરતા.

જોન અબ્રાહમ: જોન અબ્રાહમ પણ બોલિવૂડના સફળ હીરો છે. તેઓ એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. જોન ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. તે અવારનવાર સિમ્પલ ટી-શર્ટ, જીન્સ અને ચંપલમાં જોવા મળે છે. તેમને શો ઓફ કરવું પસંદ નથી. જોકે તે માત્ર તેની બાઇક પર જ ખર્ચ કરે છે. આ ઉપરાંત તે સરળ જીવન જીવવું પસંદ કરે છે. તેને બોલિવૂડની પાર્ટીઓમાં પણ રસ નથી. તેઓ ત્યાં ભાગ્યે જ જાય છે.

શાહરૂખ ખાન: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પાસે અબજોની સંપત્તિ છે. તેઓ એક ફિલ્મ માટે લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જો કે આટલા પૈસા હોવા છતાં પણ શાહરૂખ વધારે પૈસા ખર્ચ નથી કરતા. તેઓ તેમના પૈસા ખૂબ જ હોશિયારીથી રોકાણ કરે છે. તે એક જ કપડાં વારંવાર પહેરવામાં સંકોચ નથી કરતા. તે બોલિવૂડમાં પોતાની સાદગી માટે પ્રખ્યાત છે.

સારા અલી ખાન: સારા અલી ખાન બોલિવૂડની તે અભિનેત્રીઓમાંથી એક છે જે પોતાની સંપત્તિ અને ફેમ પર ક્યારેય ઘમંડ નથી કરતી. તેને બોલીવુડની જમીન સાથે જોડાયેલી અભિનેત્રી કહેવામાં આવે છે. સારાને મોંઘી ચીજોનો શોખ નથી. તે સસ્તી અને અનબ્રાંડેડ પ્રોડક્ટ પણ ખરીદે છે. તે ઘણી વખત લોકલ માર્કેટમાં શોપિંગ કરતા જોવા મળી ચુકી છે. તાજેતરમાં જ તેની મિત્ર જાહ્નવીએ તેની મજાક ઉડાવી હતી કે સારા સસ્તી હોટલ બુક કરે છે.