ધનતેરસ પર દાન કરો આ 5 ચીજોમાંથી કોઈ એક ચીજ, આખું વર્ષ નહિં આવે પૈસાની અછત

ધાર્મિક

ધનતેરસના દિવસે લોકો મોટાભાગે નવી ચીજો ખરીદે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે દાન કરવાથી પણ મોટો ફાયદો થાય છે. એવું કહેવામાં આવે છે કે ધનતેરસ પર કેટલીક વિશેષ ચીજોનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ તે ચીજો વિશે.

કપડાનું દાન: ધનતેરસના દિવસે કપડાનું દાન શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો લાલ અથવા પીળા રંગના કપડાનું દાન કરો. તેનાથી તમને પુણ્ય મળશે. ઉપરાંત, મા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમને તેમના આશીર્વાદ મળશે.

અન્નદાન: ધનતેરસના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ઘરે બોલાવો અને સન્માન સાથે તેમને ભોજન કરાવો. ભોજનમાં ખીર અને પુરીનો સમાવેશ જરૂર કરો. જો તમે કોઈ કારણોસર ઘરે બોલાવી શકતા નથી, તો પછી તે વ્યક્તિના ઘરે જાઓ અને અન્નદાન કરો. આ સાથે દક્ષિણા આપવાનું ભૂલશો નહીં. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની અછત થતી નથી.

નાળિયેર-મીઠાઇનું દાન: કોઈપણ શુભ કાર્યની શરૂઆત મીઠાઈથી કરવામાં આવે છે જ્યારે નાળિયેર એટલે કે શ્રીફળનું પૂજા પાઠમાં પોતાનું અલગ મહત્વ છે. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે મીઠાઇ અને નાળિયેરનું દાન કરવાથી ઘરમાં પૈસા અને અન્ન બંનેની અછત થતી નથી.

લોખંડનું દાન: ધનતેરસ પર લોખંડની બનેલી ચીજોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી દુર્ભાગ્ય તમારી આસપાસ પણ નથી રહેતું. આ સાથે માતા લક્ષ્મીની સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે. લોખંડ શનિદેવની ધાતુ છે. ધનતેરસ પર તેનું દાન કરવાથી તેમના આશીર્વાદ પણ મળે છે. આ સાથે તમારે પૈસા કમાવામાં કોઈ પણ પ્રકારની અડચણનો સામનો કરવો પડતો નથી.

સાવરણીનું દાન: ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ તેમના ઘરે સાવરણી ખરીદીને જરૂર લઈ જાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જો આ દિવસે સાવરણીનું દાન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય પૈસાની અછત આવતી નથી. જે લોકોની આર્થિક સ્થિતિ સારી નથી અથવા તાજેતરમાં જ પૈસાનું મોટું નુક્સાન થયું છે તે લોકોએ ધનતેરસ પર સાવરણીનું દાન જરૂર કરવું જોઈએ. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે તમે આ સાવરણી કોઈ નજીકના સંબંધીઓને આપો. તે સિવાય કોઈને ન આપો. નહિં તો ફાયદાની જગ્યાએ નુક્સાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.