શ્રાદ્ધ માં આ 7 ચીજોનું દાન કરવાથી મળે છે પિતૃના આશીર્વાદ, ઘરમાં આવે છે ખુશીઓ

ધાર્મિક

હિન્દુ ધર્મમાં માતા -પિતાની સેવાને સૌથી મોટી પૂજા માનવામાં આવે છે અને તેથી પિતૃનો ઉદ્ધાર કરવા માટે પુત્રનું હોવું જરૂરી માનવામાં આવે છે. મૃત્યુ પછી આપણે આપણા પૂર્વજોને ભૂલી ન જઈએ તેથી તેમનું શ્રાદ્ધ કરવાનો વિશેષ નિયમ જણાવવામાં આવ્યો છે. આ વખતે શ્રાદ્ધ પક્ષ 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ પિતૃ પક્ષનું પહેલું શ્રાદ્ધ અગસ્ત મુનિનું હોય છે જે ભાદરવા મહિનાની પૂનમના દિવસે હોય છે. આ વખતે ભાદરવા પૂનમ 20 સપ્ટેમ્બરના રોજ હતી તેથી અગસ્ત મુની નામથી આ દિવસે પૂજા કરવામાં આવે છે.

પ્રતિપદાનું પહેલું શ્રાદ્ધ 20 સપ્ટેમ્બરના રોજ હશે. આ વર્ષે પિત્રુ પક્ષ 06 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષના દિવસો દરમિયાન આપણા પૂર્વજો આપણા પર આશીર્વાદ જાળવી રાખે છે. જો આ દિવસોમાં તમે કેટલીક ખાસ ચીજોનું દાન કરો છો તો તમે ધનવાન બની શકો છો. પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધમાં દાન કરવું જરૂરી છે. તમને જણાવીએ કે કઈ છે તે 7 ચીજો જેનું દાન કરવું જોઇએ.

કાળા તલ: માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પૂર્વજોના તર્પણ નિમિત્તે કોઈ પણ ચીજનું દાન કરતી વખતે હાથમાં કાળા તલ લઈને દાન કરવું જોઈએ. શ્રાદ્ધમાં કાળા તલનું દાન ખૂબ જ સારું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દરમિયાન કોઈ બીજી ચીજનું દાન ન પણ કરી શકો તો કાળા તલનું દાન જરૂર કરો.

કપડાંનું દાન: શ્રાદ્ધ વિધિમાં કપડાંનું દાન તમને ભગ્યશાળી બનાવે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રાદ્ધ સમયે પિતૃ નિમિત્તે કપડાંનું દાન કરે છે તેમના પર હંમેશા પૂર્વજોના આશીર્વાદ રહે છે અને તેમની પાસે ક્યારેય કપડાંની અછત નથી થતી.

ચાંદીનું દાન: શ્રાદ્ધ કર્મમાં ચાંદીની ધાતુથી બનેલી કોઈપણ ચીજનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. પુરાણોમાં પિતૃનો વાસ ચંદ્રમાના ઉપરના ભાગમાં જણાવવામાં આવ્યો છે. સાથે જ ચાંદીનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. આવી સ્થિતિમાં શ્રાદ્ધમાં ચાંદી, ચોખા, દૂધનું દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

ગોળ-મીઠું: પૂર્વજોને ભોજન તો આપવામાં આવે છે, પરંતુ કોઈ ગરીબ વ્યક્તિને ગોળ અથવા મીઠાનું દાન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. શ્રાદ્ધમાં આ ચીજોવસ્તુઓનું દાન કરવાથી ઘરની મુશ્કેલીઓ દૂર થાય છે. ઘરમાં રહેતા લોકોનો માનસિક તણાવ દૂર થાય છે. સાથે જ મીઠાનું દાન કરવાથી યમનો ડર દૂર થાય છે.

જૂતા-ચપ્પલ: શ્રાદ્ધમાં જૂતા અને ચપ્પલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મમાં જૂતા અને ચપ્પલનું દાન કરવું પણ સારું છે.

છત્રી: શ્રાદ્ધ દરમિયાન છત્રીનું દાન કરવું પણ સારું છે. માન્યતા મુજબ આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.

ભૂદાન: શાસ્ત્રોમાં ભૂ દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે શ્રાદ્ધ સમયે જે વ્યક્તિ ભૂ દાન કરે છે તેમના પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. આવી સ્થિતિમાં આ પ્રકારના દાનથી તમે ધનવાન પણ બની જશો અને તમારા પર પિતૃના આશીર્વાદ રહેશે.