શું તમે જાણો છો શિવ અને પાર્વતીની એક ‘અશોક સુંદરી’ નામની પુત્રી પણ હતી, જાણો કેવી રીતે થયો હતો તેનો જન્મ

ધાર્મિક

ભગવાન શિવના બે પુત્રો કાર્તિકેય અને ગણેશ સિવાય તેમને એક અન્ય પુત્રી અશોક સુંદરી પણ હતી, જેના વિશે પદ્મપુરાણમાં ઉલ્લેખ મળે છે. ભગવાન શિવ અને પાર્વતીની પુત્રીનું નામ અશોક સુંદરી હતું જે ખૂબ જ સુંદર હતી. અશોક સુંદરી એક દેવ પુત્રી હતી જેના લગ્ન રાજા નહુષ સાથે થયા હતા.

પદ્મપુરાણ મુજબ, એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને વિશ્વના સૌથી સુંદર બગીચામાં ફરવાની ઇચ્છા વ્યક્ત કરી. માતા પાર્વતીની જીદ પર ભગવાન શિવ તેમને નંદનવન લઈ ગયા જ્યાં માતા પાર્વતીને એક કલ્પવૃક્ષ નામના ઝાડ સાથે લગાવ થઈ ગયો. કલ્પવૃક્ષ ઇચ્છા પૂર્ણ કરનારું વૃક્ષ હતું, તેથી માતા પાર્વતીએ ભગવાન શિવને આ વૃક્ષ કૈલાસ પર્વત પર લઈ જવા કહ્યું. પાર્વતીના કહેવા પર શિવ તે વૃક્ષને કૈલાસ પર્વત પર લાવ્યા અને ત્યાંના બગીચામાં સ્થાપિત કર્યું.

એક દિવસ માતા એકલા તે બગીચામાં ફરી રહ્યા હતા જ્યાં ભગવાન શિવ તે કલ્પવૃક્ષ લાવીને રાખ્યું હતું. ભગવાન શિવ ધ્યાનમાં તલ્લીન હોવાને કારણે પાર્વતી એકલતા અનુભવી રહ્યા હતા, આવી સ્થિતિમાં માતા પાર્વતીએ એક પુત્રીની ઈચ્છા કરી. ત્યારે જ માતા પાર્વતીને કલ્પવૃક્ષ યાદ આવ્યું અને માતા પાર્વતી એ ત્યાં જઈને તેની ઇચ્છા તેની સામે રાખી. આ ઇચ્છા તુરંત પૂરી થઈ અને પુત્રીનું નામ અશોક રાખવામાં આવ્યું. તેને સુંદરી એટલા માટે કહેવામાં આવી કારણ કે તે ખૂબ જ સુંદર હતી. તેના લગ્ન ચંદ્રવંશી યયાતીના પૌત્ર નહુશા સાથે નક્કી થયા હતા.

એકવાર અશોક સુંદરી તેની સહેલીઓ સાથે નંદનવનમાં રમી રહી હતી, ત્યારે ત્યાં હુંડ નામનો ભયંકર રાક્ષસ આવ્યો. તે અશોક સુંદરીના રૂપને જોઈને તેમના તરફ આકર્ષિત થયો, તેણે આ પહેલા ક્યારેય અશોક સુંદરી જેવી સુંદર છોકરી જોઇ ન હતી. રાક્ષસે અશોક સુંદરી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ અશોક સુંદરીએ તેમનો પ્રસ્તાવ એમ કહીને ઠુકરાવી દીધો કે તેમના લગ્ન રાજકુમાર નિહુશ સાથે થશે, એવું તેને એક વરદાન મળ્યું છે. રાક્ષસે અશોક સુંદરીને કહ્યું કે તે રાજકુમાર નીહુશનો વધ કરીને તેની સાથે લગ્ન કરશે, આ પછી, રાક્ષસ હુંડ નિહુષને શોધવા નીકળ્યો. જ્યારે રાક્ષસે નિહુષનું અપહરણ કર્યું તે સમયે રાજકુમાર નિહુશ ઘણા નાના હતા.

રાક્ષસની દાસી કોઈ પણ રીતે રાજકુમાર નીહુશને બચાવીને તેને ઋષિ વિશિષ્ઠના આશ્રમમાં લાવ્યા અને આશ્રમમાં જ રાજકુમાર મોટો થયો. એક દિવસ રાજકુમાર નિહુષે રાક્ષસ હુંડ ને શોધીને તેનો વધ કર્યો. આ પછી, ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી, નિહુષ અને અશોક સુંદરીના લગ્ન પૂર્ણ થયાં અને અશોક સુન્દરી યયાતિ જેવા વીર પુત્ર અને સો રૂપવાન કન્યાઓની માતા બની!

Leave a Reply

Your email address will not be published.