જો તમે દરરોજ કરશો આ 5 કામ, તો ક્યારેય પણ નહિં આવે તમારા બેંક બેલેંસમાં ઘટાડો

ધાર્મિક

વાસ્તુ શાસ્ત્રમાં અગણિત ટિપ્સ જણાવવામાં આવી છે, જેની મદદથી જીવનમાં ખુશીઓ લાવી શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ આ ટીપ્સની મદદથી જીવન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે અને આસપાસ રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. જે લોકો ધનવાન બનવા ઈચ્છે છે અથવા ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા ઈચ્છે છે. તે લોકોએ વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા આ ઉપાય જરૂર કરવા જોઈએ.

જરુર બનાવો રંગોળી: રંગોળી બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે અને કોઈ પણ તહેવાર પર ઘરમાં રંગોળી જરૂર બનાવવામાં આવે છે. ખરેખર રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્રમાં રંગોળી બનાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ તહેવારો અને શુભ પ્રસંગો દરમિયાન રંગોળી બનાવવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને માતા લક્ષ્મીનો વાસ થાય છે. તેથી જે લોકો અમીર બનવા ઈચ્છે છે તે લોકોએ તેમના ઘરના મુખ્ય દરવાજા પાસે રંગોળી જરૂર બનાવવી છે.

જરૂર કરો ધૂપ: વાસ્તુ શાસ્ત્રમાં ધૂપ કરવો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે, દિવસમાં બે વાર ધૂપ કરવાથી અથવા કપૂર સળગાવવાથી શુભ ફળ મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ધૂપ અને કપૂરને શ્રેષ્ઠ કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સવારે અને સાંજે ધૂપ કરવામાં આવે છે. ત્યાં ક્યારેય પૈસાની તંગી થતી નથી. તેથી સાંજના સમયે અને સવારે ધૂપ જરૂર કરવો જોઈએ.

જમણો પગ મુકીને જ શરૂઆત કરો: વાસ્તુ શાસ્ત્રમાં જમણા પગને શુભ માનવામાં આવે છે કારણ કે આ પગમાં સકારાત્મક ઉર્જા હોય છે. તેથી જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે તમારા ઘરની બહાર જાઓ ત્યારે સૌથી પહેલા તમારા જમણો પગ બહાર રાખો. આ રીતે તમારી ઓફિસ અથવા ધંધાના સ્થળ પર પ્રવેશ કરતા પહેલા હંમેશા તમારો જમણો પગ પહેલા અંદર મુકો. આ કરવાથી ધંધા અને નોકરીમાં લાભ મળતો રહે છે.

ઘરની સફાઈ કરો: ઘર જેટલું સાફ હશે, ત્યાં એટલા જ પૈસા ટકશે. તેથી તમારા ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને ઘરને ક્યારેય ગંદુ ન થવા દો. ઘરની સફાઈ કરતી વખતે ઘરમાં દરરોજ પોછા લગાવો. ઘણા લોકો એક જ ડોલથી આખા ઘરમાં પોછા લગાવી દે છે, જે ખોટું છે. પોછા લગાવવા માટે હંમેશાં શુધ્ધ પાણીનો ઉપયોગ કરો અને જ્યારે તે પાણી ગંદુ થઈ જાય છે ત્યારે તેને બદલીને પોછા લગાવો.

પક્ષીઓ માટે રાખો પાણી: ઘરની છત પર પક્ષીઓ માટે પાણી રાખો. પક્ષીઓને પાણી પીવડાવવું શુભ છે અને આ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. પાણી ઉપરાંત તમે પક્ષીઓ માટે છત પર અનાજના દાણા પણ રાખી શકશો.

મની પ્લાન્ટ જરૂર લગાવો: તમારા ઘરમાં મની પ્લાન્ટ જરૂર રાખો. મની પ્લાન્ટના ઘરમાં હોવાથી પૈસાની અછત થતી નથી. મની પ્લાંટને ઘરની અંદર રાખવો શ્રેષ્ઠ માનવામા આવે છે, તેને ક્યારેય ઘરની બહાર ન રાખો.