માતા બની 39 વર્ષની દીયા મિર્જા, સુંદર અભિનેત્રીએ લગ્નના 3 મહિના પછી જ આપ્યો પુત્રને જન્મ, જુવો તેની પહેલી ઝલક

બોલિવુડ

બોલિવૂડની જાણીતી અને સુંદર અભિનેત્રી દિયા મિર્ઝાના ઘરે કિલકારી ગૂંઝી છે. થોડા મહિના પહેલા જ બીજા લગ્ન કરનાર દિયા મિર્ઝાએ એક પુત્રને જન્મ આપ્યો છે અને તેણે આ સમાચાર પોતાના બધા ચાહકો સાથે શેર કર્યા છે. સમાચાર સામે આવતાની સાથે જ અભિનેત્રીને માતા બનવા બદલ અભિનંદન આપનારા લોકોની લાઈન લાગી ગઈ છે.

જણાવી દઇએ કે, ચાહકો માટે આ થોડી આશ્ચર્યજનક વાત છે કે અભિનેત્રી બે મહિના પહેલા જ માતા બની ચુકી હતી, પરંતુ તેણે ચાહકો વચ્ચે તેની માહિતી અત્યારે શેર કરી છે. લગ્ન દરમિયાન દિયા મિર્ઝા પ્રેગ્નેંટ હતી. જ્યારે લગ્નના ત્રણ મહિના પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે દિયા મિર્ઝાએ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ તેના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના ત્રણ મહિના પછી બંને એક પુત્રના માતાપિતા બન્યા હતા. દિયા મિર્ઝાએ માહિતી આપતાં કહ્યું છે કે 14 મે 2021 ના રોજ તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ મુજબ જોવામાં આવે તો અભિનેત્રી લગ્ન દરમિયાન 6 મહિનાની પ્રેગ્નેંટ હતી. તેણે હવે માતા બન્યાના બે મહિના પછી માતા બનવાના સમાચાર પોતાના ચાહકો સાથે શેર કર્યા છે.

જણાવી દઈએ કે દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તે હંમેશાં કોઈને કોઈ પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં તેમના દ્વારા કરવામાં આવેલી તેમની પોસ્ટ તેમની સાથે જ ચાહકો માટે પણ ખાસ છે. ચાહકો તેને અને તેના પતિને માતાપિતા બનવાના અભિનંદન અને શુભેચ્છા આપી રહ્યા છે. અભિનેત્રીએ આ ખુશખબર શેર કરતા લખ્યું છે કે, “તમારું એક સંતાન થવા પર તમારે હંમેશા એ નિર્ણય લેવો પડે છે કે તમારું દિલ તમારું દિલ તમારા શરીરની આસ-પાસ હંમેશા રહે.”

અભિનેત્રીએ આગળ લખ્યું કે, “આ શબ્દો આ સમયે વૈભવ અને મારી ભાવનાઓનું સંપૂર્ણ રીતે ઉદાહરણ છે. અમારા દિલના ધબકારા, અમારા પુત્ર અવ્યાન આઝાદ રેખીનો જન્મ 14 મેના રોજ થયો હતો. વહેલા પહોંચ્યા પછી, નવજાત આઇસીયુમાં નર્સો અને ડોકટરો દ્વારા અમારા નાના ચમત્કારની સંભાળ કરવામાં આવી છે.”

દિયાએ લાંબી પોસ્ટ શેર કરતા આગળ જણાવ્યું કે, ‘મારી પ્રેગ્નેંસી દરમિયાન મારે અચાનક એક ઓપરેશન કરાવવું પડ્યું હતું, જેના કારણે મને ગંભીર ચેપ ‘સેપ્સિસ’ નું જોખમ વધી ગયું હતું, જેનાથી મારા જીવને પણ જોખમ હતું. સારું છે, અમારા ડૉક્ટર દ્વારા સમય પર સી-સેક્શન દ્વારા અમારા બાળકનો સુરક્ષિત જન્મ કર્યો. જ્યારે અમે અમારા નાના જીવને આ દુનિયામાં જોયો તો અમે તેનાથી એ શીખ્યું કે સંપૂર્ણ વિનમ્રતા સાથે બ્રહ્માંડ અને પિતૃત્વ પર વિશ્વાસ કરવાનો છે ન કે ડરવું. અભિનેત્રીએ બાળકનો ચહેરો તો નથી બતાવ્યો. તેણે જે તસ્વીર શેર કરી છે તેમાં તે પુત્રનો હાથ પકડેલી છે. પુત્રનું નામ આ કપલે અવ્યાન આઝાદ રાખ્યું છે.

જણાવી દઈએ કે લગ્નના દોઢ મહિના પછી, દિયા મિર્ઝાએ તેની પ્રેગ્નેંસી વિશેની માહિતી શેર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેણે બેબી બમ્પ પકડીને એક તસવીર શેર કરી હતી અને તેને કેપ્શન આપતા કહ્યું, “પૃથ્વીની જેમ માતા બનવાનું સૌભાગ્ય મળ્યું. જીવનની શક્તિઓ સાથે એક બનવું, જે દરેક ચીજની શરૂઆત છે. બધી સ્ટોરીઓ, લોરીઓ અને ગીતો સાથે એક બનવું, જીવનના ઉત્પદન સાથે એક થવાનું અને ઘણી આશાઓ સાથે એક થવાનું સૌભાગ્ય મળ્યું છે. મારા ગર્ભમાં રહેલા આ બધા સપનાને પાળવા માટે ધન્ય થવાનું.”