દિયા મિર્જા લગ્નના દોઢ મહીના પછી થઈ પ્રેગ્નેંટ, જુવો તેના બેબી બમ્પની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ તાજેતરમાં લગ્ન કર્યાં છે. તેમના લગ્નને હજુ બે મહિના થયા નથી. હવે તેની પ્રેગ્નેંસીના સમાચાર આવી રહ્યા છે. દિયા મિર્ઝાએ આ સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા છે. જાણાવી દઈએ છે કે દિયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીએ જ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના આ બીજા લગ્ન હતા. લગ્ન પછી બંને પોતાના હનીમૂન માટે માલદીવ ગયા હતા, ત્યાંથી અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી.

તાજેતરમાં દીયાએ એક પોસ્ટ દ્વારા બધાને તેની પ્રેગ્નેંસી વિશે જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતાની સાથે જ લોકો તેમને અનેક પ્રકારના સવાલ પૂછવા લાગ્યા છે. દિયા મિર્ઝાએ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે તેના બંને હાથથી બેબી બમ્પ પકડતી જોવા મળી રહી છે.

સૌભાગ્યથી ધરતીની જેમ માતા બનવાની તક મળી. જીવનની શક્તિઓ સાથે એક બનવું, જે દરેક ચીજની શરૂઆત છે. બધી સ્ટોરીઓ, લોરીઓ અને ગીતોની સાથે રહેવાની તક છે. જીવનની પેદાશની સાથે એક થવાની અને ઘણી આશાઓ સાથે એક થવાનું સૌભાગ્ય મળ્યું છે, મારા ગર્ભમાં પળી રહેલા આ બધા સપનાઓને પૂરા કરવા માટે ધન્ય થવાની તક મળી છે.

દિયા મિર્ઝાની આ પોસ્ટ પછી, લોકો તેમને ઘણા પ્રકારનાં સવાલો પૂછી રહ્યા છે. આ સાથે ઘણા લોકો એક નાનકડી માનસિકતા આપતા કમેંટ કરી રહ્ય છે. એક વ્યક્તિએ લખ્યું – સાચું છે એપ્રિલ ફુલ તો નથી ને, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, હાલમાં જ લગ્ન થયા હતા. તો અન્ય એક યૂઝરે લખ્યું, પહેલા લગ્ન થતા હતા, એટલા માટે બાળકો થતા હતા અને હવે બાળક થવાનું છે, એટલે લગ્ન થાય છે.

આ દરમિયાન, એક યૂઝરે રમુજી કમેંટ કરતાં પૂછ્યું કે, પેગ્નેંસી અનાઉંસ કરનારી તે બ્લેક પોલ્કા ડૉટ ડ્રેસ ક્યાં છે? આ સાથે એક યૂઝરે દીયા મિર્જાની સાઈડ લેતા લખ્યું છે કે, આ તેની પર્સનલ લાઈફ છે, કોઈને શું પરેશાની છે.

નોંધપાત્ર વાત એ છે કે અભિનેત્રી દિયા મિર્ઝાએ ઓક્ટોબર 2014 માં પ્રોડ્યૂસર સાહિલ સંઘા સાથે પહેલા લગ્ન કર્યા હતા. તેમના આ લગ્ન માત્ર પાંચ વર્ષમાં જ તૂટી ગયા હતા. ઓગસ્ટ 2019 માં, બંનેના છૂટાછેડા થયા હતા. સાહિલ સંઘા અને દિયા મિર્ઝા પતિ-પત્ની હોવાની સાથે બિઝનેસ પાર્ટનર્ર પણ હતા. અને આ બંનેના અલગ થવાનું કારણ તેને જ માનવામાં આવે છે.

દિયાએ વર્ષ 2000 માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિકનો તાજ પોતાના નામે કર્યો હતો. ત્યાર પછી તેણે બોલિવૂડમાં ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’ થી એન્ટ્રી કરી હતી. આજે તે તેની એક્ટિંગને કારણે ચાહકોના દિલમાં રાજ કરે છે. દીયા છેલ્લે અભિનેત્રી તાપ્સી પન્નુ સાથે ફિલ્મ ‘થપ્પડ’ માં જોવા મળી હતી. હાલમાં દીયા તેલુગુ ફિલ્મ ‘વાઇલ્ડ ડોગ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે.

અભિનેત્રી દિયા મિર્ઝાએ ‘દીવાનાપન’ (2001), ‘તુમકો ના ભૂલ પાએંગે’ (2002), ‘દમ’ (2003), ‘તુમસા નહીં દેખા’ (2004), ‘બ્લેકમેલ’ (2004), ‘હમ તુમ ઔર ગોસ્ટ’ ‘(2010) અને સંજુ (2018) સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.