દિવ્યંકા ત્રિપાઠીએ આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી પતિ સાથે એનિવર્સરી, જુવો બંનેની રોમેંટિક સ્ટાઈલ

Uncategorized

કોઈ પણ કપલ માટે તેની સગાઈ અને લગ્નની એનિવર્સરી ખૂબ જ ખાસ હોય છે. તે દર વર્ષે તેને સારી રીતે સેલિબ્રેટ કરે છે. ખાસ કરીને સેલિબ્રિટીઝ લોકો તેને એક લેવલ ઉપર લઇ જાય છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં એનિવર્સરી પર પોતાના પાર્ટનર સાથે તસવીર અને એક ઈમોશનલ પોસ્ટ લખવી પણ કોમન બની ગયું છે. હવે આવું જ કંઈક ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠીએ પણ કર્યું છે.

36 વર્ષની અભિનેત્રીએ વર્ષ 2016 માં ટીવી અભિનેતા વિવેક દહિયા સાથે લગ્ન કર્યા હતા. ગયા શુક્રવારે એટલે કે 15 જાન્યુઆરી તેમની સગાઈની એનિવર્સરી હતી. આ પ્રસંગે પતિ-પત્નીએ ખૂબ મજા માણી. દિવ્યાંકાએ તેના સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. દિવ્યાંકા દ્વારા શેર કરેલી આ તસવીરમાં તે પતિ વિવેક સાથે કેન્ડલ લાઈટ ડિનર ઇન્જોય કરતી જોવા મળી રહી છે. આ તસવીર સાથે તેણે એક સુંદર નોટ પણ કેપ્શનમાં લખી છે.

તેણે લખ્યું છે કે, લાઈફ આપણને સરપ્રાઈઝ આપે છે.. પરંતુ આપણે થોડો સમય કાઢિને લાઈફને પણ સરપ્રાઈઝ આપવી જોઈએ. જુઓ વિવેક, આજે આપણે ક્યાં છીએ.. આપણી નાનકડી જાદુઈ દુનિયામાં.. આ નિર્ણય બદલ આભાર. તેણે આગળ લખ્યું છે કે – આપણી સગાઈની એનિવર્સરી પર ચિયર્સ વિવેક દહિયા. તે લોકોને પણ ચિયર્સ જે કોઈપણ રીતે પોતાની લાઈફને ચેંજ કરવાની યોજના બનાવી રહ્યા છે. લાઈફ એક જુગાર છે અને જો તમને પોતાના પર વિશ્વાસ છે તો ઉંડો શ્વાસ લો અને પોતાનો નિર્ણય લો.

દિવ્યાંકાની આ પોસ્ટ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેને અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. સાથે જ કમેંટમાં ઘણા લોકો કમેંટ કરીને બંનેને સગાઈની એનિવર્સરી પર શુભેચ્છાઓ આપી રહ્યા છે. ચાહકોને બંનેની જોડી ખૂબ જ પસંદ આવે છે.

કામની વાત કરીએ તો દિવ્યાંકા હાલમાં ‘ક્રાઇમ પેટ્રોલ સતર્ક: વુમેન અગેનસ્ટ ક્રાઇમ’ ટીવી શોમાં એંકરિંગ કરી રહી છે. આ શો બાળ શોષણ, બળાત્કાર, છેડતી, હત્યા જેવી ઘટનાઓ પર આધારિત એક વિશેષ સીરીઝ છે. જણાવી દઈએ કે આ પહેલા આપણે તેને ‘કોલ્ડ લસ્સી અને ચિકન મસાલા’ જેવા વેબ શોમાં પણ જોઇ ચૂક્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.