પૈસા અને ખ્યાતિ મેળવ્યા પછી પહેલી પત્નીને આપ્યા છુટાછેડા, આજે મુંબઈમાં આટલા અધધ કરોડની સંપત્તિના માલિક છે હિમેશ રેશમિયા

બોલિવુડ

બોલિવૂડના જાણીતા સિંગર, કમ્પોઝર અને અભિનેતા હિમેશ રેશમિયા આજે કોઈ ઓળખના મોહતાજ નથી. હિમેશ હંમેશા તેના સોંગસને કારણે ખૂબ હેડલાઇન્સ બનાવે છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સુપરહિટ મ્યુઝિક આપ્યું છે. આ તબક્કે પહોંચવા હિમેશે ખૂબ જ મહેનત કરી છે. હિમેશે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ગીત ગાશે. પરંતુ તેમણે આશિક બનાયા આપને, ‘ઝલક દિખલા જા’ જેવા સુપરહિટ ગીત ગાઇને બધાને ચોંકાવી દીધા હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના પિતા વિપિન રેશમિયા ઇચ્છતા હતા કે હિમેશ એક શ્રેષ્ઠ સિંગર બને. પિતાની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે હિમેશે સંગીતને પોતાની કારકીર્દિ બનાવી અને આજે તે કઈ જગ્યા છે તે કોઈને કહેવાની જરૂર નથી.

હિમેશે તેના મ્યૂઝિકની શરૂઆત સલમાન ખાનની હિટ ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ થી કરી હતી. સલમાન ખાને હિમેશ રેશમિયાને ઘણો સપોર્ટ કર્યો છે. આ વાતનો હિમેશ પોતે ઘણીવાર બધાની સામે ઉલ્લેખ કરી ચુક્યા છે. અભિનેતા સલમાન ખાન હિમેશના પિતાની ખૂબ નજીક હતો, તેથી તેણે હિમેશને તેની ફિલ્મ તેરે નામના બધા ગીતો કંપોઝ કરવાની જવાબદારી સોંપી હતી.

ફિલ્મ તેરે નામના ગીત આવતાની સાથે જ હિટ થઈ ગયા. આ સાથે હિમેશની કારકિર્દી પણ ચમકી ગઈ. હિમેશ રેશમિયાએ અત્યાર સુધીમાં 800 થી વધુ ગીત કંપોઝ કર્યા છે. હિમેશનો પહેલો આલ્બમ ‘આપ કા સુરૂર’ ઈંડિયન મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં સૌથી વધુ વેચનાર આલ્બમ હતો.

હિમેશની ગણતરી આજે સૌથી સફળ અને અમીર સિંગર-કંપોઝર તરીકે કરવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ તેની કુલ સંપત્તિ આશરે 10 મિલિયન ડોલર એટલે કે 73 કરોડ રૂપિયા આસપાસ છે. જણાવી દઈએ કે હિમેશ એક ગીત માટે 15 થી 20 લાખ રૂપિયા લે છે. આ સાથે જ તેની કમાણી સ્ટેઝ શો થી પણ થાય છે. તે દુનિયાભરમાં દર વર્ષે 100 થી વધુ સ્ટેજ શો કરે છે. હિમેશ એક સ્ટેજ શો માટે 40 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

હિમેશની પહેલી પત્ની કોમલ હતી. 2017 માં તેણે કોમલને છૂટાછેડા આપ્યા હતા. ત્યાર પછી હિમેશે વર્ષ 2018 માં સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા હતા. મુંબઈમાં એક લક્ઝરી ફ્લેટમાં તે બીજી પત્ની સોનિયા કપૂર સાથે રહે છે. સોનિયા એક ટીવી અભિનેત્રી છે.

સોનિયાએ ‘સતી’, ‘કિટ્ટી પાર્ટી’, ‘રીમિક્સ’, ‘એસ બોસ’ અને ‘કૈસા યે પ્યાર હૈ’ જેવી સિરિયલોમાં એક્ટિંગ કરી ચુકી છે. હિમેશ પાસે BMW 6 સિરીઝ છે જેની કિંમત 1.2 કરોડ રૂપિયા છે, આ સાથે તેની પાસે ઘણા વધુ લક્ઝરી વાહન છે. તેમની પાસે એચ.આર નામનો પોતાનો સ્ટૂડિયો પણ છે. જોકે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલો છે.

આ દિવસોમાં હિમેશ રેશમિયા ઈન્ડિયન આઇડોલ 12 માં જજ તરીકે જોવા મળી રહ્યા છે. હિમેશ આ શોના એક એપિસોડના શૂટિંગ માટે આશરે 2.5 લાખ રૂપિયા લે છે. હિમેશ રેશમિયા ટેલીવિઝનના ઘણા સિંગિંગ બેસ્ડ રિયાલિટી શોઝમાં જજ તરીકે જોવા મળી ચુક્યા છે. જેમાં સારેગામાપા ચેલેંજ, મ્યૂઝિક કા મહાક્ષેત્ર, સુર ક્ષેત્ર જેવા શોઝના નામ વગેરે શામેલ છે.