માતા-પિતાના છુટાછેડાથી બિલકુલ દુઃખી નથી આ 4 અભિનેત્રીઓ, કોઈ કહ્યું ખુશ છે તો કોઈએ કહ્યું કે….

બોલિવુડ

આજના સમયમાં સંબંધો પહેલા જેવા નથી રહ્યા. નાની નાની વાતોમાં લોકોના લગ્ન તૂટી જાય છે. પતિ -પત્ની પોતાના રસ્તા અલગ કરી લે છે અને છૂટાછેડા લે છે. છૂટાછેડા ખૂબ જ દુઃખ ભરેલા અને તણાવપૂર્ણ પણ હોય છે. આ કપલ માટે તો તણાવપૂર્ણ અને ખૂબ જ ખરાબ રહે જ છે સાથે જ બાળકો પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. જોકે ફિલ્મી દુનિયામાં આ એક સામાન્ય વાત છે. અવારનવાર ફિલ્મી સ્ટાર્સના સંબંધ તૂટી જાય છે અને ટૂંક સમયમાં તે અન્ય સાથે સંબંધ બનાવી લે છે. હિન્દી સિનેમામાં એવા ઘણા સ્ટાર કિડ્સ છે જેમણે પોતાના માતાપિતાના છૂટાછેડાને યોગ્ય જણાવ્યા હતા અને તેમના જીવન પર તેની કોઈ અસર પણ ન થઈ. ચાલો આજે આવા જ 4 બોલિવૂડ સ્ટાર્સ વિશે જાણીએ.

સારા અલી ખાન: આજના સમયમાં હિન્દી સિનેમામાં સારા અલી ખાન એક જાણીતું નામ છે. વર્ષ 2018 માં સારાએ ફિલ્મ ‘કેદારનાથ’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેનો હીરો હતો દિવંગત સુશાંત સિંહ રાજપૂત. પોતાની પહેલી જ ફિલ્મથી ચર્ચામાં આવેલી સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી છે.

જણાવી દઈએ કે અમૃતા સિંહ, સૈફ અલી ખાનની પહેલી પત્ની છે. બંનેએ વર્ષ 1991 માં લવ મેરેજ કર્યા હતા, જોકે વર્ષ 2004 માં બંનેએ પોતાનો સંબંધ સમાપ્ત કર્યો હતો. લગ્નના 13 વર્ષ પછી આ કપલે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી અમૃતાએ તેના બંને બાળકો સારા અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાનનો ઉછેર કર્યો અને અત્યારે પણ બંને બાળકો અમૃતા સાથે રહે છે. જોકે તે પોતાના પિતા સૈફને પણ મળતા રહે છે.

સારા અલી ખાન જણાવી ચુકી છે કે છૂટાછેડા પછી તેના માતા-પિતા વધુ સુખી જીવન જીવી રહ્યા છે અને તેમને પણ બે સુખી ઘર મળ્યા છે. પોતાના એક ઇન્ટરવ્યુમાં સારાએ માતાપિતાના છૂટાછેડા વિશે વાત કરતા કહ્યું કે, માતાપિતાનો છૂટાછેડા લેવાનો નિર્ણય યોગ્ય હતો. સારા મુજબ, એક ઘરમાં રહીને લડાઈ-ઝઘડા કરવાથી સારું છે કે છુટાછેડા લઈને અલગ થઈ જાઓ અને ખુશીથી રહો.

શ્રુતિ હાસન: શ્રુતિ હાસન દક્ષિણ ભારતીય સિનેમાનું એક જાણીતું નામ છે. સાથે જ તે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. નોંધપાત્ર છે કે શ્રુતિ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર કમલ હાસનની પુત્રી છે. સાથે જ તેની માતા અભિનેત્રી સારિકા છે. જોકે જ્યારે શ્રુતિ ખૂબ નાની હતી ત્યારે જ કમલ અને સારિકા છૂટાછેડા લઈ ચુક્યા હતા.

પોતાના માતાપિતાના છૂટાછેડા પર શ્રુતિએ વાત કરતા જણાવ્યું હતું કે તે ખુશ હતી કે તેના માતાપિતાના રસ્તા અલગ થઈ રહ્યા હતા. કારણ કે તેને નથી લાગતું કે બે લોકો જેમની પરસ્પર નથી બનતી, તેમણે જબરદસ્તીથી સાથે રહેવું જોઈએ. પોતાના માતા-પિતા બંનેને શ્રેષ્ઠ વ્યક્તિત્વ વાળા લોકો જણાવતા શ્રુતિએ કહ્યું હતું કે, તે આ વાતને લઈને ઉત્સુક હતી કે તેમના માતા-પિતા જીવનની નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે.

અરહાન ખાન: અરહાન ખાન અભિનેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઈકા અરોરાનો પુત્ર છે. વર્ષ 1998 માં બંનેએ લગ્ન કર્યા હતા અને વર્ષ 2017 માં છૂટાછેડા લીધા હતા. બંનેના છૂટાછેડા પર અરહાનનું કહેવું રહ્યું કે, છુટાછેડાથી તે દુઃખી નથી પરંતુ આ વાતને લઈને ખુશ હતા કે તેમના માતા-પિતા અલગ થઈને પણ સાથે છે.

કરીના કપૂર અને કરિશ્મા કપૂર: પ્રખ્યાત અભિનેત્રીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂર બહેનો છે અને તેના પિતા અભિનેતા રણધીર કપૂર છે અને માતા અભિનેત્રી બબીતા છે. બંનેએ વર્ષ 1974 માં લગ્ન કર્યા હતા. આ કપલના છુટાછેડા તો થયા ન હતા જોકે લગ્નના થોડા વર્ષો પછીથી બંને અલગ રહે છે. કરીના અને કરિશ્માએ તેના વિશે કહ્યું હતું કે, જો સાથે રહેવું મુશ્કેલ હોય તો છૂટાછેડાથી શ્રેષ્ઠ હોય છે અલગ-અલગ રહેવું.