સામંથા અને ધનુષ પછી હવે બીજા છુટાછેડા ચિરંજીવીના પરિવારમાંથી થવા જઈ રહ્યા છે, સામે આવ્યું તેનું આ કારણ

બોલિવુડ

આ દિવસોમાં સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ધૂમ ચાલી રહી છે. સામંથા પછી ધનુષ અને એશ્વર્યા રજનીકાંતના છૂટાછેડાના સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. સાથે જ ટોલીવુડના મેગા સ્ટાર ચિરંજીવીના ઘરેથી પણ કંઈક એ પ્રકારના સમાચાર આવી રહ્યા છે, જેને જાણીને ચાહકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે. ચિરંજીવીની સૌથી નાની પુત્રી અને અભિનેતા રામ ચરણની બહેન શ્રીજાએ સોશિયલ મીડિયા પર તેના પતિ કલ્યાણનું નામ હટાવીને પિતાની સરનેમ જોડી લીધી છે.

હવે ત્યાર પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક અન્ય ઘર તૂટવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે શ્રીજાના લગ્ન માર્ચ 2016માં થયા હતા. ત્યાર પછી વર્ષ 2018 માં કપલને એક સુંદર પુત્રી પણ થઈ. શ્રીજાના આ બીજા લગ્ન છે. આ પહેલ તેમણે શિરીષ ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેણે પોતાના પહેલા પતિ પર હૈરસમેંટનો કેસ નોંધાવ્યો હતો અને પછી આ બંને અલગ થઈ ગયા.

નોંધપાત્ર છે કે હવે શ્રીજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ બદલીને ‘શ્રીજા કલ્યાણ’ થી ‘શ્રીજા કોનિડેલા’ કરી લીધું છે. સ્પષ્ટ છે કે ત્યાર પછી ચિરંજીવીના ચાહકોની ચિંતા ખૂબ વધી ગઈ છે. સાથે છેલ્લા થોડા સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે શ્રીજા અને તેના પતિ કલ્યાણ ધેવ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી.

સાથે જ ચિરંજીવીનો પરિવાર પણ કલ્યાણ ધેવની તાજેતરની ફિલ્મ ‘સુપર માચી’ના પ્રમોશન દરમિયાન જોવા મળ્યો નથી, જેને તેના લગ્નને લઈને ચાલી રહેલી અટકળોને હવા આપી છે.

જણાવી દઈએ કે ટોલીવૂડના સ્ટાર્સમાંથી કંઈક આવી જ હાલત ભૂતકાળમાં સામંથાની પણ હતી. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય અક્કીનેનીના પણ થોડા સમય પહેલા છૂટાછેડા થયા છે. ઓફિશિયલ ઘોષણા પહેલા સામંથાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના નામમાંથી ‘અક્કીનેની’ સરનેમ હટાવી દીધી હતી. જોકે તે સમયે તેણે પણ તેનું કોઈ કારણ જણાવ્યું ન હતું.

સાથે જ આ બાબતમાં હવે ઘણા નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, શ્રીજા અને કલ્યાણ હવે છૂટાછેડા તરફ આગળ વધી ચુક્યા છે. જોકે, શ્રીજા અથવા કલ્યાણ ધેવ તરફથી આ બાબતો પર કોઈ પણ પ્રકારનું રિએક્શન આપવામાં આવ્યું નથી. હવે તે તો સમય જ જણાવશે કે આ સમાચાર કેટલા સાચા સાબિત થાય છે. હાલમાં ચાહકો સામંથાના છુટાછેડાનું કારણ પણ જાણી શક્યા ન હતા કે, તેમને ધનુષ તરફથી ઝટકો લાગ્યો. હવે આગળનો ઝટકો ચિરંજીવીના પરિવારથી મળી શકે છે.