સની અને બોબીએ સાવકી બહેન ઈશા-અહાના ના લગ્નથી બનાવ્યું હતું અંતર, આ અભિનેતાએ નિભાવી હતી ભાઈની રશમ

બોલિવુડ

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ગણતરી બોલીવુડની પાવર કપલમાં થાય છે. હેમા – ધર્મેન્દ્રની લવ સ્ટોરી આજે પણ દરેકને યાદ છે. આ બંનેની આ જોડી માત્ર એક આદર્શ જોડી જ નથી પરંતુ પ્રેમ આજ સુધી જિવંત રહેવાનું ઉદાહરણ પણ છે. ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા છે. હેમા અને ધર્મેન્દ્રને બે પુત્રીઓ ઈશા દેઓલ અને અહના દેઓલ છે. આ બંને બહેનોને કહેવા માટે બે ભાઈઓ છે, પરંતુ તે બંને સાવકા ભાઇ છે. સન્ની અને બોબી દેઓલ સાથે અહાના અને ઈશાના સંબંધો તો ઘણા સારા છે. પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે આ બંને ભાઈઓ તેમની બહેનોના લગ્નમાં શામેલ થયા ન હતા.

આ બંને મોટા સ્ટાર્સની ગેરહાજરીમાં આ બંને બહેનો માટે કોઈ અન્ય અભિનેતાએ ભાઈની ફરજ નિભાવી હતી. આ વાતનો ખુલાસો પણ ખુદ હેમા માલિની દ્વારા કરવામાં આવ્યો હતો. હેમાએ તેમના પુસ્તક હેમા માલિની: બિયોન્ડ ધ ડ્રીમ ગર્લમાં તેમના જીવનના ઘણા કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. તેમાં તેમણે ધર્મેન્દ્ર અને તેના બાળકો સાથેના સંબંધો વિશે પણ લખ્યું છે. તેમાં તેણે લખ્યું છે કે જ્યારે તેની બંને પુત્રીના લગ્ન થયાં તો તેમના ભાઈઓની ગેરહાજરીમાં કોઈ અન્ય અભિનેતાએ ભાઈ બનીને આ રસમ પૂર્ણ કરી હતી.

હેમા અને ધર્મેન્દ્રની બંને પુત્રીઓનાં લગ્ન થઈ ચુક્યા છે. બંને બહેનો પોતપોતાના જીવનમાં ખૂબ ખુશ છે. સની અને બોબી તેમની બહેનોના લગ્નમાં પહોંચ્યા ન હતા. તેમના જવાનું કારણ તેની ફિલ્મનું શૂટિંગ હતું. તે શૂટિંગને કારણે બહાર હતા. સની અને બોબી આ બંને ભાઈઓ તેમની બંને બહેનોના લગ્નમાં શામેલ થયા ન હતા. તેનું કારણ ગમે તે હોય, પરંતુ તે તેમની સાવકી બહેનોના લગ્નમાં શામેલ થયા ન હતા. આ લગ્નમાં આ બંનેની ગેરહાજરીમાં આહના અને ઇશા માટે ભાઈની રશમ કોઈ બીજાએ નહિં પરંતુ ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલ દ્વારા નિભાવવામાં આવી હતી.

અહાના અને ઈશાના લગ્નમાં અભય જ તે ભાઈ હતો જેણે તેની બહેનોના લગ્નમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જણાવી દઈએ કે અભયનો નાનપણથી જ તેની બંને બહેનો ઇશા અને અહાના સાથે ખૂબ સારો બોન્ડ રહ્યો છે. ઈશાનો સની સાથે પણ ખૂબ સારો બોન્ડ છે. સની જ સૌથી પહેલા તેની બહેન ઈશાને તેના ઘરે લાવ્યો હતો. આ બહેનો અને ભાઈઓએ બાળપણમાં એક સાથે ઘણો સમય પસાર કર્યો છે. પરંતુ બંને ભાઈ બહેનના લગ્નમાં પહોંચી શક્યા ન હતા.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને ભાઈઓ તેમની બહેનો માટે પ્રોટેક્ટિવ રહે છે, સાથે જ તે બંને તેમને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ જ્યારે બંને બહેનોના લગ્નમાં જોવા મળ્યા ન હતા ત્યારે લોકો વિવિધ પ્રકારની વાતો કરવા લાગ્યા હતા. ખેર લોકો આ ભાઈ-બહેનોના સંબંધો વિશે ઘણી રીતે વાતો કરે છે, કારણ કે આ લોકો એક સાથે ભાગ્યે જ જોવા મળે છે. ઈશા અને અહાના દર વર્ષે સની અને બોબીને રાખડી પણ બાંધે છે.