રિસેપ્શન પાર્ટીમાં અપ્સરા જેવી લાગી રહી હતી દિશા પરમાર, જુવો તેના રિસેપ્શનની તસવીરો

Uncategorized

બિગ બોસ 14 નો ભાગ રહેલા અને સિંગર રાહુલ વૈદ્ય એ પોતાની ગર્લફ્રેંડ દિશા પરમાર સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતા અને હવે રાહુલ વૈદ્ય અને ટીવી અભિનેત્રી દિશા પરમારના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કપલને ચાહકો સોશિયલ મીડિયા પર અભિનંદન અને અહુભકામનાઓ આપી રહ્યા છે. હવે બંનેના વેડિંગ રિસેપ્શનની તસવીરો પણ સામે આવી ગઈ છે.

લગ્ન દરમિયાન રાહુલ અને દિશાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે હવે બંનેની જોડી વિડિંગ રિસેપ્શનમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે રાહુલ અને દિશાના લગ્ન 16 જુલાઈએ થયા હતા. 17 જુલાઇએ એક રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. બંનેના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના લોકો રિસેપ્શન પાર્ટીમાં શામેલ થયા હતા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

તેની રિસેપ્શન પાર્ટીમાં દિશા પરમાર બ્લુ રંગના શિમરી લહેંગામાં જોવા મળી હતી, જ્યારે રાહુલ વૈદ્ય બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. દિશાનો વેડિંગ રિસેપ્શન વાળો લહેંગો ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો અને તેના આ આઉટફિટની ચાહકો ખૂબ પ્રસંશા પણ કરી રહ્યા હતા. દિશા આ લુકમાં કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછી લાગી રહી ન હતી.

દિશા અને રાહુલે વેડિંગ રિસેપ્શનના આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે, જે હવે ચર્ચાનો વિષય બની ગયું છે. કપલની સોશિયલ મીડિયા પર ખૂબ તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં બંનેની રોમેંટિક સ્ટાઈલ સ્પષ્ટ જોવા મળી શકે છે.

જણાવી દઈએ કે રાહુલ વૈદ્ય અને દિશા પરમારના પ્રેમ વિશે લોકોને જાણ બિગ બોસ 14 દરમિયાન થઈ હતી. બિગ બોસ 14 માં રાહુલ સ્પર્ધક તરીકે પહોંચ્યો હતો અને તેમણે ફિનાલે સુધીની સફર કરી હતી. તે બિગ બોસ 14 નો રનર અપ રહ્યો હતો. બિગ બોસના ઘરમાં જ્યારે દિશા રાહુલને મળવા આવી ત્યારે રાહુલે બધાની સામે દિશા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

ઘણા સેલેબ્સ થયા લગ્નમાં શામેલ: દિશા પરમાર અને રાહુલ વૈદ્યના લગ્નમાં નાના પડદેના ઘણા પ્રખ્યાત કલાકારોએ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્ન પછી સંગીત સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલી ગોની, અર્શી ખાન, રાખી સાવંત, જાસ્મિન ભસીન, વિકાસ ગુપ્તા, રશ્મિ દેસાઈ, સોનાલી ફોગાટ, શેફાલી બગ્ગા સહિત તેમના ઘણા મિત્રો શામેલ થયા હતા.

રાહુલ અને દિશાએ તેમના લગ્નમાં ખૂબ ડાન્સ કર્યો. કપલે લગ્નમાં ઘમાકેદાર સ્ટાઈલમાં એંટ્રી કરી. બંનેએ સાથે સુંદર ડાન્સ કર્યો. આ સાથે જ બંને અલગ અલગ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જ્યારે ટીવી અભિનેતા અને બિગ બોસ 14 ના સ્પર્ધક અલી ગોની અને એજાઝ ખાન પણ આ લગ્નમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

લોનાવાલામાં માણશે હનીમૂન: લગ્ન પછી રાહુલ અને દિશાએ મીડિયા સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના હનીમૂન વિશે કહ્યું કે, કોરોના મહામારીના સમયમાં વિદેશ જવું યોગ્ય
નથી અને આવી સ્થિતિમાં અબે હનીમૂન માટે લોનાવાલા જશું.