એક સમયે 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી દિશા પટાની, આજે છે કરોડોની માલિક, રહે છે આ લક્ઝરી ઘરમાં જુવો તસવીરો

બોલિવુડ

દિશા પટાની આજના સમયની સૌથી ફિટ અને સુંદર બોલિવૂડ અભિનેત્રીઓમાંની એક છે. એક સમયે માત્ર 500 રૂપિયા લઈને મુંબઇ આવેલી દિશાએ ખૂબ જ ઓછા સમયમાં હિન્દી સિનેમામાં સારું નામ કમાવ્યું છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘લોફર’ થી કરી હતી. ત્યાર પછી તે હિન્દી સિનેમામાં જોવા મળી હતી.

દિશા પટાણી પોતાની એક્ટિંગ અને ફિલ્મોની સાથે તેની તસવીરોને કારણે પણ ઇન્ટરનેટનો પારો ચળાવતી રહે છે. તેની બોલ્ડ તસવીરો ચાહકોને તેના દિવાના બનાવે છે. દિશાએ ભારતના પૂર્વ મહાન ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી થી હિંદી સિનેમામાં પગ મુક્યો હતો. દિશા ઘણીવાર ચર્ચામાં રહે છે. 29 વર્ષની દિશા મુંબઈના એક લક્ઝુરિયસ ઘરમાં રહે છે. ચાલો આજે અમે તમને અભિનેત્રીના ઘરની ઝલક બતાવીએ.

દિશા તેના લક્ઝુરિયસ ઘરમાં એકલી રહે છે. તેણે થોડા વર્ષો પહેલા મુંબઈમાં પોતાના માટે એક લક્ઝરી ઘર ખરીદ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ દિશાના આ ઘરની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

દિશા પટાનીના ઘરમાં એક પાલતુ કૂતરો તેમજ પાલતુ બિલાડી પણ છે. એક તસ્વીરમાં જ્યાં તે તેના કૂતરા પર પ્રેમ લૂટાવી રહી છે, બીજી તસ્વીરમાં તે બિલાડી સાથે મસ્તી કરતી જોવા મળી શકે છે.

દિશાએ તેના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું કર્યું છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ઘરમાં ક્લિક કરેલી તસવીરો શેર કરતી રહે છે. તેનું ઘર ખૂબ જ લક્ઝરી છે. આ તેના ઘરનો ડાઇનિંગ એરિયા છે જે ફાઇવ સ્ટાર હોટલ જેવો લાગે છે.

ઘરનું ઈંટીરિયર ખૂબ જ સુંદર રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે. ઘરની દિવાલોને વિવિધ રંગો અને ડિઝાઇન સાથે અભિનેત્રીએ સજાવી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે સફેદ રંગની દિવાલ પર ઘણી પેઇન્ટિંગ્સ છે, જે ઘર અને દિવાલની સુંદરતા વધારવાનું કામ કરી રહી છે.

ઘરમાં વુડન સોફા છે અને કલરફુલ દિવાલો સાથે ઘરને સજાવવામાં આવ્યું છે. સાથે જ વ્હાઈટ બેકગ્રાઉંડ સાથે જૂમરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિશા પટાનીએ તેના ઘરના દરેક એરિયાને ખૂબ સારી રીતે ડિઝાઈન કર્યો છે. તેમના ઘરની સુંદરતા જોતા જ બને છે. દિશાએ તેના ઘરમાં દરેક રંગને જગ્યા આપી છે. દિશા પટાની એ પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં સારી જગ્યા બનાવી છે અને તેણે આ લક્ઝરી ઘર પોતાની કમાણીના પૈસાથી ખરીદ્યું છે.

દિશા પટાનીએ મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મમાં તેની પ્રેમિકાની ભૂમિકા નિભાવી હતી. તે જ સમયે ધોનીની ભૂમિકામાં સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. દિશાની ભૂમિકા ખૂબ જ નાનકડી હતી પરંતુ તે ચાહકોના દિલ પર છવાઈ ગઈ હતી. તેની સુંદર સ્માઈલ ને કારણે તેને ‘નેશનલ ક્રશ’ પણ કહેવામાં આવી હતી. જણાવી દઇએ કે દિશા પટાનીનું નામ ઘણીવાર અભિનેતા ટાઇગર શ્રોફ સાથે જોડાતું રહે છે. બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે.