લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ દિશા પરમાર, તસવીરોમાં જુવો કપલની રોમેંટિક સ્ટાઈલ

બોલિવુડ

બિગ બોસ 14 ના પૂર્વ સ્પર્ધક અને સિંગર રાહુલ વૈદ્ય તેની ગર્લફ્રેન્ડ અને ટીવી અભિનેત્રી દિશા પરમાર સાથે 16 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. છેલ્લા કેટલાક દિવસોથી આ કપલ તેના લગ્નને લઈને ચર્ચામાં હતી. બંનેએ 6 જુલાઈએ તેમના લગ્નની ઘોષણા પણ કરી હતી. કપલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન જાહેર કરીને લખ્યું હતું કે અને બંને પરિવારના આશીર્વાદથી અમારી લાઈફની એક ખાસ મોમેંટ તમારી સાથે શેર કરવા ઈચ્છીએ છીએ.

તેમણે આગળ લખ્યું હતું કે ‘અમે ખૂબ ઉત્સાહથી તમને જણાવવા જઈ રહ્યા છીએ કે 16 જુલાઈએ અમારા લગ્ન થવા જઈ રહ્યા છે. અમે એકસાથે પ્રેમ અને સાથના આ નવા અધ્યાયને શરૂ કરી રહ્યા છીએ. તેના માટે તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. આ ઘોષણાના દસ દિવસ પછી એટલે કે 16 જુલાઈએ આ કપલે સાત ફેરા લીધા. હવે બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

લગ્નમાં રાહુલે ઘૂંટણ પર બેસીને દિશાને વીંટી પહેરાવી. ત્યાર પછી બંનેએ એકબીજાને ગળે લગાવ્યા. આ દરમિયાન દુલ્હન દિશા પરમાર લાલ રંગના લહેંગામાં જોવા મળી હતી. સાથે જ રાહુલ વૈદ્યએ ક્રીમ રંગની શેરવાની અને ગોલ્ડન સાફો પહેર્યો હતો. દિશા જ્યારે તેના બ્રાઇડલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, તો રાહુલ દુલ્હાના ગેટઅપમાં ખૂબ હેંડસમ લાગી રહ્યા હતા. દિશાનો માંગ ટીકો, નેકલેસ અને મોટા-મોટા ઈયરિંગ્સ તેના લુકમાં વધારો કરી રહ્યા હતા.

લગ્નની ઘોષણા સમયે રાહુલે સ્પષ્ટ કહી દીધું હતું કે દિશા અને હું અમારા લગ્નને પ્રાઈવેટ રાખવા ઈચ્છીએ છીએ. તેમાં અમે માત્ર નજીકના લોકોને જ આમંત્રિત કરવા ઈચ્છીએ છીએ. અમારી ઈચ્છા આ લગ્નને વૈદિક રિવાજો સાથે કરવાની છે. લગ્નમાં ગુરબાની સેરેમની પણ થશે. બીજી તરફ દિશાએ કહ્યું હતું કે લગ્ન બે લોકો અને તેમના પરિવારોનું જોડાણ હોય છે. હું એક સરળ લગ્ન ઈચ્છું છું. મને ખુશી છે કે મારા લગ્નમાં આવું જ થઈ રહ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે રાહુલ અને દિશાનાં લગ્નનાં ફંક્શન બે દિવસ પહેલા જ શરૂ થઈ ગયાં હતાં. 14 તારીખે દિશાની મહેંદી સેરેમની હતી. 15 જુલાઈએ હલ્દી સેરેમની હતી. દિશાની મહેંદી અને હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ખાસ કરીને હલ્દી સેરેમનીમાં દિશા પરમાર અને તેની સહેલીઓએ ખૂબ મસ્તી કરી અને એકથી એક ચઢિયાતા સુંદર પોઝ આપ્યા.

મહેંદી સેરેમનીની વાત કરીએ તો દિશા ગુલાબી રંગના કુરતા અને સફડ રંગના શરારામાં જોવા મળી હતી. બીજી બાજુ રાહુલે આછા વાદળી રંગનું પઠાની સૂટ પહેર્યું હતું. આ મહેંદી સેરેમની સાથે જોડાયેલી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ હતી.

આ ઉપરાંત 15 જુલાઈએ રાહુલ-દિશાની સંગીત સેરેમનીનું આયોજન પણ થયું હતું. તેમાં કપલે સાથે ખૂબ સારું પરફોર્મંસ પણ આપ્યું. આ સંગીત સેરેમનીમાં પણ કપલના ખાસ મિત્રો અને સંબંધીઓ જ શામેલ થયા હતા.