દીપિકા પાદુકોણના દિલને સ્પર્શી ગઈ આલિયા અને રણબીરની કેમેસ્ટ્રી, બંને પર કંઈક આવી રીતે લૂટાવ્યો પ્રેમ

બોલિવુડ

હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા રણબીર કપૂર પોતાની લોંગટાઈમ ગર્લફ્રેન્ડ અને પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને થોડા સમયમાં એકબીજાના બની જશે. જો કે, તમને જણાવી દઈએ કે આલિયા સાથે લગ્નના બંધનમાં બંધાતા પહેલા રણબીરનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે.

રણબીરનું નામ કેટરીના કૈફ, નરગીસ ફાખરી, દીપિકા પાદુકોણ, અવંતિકા માલિક અને સોનમ કપૂર સાથે જોડાયું છે. રણબીરનું સૌથી ચર્ચિત અફેર રહ્યું છે સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે. દીપિકાએ અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કરી ચુકી છે જ્યારે હવે રણબીર પણ આલિયા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

એક સમયે રણબીર અને દીપિકાનું અફેર ખૂબ ચર્ચામાં હતું. બંનેનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું હતું પરંતુ બંનેના સંબંધને મંજિલ મળી શકી ન હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, જોકે રણબીરની બેવફાઈના કારણે આ સંબંધ તૂટી ગયો હતો.

ખરેખર રણબીર કપૂરે દીપિકા પાદુકોણને અભિનેત્રી કેટરિના કૈફ માટે દગો આપ્યો હતો. જે સમયે રણબીર અને દીપિકા રિલેશનશિપમાં હતા ત્યારે જ રણબીરની નજર કેટરીના સાથે લડી હતી, જોકે આગળ જઈને રણબીરનું કેટરીના સાથે પણ બ્રેકઅપ થઈ ગયું હતું.

રણબીર તરફથી મળેલા દગાથી દીપોકાને મોટો ઝટકો લાગ્યો હતો. તેમણે રણબીર પર તેને દગો આપવાનો આરોપ લગાવ્યો અને તે ડિપ્રેશનમાં પણ આવી ગઈ હતી. જોકે પછી રણબીર અને દીપિકા વચ્ચે સંબંધ ઠીક થઈ ગયો હતો. જ્યારે હવે દીપિકાએ રણબીર અને આલિયા ભટ્ટના લગ્ન પર પણ પોતાનું રિએક્શન આપ્યું છે.

જણાવી દઈએ કે રણબીર અને આલિયાના લગ્ન વચ્ચે ફિલ્મ ડિરેક્ટર અને બંનેના મિત્ર અયાન મુખર્જીએ કપલની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના એક ગીતનો ટીઝર વીડિયો શેર કર્યો છે. તેના પર દીપિકા પાદુકોણે પણ રિએક્શન આપ્યું છે. બુધવારે અયાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગીત ‘કેસરિયા’ નું ટીઝર શેર કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji) 

અયાન આલિયા અને રણબીર બંનેની લગ્ન પહેલાની કેટલીક ઝલક બતાવી રહ્યા છે. આ એપિસોડમાં બુધવારે તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દીપિકાએ આલિયા અને રણબીરના લગ્ન વિશે કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ તેણે અયાનના વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર લાઈક કર્યો છે.

રણબીર અને આલિયાના લગ્ન મુંબઈના આરકે હાઉસમાં થઈ રહ્યા છે. બુધવારે હલ્દી અને મહેંદી સેરેમની હતી. જ્યાં કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર સાથે જોવા મળ્યો હતો. રણબીર અને આલિયાએ પોતાના હાથ પર મહેંદી લગાવી અને પરિવારના સભ્યો એ પણ. જ્યારે ગુરુવારે રણબીરના લગ્ન તેમના ઘર વાસ્તુમાં થશે. બંનેના લગ્નની રાહ ચાહકોની સાથે જ બોલીવુડને પણ છે.

પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે રણબીર-આલિયા: રણબીર અને આલિયા પહેલીવાર સપ્ટેમ્બર 2022માં રિલીઝ થવા માટે તૈયાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. મોટા બજેટમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. ફિલ્મમાં રણબીર અને આલિયાની સાથે જ દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચન અને પ્રખ્યાત અભિનેત્રી મૌની રોય પણ જોવા મળશે.