બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પાવરફુલ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આ જન્માષ્ટમી પર નવું ઘર ખરીદ્યું છે, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જણાવી દઈએ કે, આ ખાસ પ્રસંગ પર કપલ એ પૂરા રીત-રિવાજ સાથે ઘરમાં હવન પૂજા કરાવી અને આ દરમિયાન તેના ઘર સાથે જોડાયેલા સભ્યો હાજર રહ્યા. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર ગૃહ પ્રવેશની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ચાલો જોઈએ આ કપલના નવા ઘરની તસવીરો.
તસવીરોમાં જોવા ન મળ્યો કોઈનો ચેહરો: વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વિધિ પૂર્વક પૂજા કરતા જોવા મળી રહ્યા છે. જો કે આ તસવીરોમાં કોઈનો ચેહરો જોવા મળી રહ્યો નથી. રિપોર્ટનું માનીએ તો રણવીર સિંહ અને દીપિકાએ આ ઘર મુંબઈના અલીબાગમાં બીચ પર ખરીદ્યું છે. આ 5bhk નો બંગલો છે જેને હોલિડે હોમ પણ કહેવામાં આવી રહ્યું છે.
આ પહેલા રણવીર સિંહ અને તેના પિતાએ એક અંડર-કંસ્ટ્રક્શન હાઉસિંગ સોસાયટી માં એક લક્ઝરી એપાર્ટમેંટ પણ ખરીદ્યો છે જે બિલ્ડિંગના 16 થી 19 માળ સુધી ફેલાયેલો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ એપાર્ટમેન્ટ માટે માત્ર સ્ટેમ્પ ડ્યૂટીમાં જ 7.13 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે, હજુ સુધી એ ખુલાસો થયો નથી કે રણવીરે જે ઘરમાં પૂજા કરી છે તે આ ઘર છે કે પછી બીજું.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ રણવીર સિંહ પોતાના ન્યૂડ ફોટોશૂટને કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આટલું જ નહીં પરંતુ દેશભરમાં તેમના આ ફોટોશૂટને લઈને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. તેની સામે અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ નોંધાઈ હતી.
રણવીર અને દીપિકાની ફિલ્મો: વાત કરીએ આ કપલની ફિલ્મોની તો રણવીર સિંહ ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ફિલ્મ ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’ પણ છે જેમાં તે પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
વાત કરીએ દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ વિશે તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે જેમાં તેની સાથે શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત દીપિકા પાસે ‘પ્રોજેક્ટ કે’ પણ છે જેમાં તે સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે. દીપિકા છેલ્લે ફિલ્મ ‘ગહરાઈયાં’માં જોવા મળી હતી જેમાં તે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે જેવા કલાકારો સાથે જોવા મળી હતી.