પિતા પ્રકાશ પાદુકોણના જન્મદિવસ પર દીપિકા પહોંચી તિરુપતિ, જુવો પિતા-પુત્રીની આ સુંદર વાયરલ તસવીરો

બોલિવુડ

આજે બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીની કેટલીક સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, જેણે પોતાની ફિલ્મી કારકિર્દીના આધારે કરોડો ચાહકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી છે. તે ઘણી અભિનેત્રીઓથી પણ ખૂબ આગળ નીકળી ચુકી છે. આવી સ્થિતિમાં, દીપિકા પાદુકોણ સાથે જોડાયેલા સમાચાર પણ અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે, જેમાં અભિનેત્રીના ચાહકો પણ ખૂબ જ રસ દાખવે છે.

બોલીવુડની આટલી પ્રખ્યાત અને ચર્ચિત અભિનેત્રી હોવા છતાં, દીપિકા આજે પોતાના મૂળ સાથે જોડાયેલી છે, અને આ કારણે તે વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં, પોતાના માટે અને તેના પરિવારના સભ્યો માટે જરુર સમય કાઢે છે. દીપિકા મોટાભાગે તેના પરિવારના સભ્યો સાથે કોઈપણ ઇવેન્ટ અથવા ફંક્શનમાં શામેલ થતા જોવા મળે છે, પરંતુ લગભગ આવા તમામ પ્રસંગો પર દીપિકા તેના પરિવાર સાથે રહેવાની ખાતરી કરે છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે તાજેતરમાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ પણ શામેલ થઈ હતી. પરંતુ, આ ફિલ્મ ફેસ્ટિવલનો સફળતાપૂર્વક ભાગ બન્યા પછી દીપિકા પાદુકોણ હવે ભારત પરત ફરી છે અને ત્યાર પછી તેણે તેના પરિવારના તમામ સભ્યો સાથે તેના પિતા પ્રકાશ પાદુકોણનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો છે.

પોતાના પિતા પ્રકાશ પાદુકોણના જન્મદિવસને ખાસ બનાવવા માટે દીપિકા પાદુકોણે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢ્યો છે અને આજે 10 જૂન, 2022ના રોજ, અભિનેત્રી તેના પિતાનો 67મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે પોતાના માતા-પિતા અને બહેન અનીશા સાથે તિરુપતિ મંદિરની મુલાકાત લેવા આવી હતી, જ્યાંથી તેની અને તેના પરિવારની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોની વાત કરીએ તો દીપિકા પાદુકોણ તેના ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે, જેના માટે તેણે પિંક કલરનો સૂટ પહેર્યો છે અને તેની સાથે તેણે પિંક કલરની મેચિંગ સિલ્ક શાલ પણ કેરી કરી છે. અને તેમાં તે હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. તસ્વીરોમાં દીપિકાની સાથે તેના પિતા પ્રકાશ પાદુકોણ પણ તેના જેવા લાઇટ પિંક કલરના કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અભિનેત્રી દીપિકા પાદુકોણે એક્ટિંગની દુનિયામાં ઘણી સફળતા અને લોકપ્રિયતા મેળવી છે. તેમના પિતા પણ તેમના સમયના સફળ અને પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી હતા, જેમને વર્ષ 1980માં સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જો વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ આગામી દિવસોમાં ફિલ્મ પઠાનમાં અભિનેતા શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત દીપિકા પાદુકોણ રિતિક રોશન સાથે ફિલ્મ ફાઈટરમાં અને અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ધ ઈન્ટર્નમાં પણ જોવા મળવાની છે, જેની અભિનેત્રીના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.